ફેસબુકના કરોડો યૂઝર્સ માટે અહીં એક ખાસ સમાચાર છે. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે હવે તેની કંપનીનું નામ બદલીને ‘મેટા’ કરી દીધું છે. ફેસબુક હવે ‘મેટા’ તરીકે ઓળખાશે..!! પણ શું તમને ખબર છે આટલું ફેમસ થયેલ ફેસબુકે તેનું નામ આખરે કેમ બદલાવ્યું છે..?? ચાલો તે પર એક નજર કરીએ…..
કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગુરુવારે જાહેરાત કરી કે ફેસબુક હવે મેટા તરીકે ઓળખાશે. જો કે નામ બદલવાની માહિતી થોડા દિવસો પહેલા જ વહેતી થઈ ગઈ હતી. વાસ્તવમાં માર્ક ઝકરબર્ગ ઈચ્છે છે કે તેમની કંપની માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે ઓળખાય નહીં પરંતુ એક મેટાવર્સ વર્લ્ડ ઊભું કરે તે માટે નામ બદલી નાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કંપની સોશિયલ મીડિયાથી આગળ વધીને મેટાવર્સ વર્લ્ડ માટે તૈયારી કરી રહી છે. આ માટે કંપની 10 હજાર લોકોને હાયર પણ કરશે. જે કંપનીને મેટાવર્સ બનાવવામાં મદદ કરશે.
ફેસબુકે તેની કંપનીનું નામ બદલીને ‘મેટા’ કર્યું: મેટાવર્સમાં એન્ટ્રી કરી કરોડો યુઝર્સને
વર્ચ્યુઅલ વર્લ્ડમાં લઈ જશે, આ માટે કંપની 10 હજાર લોકોને હાયર કરશે
હવે તમને એમ થશે કે આ મેટાવર્સ છે શું..? મેટાવર્સ એટલે એક એવી દુનિયા જ્યાં લોકોની હાજરી ડિજિટલ હશે. લોકો ડિજિટલ રીતે એકબીજાને મળી શકશે. તમે આંખના પલકારે ઈચ્છો તેને મળી શકશો પરંતુ વર્ચ્યુયલી. તમને જણાવી દઈએ કે માત્ર ફેસબુક જ નહીં પરંતુ માઇક્રોસોફ્ટ જેવી અન્ય મોટી કંપનીઓ પણ મેટાવર્સમાં રોકાણ કરી રહી છે. ઝકરબર્ગ લાંબા સમયથી વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા છે.
માત્ર સોશિયલ મીડિયા પૂરતુ સીમિત ન રહી ‘વર્ચ્યુઅલ વર્લ્ડ’ કરશે ફેસબુક..!!
એકંદરે, મેટાવર્સની દુનિયામાં આગળ વધવા માટે, ફેસબુકે તેનું નામ બદલીને મેટા કરી દીધું છે. કંપનીનો આ પ્રયાસ છે કે લોકો હવેથી ફેસબુક કંપનીને માત્ર સોશિયલ મીડિયા કંપની તરીકે ઓળખે નહીં. હવે નામ બદલ્યા બાદ ટૂંક સમયમાં કંપની તરફથી ઘણી મોટી જાહેરાતો પણ સામે આવી શકે છે. જો કે આની વપરાશકર્તાઓને કોઈ સીધી થશે નહીં. જ્યારે પણ કોઈ પણ કંપની પોતાનું નામ બદલે છે ત્યારે તેનો લોગો પણ બદલી નાખે છે, ફેસબુકે પણ આવું જ કર્યું છે. ફેસબુકના નવા લોગાને ઇંફિનિટી આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે સહેજ ત્રાંસી, લગભગ પ્રેટ્ઝેલની જેમ આકાર છે.
મેટાવર્સ છે શું..??
મેટાવર્સ એ વર્ચ્યુઅલ કમ્પ્યુટર-જનરેટેડ જગ્યા છે. જ્યાં લોકો ‘ડિજિટલી’ એકબીજાને મળી કે વાતચીત કરી શકે છે. મેટાવર્સ એટલે એક એવી દુનિયા જ્યાં લોકોની હાજરી ડિજિટલ હશે. ‘મેટાવર્સ’માં તમે કમ્પ્યુટર પર બેસવાની જગ્યાએ ફક્ત હેડસેટનો ઉપયોગ કરીને વર્ચુઅલ વર્લ્ડમાં દરેક પ્રકારના ડિજિટલ માધ્યમ સાથે કનેક્ટ થઈ શકશો. વર્તમાન VRનો ઉપયોગ મોટેભાગે ગેમ્સ રમવા માટે થાય છે, પણ મેટાવર્સના વર્ચુઅલ વર્લ્ડનો ઉપયોગ વર્ક, ગેમ્સ, કોન્સર્ટ, સિનેમા ટ્રિપ્સ કે પછી ફક્ત આનંદ માટે પણ થઈ શકશે. આમાં વર્ચ્યુઅલ રિયાલિટી હાર્ડવેર આર્મ ઓક્યુલસ અને હોરાઇઝન વર્લ્ડ જેવા અનેક વિકસતા વ્યવસાયોનો સમાવેશ થાય છે, જેમાં ઘણા વર્ચ્યુઅલ રિયાલિટી સોફ્ટવેર હજુ પણ બીટા ટેસ્ટિંગ મોડમાં છે.