સ્વાદની રાણી કેરીને ભેજ અને પાણી માફક આવતું નથી, ભેજનું પ્રમાણ-વરસાદ કેરીમાં જીવાત ઉત્પન્ન કરે છે તેથી જ જૈન અને જૈનેતરો આદ્રા આવતા જ કેરી ખાવાનું છોડી દે છે
ચોમાસાનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે સર્વત્ર નવ સર્જન અને વાવણી માટેની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે ફળોની મહારાણી કેરી માટે આદ્રા નક્ષત્રઅપસુકનિયાલ બની રહેતું હોય તેમ આદ્રા આવતાની સાથે જ જેન અને જેને ત રો કેરી ખાવાનું છોડી દે છે, અહિંસા અને વૈજ્ઞાનિક કારણો સર આદ્રા માં કેરી ખાવાનું છોડી દેવાય છે22 મી જુનથી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થાય છે ત્યારે પ્રાકૃતિક રીતે આદ્રા નક્ષત્રમાં વરસાદ અને ભેજના વાતાવરણ ના કારણે કેરી ની એવી તાસીર છે કે જો કેરીને પાણી કે ભેજ લાગે તો તેમાં કુદરતી રીતે જીવાત ઉત્પન્ન થઈ જાય છે જૈન સમાજ સૂક્ષ્મ જીવહિંસાથી પણ દૂર રહે છે ત્યારે કેરી માં જીવાત પડી જતી હોવાથી આદ્રા માં જેનોની સાથે સાથે કેટલાક પ્રકૃતિપ્રેમીઓ અને અહિંસા ને માનનારાજૈનેતર લોકો પણઆદ્રમાં કેરી ખાવાનું છોડી દે છે.
સ્વાદની રાણી કેરી ને પાણી માફક આવતું નથી પાણી અડવાથી કેરીમાં જીવાત પડી જતી હોવાથીસ્વાદની સાથે-સાથે સોડમ ચાલી જાય છે, અને બગડવાની પ્રક્રિયા ઝડપી થઇ જતી હોવાથી આદ્રા નક્ષત્ર ના પ્રારંભથી જૈન અને કેટલાક જૈનેતર લોકો કેરી ખાવાનું છોડી દે છે જેમાં અહિંસાની સાથે સાથે વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલું છે.
જેઠ વદ નોમ 22/6 સવારે 11:44 મિનિટે આદ્રા નક્ષત્ર શરૂ થાય છે.કેરી,જાંબુ જેવા અમુક ફળો એવા હોય છે કે કયારેક ઉપરથી ખૂબ સુંદર દેખાય છે પરંતુ વષોકાળ – ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય છે. જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યુ કે ” સવ્વે જીવાવિ ઈચ્છંતિ જીવવું ” એટલે કે જગતના દરેક જીવોને જીવવું ગમે છે,મરવું કોઈને ગમતું નથી.જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન આગમ શ્રી ચંદ્ર – સૂયે પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ જૈન શાસ્ત્રોમાં અભિજિત,સ્વાતિથી લઈ ઉત્તરાષાઢા એમ વિવિધ પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે તેમાં આદ્રા પણ એક નક્ષત્ર છે.આદ્રા બેસતા આમ્રફળ,જાંબુ આદિ ફળોના સ્વાદમાં પણ ફેર પડી જાય છે.
આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ – વાયુનાં રોગો થવાનો પણ સંભવ રહેલો છે.જૈનો તો ઠીક પરંતુ અમુક અજૈનો – જૈનેતરો પણ આદ્રા પછી કેરી ખાતા નથી. જીવદયાના લક્ષે પરાપૂવેની વર્ષોની પરંપરાને અનુસરી આદ્રા નક્ષત્ર બેસતા જૈનો કેરીનો ત્યાગ કરી જીવદયાનું જતન કરશે.