જય વિરાણી, કેશોદ
એક તરફ સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી પૂરી પાડવાના વાયદા કરી રહી છે તો બીજી તરફ લોકોને વીજળીના અણધણ વહીવટના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા આજ-કાલની નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના ખેડૂતો પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા હેરાન થાય છે. તંત્રની બેદરકારીના કારણે વારંવાર વિજપુરવઠો ખોરવતા કામગીરી ઠપ્પ થતી હોય છે. ત્યારે કેશોદમાં પણ કઈંક આવી જ હાલત થઈ છે.
કેશોદમાં વીજળીના અવ્યવસ્થિત પુરવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ગામમાં મેઈનટેનન્સ કામગીરી ન કરાતાં વારંવાર વિજ વિજપુરવઠો ખોરવાઈ જાય છે. જેના લીધે પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં બીક પગ પેસારો કરી ગઈ છે. વીજળીની સમસ્યાથી સમગ્ર તાલુકાનાં ખેડૂતો ત્રાંસી ગયા છે.
PGVCLની આ ઘોર બેદરકારીથી કંટાડીને સમયસર મેન્ટેનન્સ કામગીરી ન કરાતાં ખેડુત પુત્ર હિત રક્ષક સમિતી દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે. તેમણે ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર મુખ્યમંત્રી અને કલેક્ટરને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે.