રાજકોટમાં રવિવારે બિઝબૂસ્ટર મેગા વર્કશોપ

રાજર્કોટની સૌથી ઝડપથી આગળ વધતી અને સતત અવનવી પ્રવૃતિ દ્વારા કાર્યરત રહેતી ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝિંગે ટુંક સમયમાં અકલ્પનિય સફળતાં હાંસલ કરી છે.ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝિંગ તેમના કલાઈન્ટની સફળતામા જમાને છે.ક્રિએટ ઈન્ડિયાના સ્થાપક પ્રશાંત જોશી કે જેઓ મોટિવેશનલ સ્પીકર સાથે બિઝનેશ ક્ધસલ્ટન્ટ પણ છે.અને પોતાના એડવર્ટાઈઝિંગ તેમજ માર્કેટિંકના બહોળા અનુભવ દ્વારા અનેક કલાઈન્ટને સફળતા અપાવી છે.

રાજકોટમા પહેલીવાર બિઝનેશ ગ્રોથ અને માર્કેટિગ સ્ટ્રેટેજી ઉપર બીઝ બુસ્ટર મેગા વર્કશોપનું આયોજન ધ પાઈન વીટા હોટલ, ગોંડલ રોડ ખાતે રાખવામાં આવ્યું  છે જેમાં ક્રિએટ ઈન્ડિયાએડના પ્રશાંત જોશી તેમજ ફેસબુક માર્કેટિગ એકસપર્ટ અમિત ત્રિકમાની અને અપગ્રેડ ઈન્ડિયાના પાર્થ જોશી દ્વારા અનેક માર્કેટિંગ સ્ટ્રેટેજી શીખવામાં આવશે.

એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ ક્ષેત્ર બહોળો અનુભવ ધરાવતા પ્રશાંત જોશી દ્વારા ગોરીલા માર્કેટિગ સ્ટે્રટેજી તેમજ સેલ્સ ગ્રોથ સ્ટ્રેટેજી કેસ સ્ટડીઝ સાથે શીખવામાં આવશે અમિત ત્રિકમની એ ફેસબુક માર્કેટિંગ સ્ટ્રેટેજી એન્ડ પ્રેકિટકલ ગાઈડન્સના અનેક ફી સેમિનાર રાજકોટ અમદાવાદ તેમજ સુરતમાં કરેલા છે.બીઝ બુસ્ટરના આફી વર્કશોપમાં અમિતભાઈ ત્રિકમની ફેસબુક થકી પોતાના બિઝનેસને લોકો સુધી કઈ રીતે લઈ જવો અને ફેસબુકમાં એડવર્ટાઈઝમેન્ટ કરીને પોતાના બિઝનેશને તેના એકઝેટ ટાર્ગેટ ઓડિયન્સ સુધી કઈ રીતે કરવો તેનું  પ્રેકિટકલ માર્ગદર્શન આપવામાં આવશે

biz booster logo

અપગ્રેડ ઈન્ડિયાના પાર્થ જોશી એક સફળ યુ-ટયુબર છે અને સાથે સાથે ગુજરાતના પહેલા ડિજિટલ બિઝનેસ કોચ પણ છે.યુ-ટયુબ તેમજ ડિજિટલ  પ્લેટફોર્મ એડવર્ટાઈઝમેન્ટ તેમજ બ્રાન્ડિંગ કઈ રીતે કરવું એફિલિએટ દ્વારા કઈ રીતે પ્રોડકટ વેંચવી તેની વિસ્તુત માહિતી તેમજ માર્ગદર્શન આપસે, પાર્થ જોશીએ ડિજિટલ માકેટીંગના અનેક ફી સેમિનાર કર્યા છે.અને જબરી લોક ચાહના મેળવી છે.

રાજકોટવાસીઓ માટે આ એક સુવર્ણ તક સમાન છે બિઝનેસ ગ્રોથ માટેની ડિજિટલ ટ્રેડિશનલ તેમજ ગોરીલા માર્કેટીગ સ્ટ્રેટેજીના મિશ્રણવાળો ફી સેમિનાર પહેલાવાર રાજકોટમાં થઈ રહ્યો છે.

બિઝનેશ બુસ્ટરના સમગ્ર આયોજનને સફળ બનાવવા મૌલિક જોશી તેમજ જે.જે સર્વિસીઝના જીજ્ઞેશભાઈ જોશી અને સ્ટીઅર વે ક્ધસલ્ટન્ટના રાહુલભાઈ ધામીએ જહેમત ઉઠાવી છે.એરિકસ કેપિટલ લિમિટેડનો સહયોગ મળી રહ્યો છે.

બિઝ બુસ્ટર મેગા વર્કશોપના ફ્રી સેમિનારનું આયોજન આગામી ૨૩ ફ્રેબુઆરી-રવિવારના સવારે ૯.૩૦ થી ૧ વાગ્યા સુધી રાખેલ છે.રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રજીસ્ટ્રેશન કરવા માટે ૮૩૨૮૪૭૦૨૪૪ અથવા ૭૦૯૬૦૨૧૧૨૧ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

બિઝનેશ ગ્રોથ, માર્કેટીંગ સ્ટ્રેટેજી માટેના બીઝ બુસ્ટર મેગા વર્કશોપનું રાજકોટમાં તા.ર૩ને રવિવારે વિનામૂલ્યે આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.