સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.બી.એના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધતા રિવર્સ સપ્લાઇ ચેનના વધતા ઉપયોગ અંગ માહિતી અપાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટના ઓડિટોરીયમમાં અમેરિકાની ફ્લોરીડા સ્ટેટ યુનિવર્સીટીના વોશિંગ્ટન કોલેજ ઓફ બીઝનેશના મેકક્લેસી પ્રોફેસર અને તેના સપ્લાઇ ચેન મેનેજમેન્ટ સેન્ટરના ડીરેક્ટર પ્રો.આસુ જે વખારીયાનો ગેસ્ટ લેક્ચર ગઇકાલે બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી યોજવામાં આવેલ હતો.
વ્યાખ્યાનનો વિષય રીવર્સ સપ્લાઇ ચેન મેનેજમેન્ટ હતો. કાર્યક્રમની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે કરી હતી. સ્વાગત પ્રવચન ભવનના અધ્યક્ષ ડો. સંજય ભાયાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ભવનના અધ્યાપક કું. હિરક આરદેશણા દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રો.વખારીયા એમ.બી.એના વિદ્યાર્થી ભાઇ બહેનો અને અધ્યાપકોને સંબોધતા રીવર્સ સપ્લાઇ ચેનના વધતા જતા ઉપયોગ અંગે માહિતી આપી હતી.
સેક્ધડ હેન્ડ વસ્તુઓને નવી બનાવીને કેવી રીતે કચરાને સોનામાં પરિવર્તિત કરી દેવામાં આવે છે તેનો એક ગેઇમ સ્ટોપ કંપનીના કેઇસના આધારે સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. રીવર્સ ચેનમાં રીટેલરની લીડરશીપ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
જુના ઉપકરણો ઓછી કિંમતમાં લઇને તેનો પુન:નિર્માણ કરી નવાની જેમ વેચી શકાય જો પુન: નિર્મિત ઉપકરણની કાર્યક્ષમતા અને ગુણવત્તા નવા ઉ૫કરણની કાર્યક્ષમતા જેવી હોય રીવર્સ રીમેકીંગથી વેસ્ટનો ઉપયોગ થઇ જાય છે. વસ્તુની ગુણવત્તા નવી વસ્તુ જેટલી હોય છે અને ગ્રાહકને બચત થાય છે. આ કેઇસ દ્વારા તેઓએ જણાવ્યું હતું કે રીવર્સ રીમેકીંગથી પર્યાવરણને પ્રદૂષણથી બચાવી શકાય છે. તેમજ તેઓએ પોતાના પ્રવચનમાં સપ્લાઇ ચેન મેનેજમેન્ટ લગતા તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સંશોધન પત્રોની વિગતવાર છણાવટ કરી હતી. તેઓએ ભારતના એમ.બી.એ કાર્યક્રમોમાં રીવર્સ સપ્લાઇ ચેનનો સમાવેશ કરવા ઉપર ભાર મુક્યા હતો. ઉત્પાદન અને ઓપરેશન મેનેજમેન્ટ સ્પેશલાયઝેશન સાથે ઓન લાઇન એમ.બી.એ. પ્રોગ્રામ શ‚ કરવા સુચન કર્યુ હતું.
પ્રો. વખારીયાએ યુનિવર્સિટી ઓફ ફ્લોરીડામાં ચાલતા ઓનલાઇન મેનેજમેન્ટના અભ્યાસક્રમની ઓનલાઇન વિગતવાર માહિતી આપી હતી. જેમા તેઓએ ઓનલાઇન અભ્યાસક્રમની ટીચીંગ પધ્ધતિ સર્વગ્રાહી મુલ્યાંકન પધ્ધતિ તથા વિદ્યાર્થીઓ સાથે અભ્યાસક્રમનું સંકલન કઇ રીતે થાય છે તેની વિષદ છણાવટ કરી હતી. તેમજ આ જ પ્રકારના ઓનલાઇન અભ્યાસક્રમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કઇ રીતે ડેવલપ કરી અને તેનો અમલ કરી શકે તે અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપ સિંહ ચૌહાણ, એમ.બી.એ. ભવનના વડા ડો. સંજય ભાયાણી સોથ વિગતો ચર્ચા કરી હતી. તેમજ આ અંગે યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા અને સૌરાષ્ટ્ર વચ્ચે એમ.ઓ.યુ. અંગેની શક્યતા અંગે ચર્ચા વિગતવાર કરવા સહમત થયા હતા.