- લગ્ન વગર સાત વર્ષથી સાથે રહેતા યુવક સામે નોંધાતો ગુનો
રાજકોટ શહેરના સામાકાંઠે આવેલા પેડક રોડ નજીક વાલ્મિકી આવાસ યોજનામાં રહેતા પરિવારની મહિલા પતિને પૂછ્યા વગર બહેન સાથે બહાર જતા દંપતિ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં છોડાવવા વચ્ચે પડેલા સસરા ઉપર જમાઇએ છરી વડે હુમલો કરતા પિતા-પુત્રીને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગત મુજબ શહેરના પેડક રોડ નજીક વાલ્મિકી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી પ્રિયંકાબેન જેઠવા અને તેના પિતા ભરતભાઇ બોરીચાને પતિ રવિ રામજી જેઠવાએ છરી વડે માર માર્યાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રિયંકાબેન બોરીચા નામની યુવતીના સાત વર્ષ પહેલા રવિ રામજી જેઠવા નામના યુવક સાથે લગ્ન વગર પત્ની સાથે રહે છે. રવિથી સંતાનમાં જીયાંશ નામનો 4 વર્ષનું સંતાન છે. પ્રિયંકાબેન જેઠવા અને બહેન કિંજલ વાઘેલા નજીક રહે છે. શિતલપાર્કમાં રહેતી નાની બહેન અને બનેવી ઉગતાપોરની મેલડી ર્માંના દર્શને જતા હોય અને પ્રિયંકાબેન સાથે ગયેલા અને રાત્રે પરત આવતા પ્રિયંકાબેન અને રવિ વચ્ચે બોલાચાલી થતી હતી.
પત્ની પ્રિયંકાબેને ધીમું બોલવાનું કહેતા રવિ જેઠવા ઉશ્કેરાયને ગાળો આપવા લાગતા પિતા ભરતભાઇ આવીને પતિ રવિને ઝઘડો નહીં કરવા સમજાવતા છરી વડે હુમલો કરતા બચાવવા વચ્ચે પડતા પ્રિયંકાબેન જેઠવાને છરી ઝીંકતા બંનેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બી-ડિવીઝન પોલીસે રવિ રામજી જેઠવા સામે કલમ-326 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.