ભારત ફળોના ઉત્પાદનમાં વિશ્વકક્ષાએ ખ્યાતનામ છે. અનેક પ્રકારના મધમીઠા, ખાટા અને રસથી ભરેલા ફળોનું ઉત્પાદન ભારતમાં થાય છે. વિદેશમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે ભારતમાં ફળો ખાવા મુદ્દે અભ્યાસમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. વૈશ્વિક સરખામણીએ ભારતીયો અન્ય દેશો કરતા ઓછા ફળ આરોગે છે. માત્ર 32 ટકા લોકો જ રેગ્યુલર ફળ ખાય છે. જેના પાછળ અનેક કારણો જવાબદાર છે. પશ્ચિમના દેશો કરતા ભારતમાં ફળ 20 ટકા મોંઘા છે.
ભારતીયોનો ફળોમાં રસ ઓછો થવા પાછળના કારણોમાં એક કારણ ભાવ વધારો પણ છે. ફળો તો બધાને ખાવા છે, પરંતુ ભારતીયો માટે ફળ જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારાને કોન્ટ્રાકટ ફર્મિંગથી કાબુમાં લઈ શકાય તેવો નિષ્ણાતોનો મત છે. જોકે અત્યારની સ્થિતિમાં માંગ ના હોવાથી પડકાર ઉભા થઇ શકે છે.
ફળોને આદર્શ ખોરાક તરીકે જોવામાં આવે છે, જે પોષક તત્ત્વોથી ભરેલા હોય છે અને મીઠા પણ હોય છે, તેથી ખાવા માટે ઇચ્છનીય છે. માંસ અને ડેરીથી વિપરીત છે. જે પ્રાણીઓની હત્યા અને શોષણ પર નૈતિક પ્રશ્નો ઉભા કરે છે, છોડ કે વૃક્ષ ઉપર ઉગતા ફળ ખાવા માટે જ હોય છે, આથી જ મહાત્મા ગાંધીએ ફળોને આહારનો પાયાનો આધાર બનાવ્યો હતો. મંદિરોમાં પ્રસાદ પણ ફળોનો રાખવાની પ્રથા હતી. કેળા જેવા ફળો પરંપરાગત રીતે ખૂબ પ્રચલિત થયા હતા.
દેશમ ઋતુઓની વિભિન્નતાના કારણે અલગ-અલગ ફળો ખાવા ની તક પણ લોકોને મળતી હોય છે અનેક પ્રકારના ફળો ના ઉત્પાદન ભારતમાં થાય છે દ્રાક્ષ, તરબૂચ જેવા ફળ પર્શિયાથી આવ્યા છે. પપૈયા, ચીકુ અને દાડમ જેવા ફળ અમેરિકાની ભેટ છે. ભારતમાં પણ ઘણી પ્રકારના ફળ અન્ય દેશોમાંથી આવે છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે. મોટાભાગની વસ્તી કૃષિ ઉપર સીધી કે આડકતરી રીતે આધારિત છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફળો પાકવાની સાથે જ ખવાઈ જાય છે. પરંતુ શહેરી વિસ્તારોમાં કાચા અથવા વધુ પાકેલા ફળો વધુ ખવાઈ જાય છે. શહેરોના ગ્રાહકો વાડી ખેતરોથી દુર હોય છે. પરિણામે શહેરી લોકો રેગ્યુલર ખરીદતા હોય તેવા 2થી 5 લોકો પાસથી જ ખરીદવાનો આગ્રહ રાખે છે.
હવે તો સુપરમાર્કેટ્સમાં પણ ફળો વેચવાનું પ્રમાણ વધ્યું છે. આકર્ષક ડિસ્પ્લે જોયા બાદ ખરીદીમાં માલ સારો ના પણ નીકળે. આવી ડિસ્પ્લે ભ્રામક હોય છે. અલબત્ત, સુપરમાર્કેટ દ્વારા ટોચનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી સમય અને ફળોનો બગાડ અટકાવવામાં આવે છે.
એક તરફ વધતા ભાવ બીજી તરફ ઘાટી રહેલી ગુણવત્તાએ સામાન્ય લોકોને ફ્રુટથી દુર કર્યા છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વિભિન્ન ફળ જોવા મળે છે. આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ફળોનું મહત્વ પણ વધુ છે. આદિકાળથી પ્રસાદરૂપે ફળને ધરાવવામાં આવે છે.જેના પરથી જ ફળનું મહત્વ સમજાઈ જાય છે.