હાર કે જીતને વાલે કો ‘મોદી’ કહેતે હૈ
૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને પહોંચવા યુરોપીયન દેશો સાથેનાં વ્યાપાર સંબંધ ફાયદારૂપ નિવડશે
આરસીઈપી કરાર હેઠળ લેવાયેલા ૭૦ માંથી ૫૦ મુદ્દાઓ ભારતને અસરકર્તા હતા
આરસીઈપી કરાર કે જે ચાઈના પ્રેરીત કરાર માનવામાં આવતો હતો તેમાં જે મુદ્દાઓને ધ્યાને લઈ રજુ કરવામાં આવ્યા હતા તે જોતા ભારતે કરાર પર હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય લીધો હતો. આરસીઈપી કરાર ન કરવાની વાત હજુ સુધી વિશ્વ આખામાં પ્રસરાઈ રહી છે કે તેવું તો શું કારણ કે ભારતે કરાર ના કર્યો. આ તકે સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર આરસીઈપી કરાર જો કરવામાં આવત તો તેની માઠી અસર ખેડુતો તથા નાના ઉધોગો પર પડત જેથી હાલની સ્થિતિમાં જે ભારતનું અર્થતંત્ર ડામાડોળ પરિસ્થિતિમાં છે તેમાં વધુ અસર પડત અને જે અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટેનાં જે પ્રયત્નો હાથ ધરવામાં આવવા જોઈએ તે પણ ન આવત.
વડાપ્રધાન મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જે જોવામાં આવ્યું છે તેને પુરુ કરવા માટે હાલનાં તબકકે આરસીઈપી કરાર દેશ માટે ખતરારૂપ સાબિત થાત. લાંબાગાળે જયારે દેશની અર્થવ્યવસ્થા બેઠી થશે ત્યારબાદ આરસીઈપી કરાર જો ભારત દેશ દ્વારા કરવામાં આવે તો તેનો ફાયદો મળી શકશે. સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ હાલ ભારત તથા એશિયન સંગઠનનાં ૧૦ દેશોમાંથી ૭ દેશોએ આરસીઈપી કરારમાંથી બાકાત રહ્યા છે. તેમાં માત્ર ચાઈના, જાપાન અને સાઉથ કોરીયાએ આરસીઈપી કરાર પર હસ્તાક્ષર કરી ચાઈના પ્રેરીત કરારને માન્યતા આપી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચાઈના દ્વારા જે આરસીઈપી કરારનાં મુદાઓ જે નકકી કરવામાં આવ્યા છે તે કુલ ૭૦ મુદામાંથી ૫૦ મુદાઓ ભારતને અસરકર્તા છે. જેથી ભારત આરસીઈપી કરારથી દુર રહ્યું છે.
આ તકે ભારતને યુરોપીયન સંઘ તથા અમેરિકા માટેનાં વ્યાપાર સંબંધો વધુ મજબુત થાય તે માટેનાં દ્વાર પણ ખુલ્યા છે. આ પ્રસંગે ભારતનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન છે તે યુરોપીયન સંઘ તથા અમેરિકા સાથેનાં સંબંધોને વધુ મજબુતી આપે તે લક્ષ્યને હાંસલ કરી શકાય તેમ છે. વધુમાં જાપાન અને કોરીયા પણ ભારતને મનાવવા માટેનાં અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. જેથી આરસીઈપી કરારમાં ભારતનો સમાવેશ થાય પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત સહેજ પણ શકય નથી લાગતી કે ભારત આરસીઈપી કરાર માટે જોડાય. કયાંકને કયાંક દેશ હિત માટે તથા ખેડુતોનાં હિત માટે વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલો નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ તકે ભાજપ પક્ષ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, યુપીએ સરકારે દેશની દિશા અને દશા બદલાવવા માટે આરસીઈપી કરાર કર્યા હતા તેનાથી દેશને ઘણું નુકસાન પહોંચ્યું છે. હાલ કેન્દ્ર સરકાર ભારતથી સૌથી વધુ વિકાસ કેવી રીતે થાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. ભારત દેશનાં હિતો જળવાય રહે તે માટે મોદી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણર્યો અત્યંત મહત્પૂર્ણ માનવામાં આવી રહ્યા છે. આરસીઈપી કોન્ફરન્સ દરમિયાન ભારતનાં વાણિજય મંત્રી પિયુષ ગોયલે સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા આરસીઈપી કરાર પર હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ખેડુતોનાં હિતો જળવાયા છે અને નાના ઉધોગોને પણ આવનારા સમયમાં પ્રોત્સાહન મળતું રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે એશિયન તથા સાઉથ કોરીયા સાથે કેવી રીતે વ્યાપારીક સંબંધોને વધુ મજબુત બનાવાય ત્યારે બીજી તરફ ભારત દેશ યુરોપીયન સંઘ અમેરિકાની સાથોસાથ જાપાન સાથે પણ તેનાં વ્યાપારિક સંબંધોને વધુ મજબુત કરવા માટે વિચાર કરી રહ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે જો આ ૩ દેશો સાથે ભારત વ્યાપારીક સંબંધ વધુ મજબુત બનાવે તો ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન મહદઅંશે પૂર્ણ થઈ શકે છે. તે વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે હાલ ભારત દ્વારા જે આરસીઈપી કરાર નથી કરવામાં આવ્યો તેની સામે અન્ય એશિયન દેશો લાંબા સમય સુધી ભારતથી વિખુટા નહીં રહી શકે અને એફટીએ દેશોએ પણ ભારતને સહકાર આપવો પડશે ત્યારે જો ભારત ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને પહોંચી જાય તો વિશ્વ આખા માટે ભારત સાથે વ્યાપાર સંબંધો સુદ્રઢ બનાવવા અત્યંત આવશ્યક બની રહેશે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા આરસીઈપી કરાર ન કરવાનો નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.