પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાનો સવાલ
રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંગે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના પ્રવાસો માત્રને માત્ર નાટકીય અને હાસ્યાસ્પદ હોય છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં સમગ્ર દેશમાં ૨૮ જેટલી ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર ઈ છે. ચૂંટણી વિશ્લેષકો અને જનતાની વાત સાચી છે કે, જ્યાં જ્યાં રાહુલ ગાંધી આવે છે, ત્યાં ત્યાં કોંગ્રેસ જાય છે. હારે છે.રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના હિતની વાત કરતાં ની પરંતુ વેરઝેરની રાજનીતિ કરે છે. કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલ ગુજરાતને યેલ અન્યાયનો જવાબ આપતાં ની. નર્મદા યોજનાનો સતત કોંગ્રેસે વિરોધ કેમ કર્યેા ? નર્મદા ડેમનું કામમાં મોડું યું તેમાં કોંગ્રેસનું પાપ જવાબદાર છે તેનો જવાબ આપીને ગુજરાતનાં કિસાનો, મહીલા,અને ગુજરાતની જનતા ની માફી માંગે. કેન્દ્રના કોંગ્રેસ શાસનમાં ગુજરાતની યોજનાઓ, અનુદાન, સહાય સો બજેટ કેમ ઓછું ફાળવતાં હતાં ? કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ વિરોધી અને ગુજરાત વિરોધી કેમ છે?શ્રીપંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતનાં નેતૃત્વ વિરોધી કેમ છે ? સરદાર પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્ન કોંગ્રેસે કેમ ન આપ્યો.? અને સંસદમાં તેમનું ચૈલચિત્ર કેમ ન મુક્યું ? મોરારજી દેસાઈને વડાપ્રધાન તરીકે કેમ હટાવ્યાં ? તેમને પણ ભારત રત્ન કેમ ન આપ્યો ? ગુજરાતની અસ્મિતા, દેશનાં કરોડો લોકોનું શ્રધ્ધા અને આસનું કેન્દ્ર એવાં સોમના મંદીરનાં પુન: નિર્માણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર બાબુને જવાની નેહરુજીએ કેમ ના પાડી હતી ? અને ત્યાર પછી નેહરુ ગાંધી પરીવારની ૪ પેઢીનાં ૫ લોકો હજુ સુધી સોમનાનાં દર્શનને કેમ ની આવ્યાં ? ગુજરાતની નર્મદા, વિકાસ, નેતૃત્વ વિરોધી અને ગુજરાતનાં હિત, ગૌરવ અને અસ્મિતા વિરોધી કોંગ્રેસના રાહુલ ગાંધી પાસે ગુજરાતની જનતા જવાબ માંગી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પોપ્યુલર એકશન લીડર તરીકેની પ્રતિભાની ઈર્ષ્યા કરીને ગુજરાતને, મોદીજીને વારંવાર ટાર્ગેટ કેમ કરે છે? રાહુલ ગાંધીની છેલ્લી ૩ ગુજરાત મુલાકાતો માત્રને માત્ર હાસ્યાસ્પદ,નાટયાત્મક અને બુધિમત્તાનું પ્રદર્શન કરનારી રહી હતી. પહેલી મુલાકાત ઉનાની ઘટના વખતે રાજકોટની હોસ્પીટલમાં જે પીડિતની માતા નહીં તેવી અજાણી મહિલા સો ફ્રેબીકેટેડ ઈમોશનલ ડ્રામા કર્યો. બીજી મુલાકાત નવસારીમાં તા.૧લી મે ગુજરાતના સપ્ના દિવસે ગુજરાતીઓને શાંતિ, એકતા, સમૃદ્ધિ માટે કોઈ શુભેચ્છા ન પાઠવી. ત્રીજી મુલાકાત બનાસકાંઠામાં આવેલ અતિવૃષ્ટિ સમયે ધારાસભ્યો બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટેલમાં જલસા કરતાં હતાં અને રાહુલ ગાંધી પૂરપીડિતોને આપેલ પ્રવચનમાં મૃત્યુ પામેલાંને શ્રધ્ધાંજલિ પણ ન આપીને,જી.એસ.ટી, નોટબંધીની વાત કરીને બુધ્ધિમત્તાનું પ્રદર્શન કર્યુ હતું. હવે, રાહુલ ગાંધીની ત્રણ દિવસીય મુલાકાત કેવી નાટ્યાત્મક અને હાસ્યાસ્યદ રહેશે એ ગુજરાતની જનતા જોશે.