રિવર્સ સ્વીંગ ન થવા પાછળના કારણો જાણવા દીર્ધદ્રષ્ટા ધોનીએ દડો માંગી લીધો હોવાનો ખુલાસો

થોડા સમય પહેલા ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીના છેલ્લા મેચના અંતમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ અમ્પાયર પાસેથી બોલ માંગતા હવે તે નિવૃતિ લેશે તેવી અટકળો શરૂ થઈ હતી. અલબત ધોનીએ આ અટકળો પણ પાણી ઢોળ્યું છે. રિવર્સ સ્વીંગ કયાં કારણોસર નહોતુ તું તે અંગેની જાણકારી મેળવવા ધોનીએ બોલ માગ્યો હોવાનો ખુલાસો કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઝડપી બોલર માટે રિવર્સ સ્વીંગ ખુબ મોટું હથિયાર છે. યોરકટ નાખતી વખતે રિવર્સ સ્વીંગનો જાદુ ચાલી જાય તો વિકેટ મળી શકે છે. જો કે ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન રિવર્સ સ્વીંગ તો નહોતો પરિણામે તેની પાછળના કારણો જાણવા મહેન્દ્રસિંહ ધોનીએ અમ્પાયર પાસેથી બોલ માગી લીધો હતો અને નિષ્ણાંતોને આપ્યો હોવાનું જાણવા મળે છે.

આગામી વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાવાનો છે. ઈંગ્લેન્ડની પીચ પર રિવર્સ સ્વીંગની બહોળી જરૂર ઝડપી બોલરોને રહેશે. જેથી જો અત્યારી જ રિવર્સ સ્વીંગ અંગે બોલરોને સંપૂર્ણ પ્રેકટીસ આપવામાં આવે તો ત્યાં ભારતનું પ્રદર્શન ઉજળુ થઈ જશે. ધોની વિશ્વ ક્રિકેટમાં પોતાની દીર્ધદ્રષ્ટિ માટે જાણીતો ખેલાડી છે. તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં જ દડો માંગી રિવર્સ સ્વીંગ ન થવાના કારણો જાણવા પ્રયાસ કર્યા હતા.

મહેન્દ્રસિંહ ધોનીએ આ ખુલાસો તાજેતરમાં પોતાની ૨૫ ટકા માલીકીની એક એપ્લીકેશનના લોન્ચીંગ દરમિયાન કર્યો હતો. આ તકે રવિ શાથી સહિતના હાજર રહ્યાં હતા. અહીં ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ સામેની મેચના અંતમાં મહેન્દ્રસિંહ ધોનીએ અમ્પાયર પાસેથી દડો માંગતા તે નિવૃત થઈ રહ્યો હોવાની અટકળો થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.