કાન વિંધાવવા એ હિન્દુ સંસ્કારોનો એક ભાગ છે, જો કે હવે તો તેની ફેશનમાં ગણતરી કરવામાં આવી રહી છે.કાન વિંધવા પાછળની ધાર્મિક માન્યતાઓ સહિત સ્વાસ્થ્યને લાભો પણ છે.
ઘણા લોકોનું માનવું છે કે કાન વિંધાવવાથી દૂષ્ટ આત્મા દૂર રહે છે. પ્રાચીનકાળમાં યાદશક્તિ વધારવા માટે બાળકોના કાન વિંધાવવાની પ્રથા હતી. માટે બાળક જન્મે એટલે એક વર્ષની અંદર જ કાન વિંધાવવામાં આવે છે. તો ઘણા લોકોનું માનવું છે કે આમ કરવાથી મગજનો પણ વિકાસ થાય છે. કારણ કે કાનના નીચેના ભાગમાં એક પોઇન્ટ હોય છે. જેનો સંબંધ મગજના એક ભાગ સાથે હોય છે.
જ્યારે કાન વિંધાવવામાં આવે ત્યારે તે ભાગ એક્ટીવ બની જાય છે અને મગજની શક્તિ વધે છે. કાન વિંધાવવાથી આંખની રોશની પણ વધે છે. જ્યાં કાન વિંધાવવામાં આવે છે તેના નીચેના ભાગમાં કેન્દ્ર બિંદુ હોય છે. આ બિંદુ દબાવાથી આંખોનું સ્વાસ્થ્ય જણાવાય રહે છે.
કાન વિંધાવવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. કાનના નીચેના ભાગનો સંબંધ ભૂખ લાગવાથી થાય છે, જો તમારી પાચનક્રિયા સારી હશે. તો મેદસ્વિપણાની સમસ્યા પણ નહીં રહે કાન વિંધાવવાથી તેની દબાણ ઓસીડી પર પડે છે. આ કારણે ગભરામણ પણ ઓછી થાય છે તેથી માનસિક બીમારીઓ પણ દૂર થાય છે.