ડોકટર બનવા લંબાઇ નહીં ઉંચાઇ જ‚રી!
ઠીંગુજીની હાઇટને લઇ પીઆઇએલ રદ કરતી સુપ્રીમ કોર્ટ
તાળ અને આંબામાં જેટલો ફર્ક લંબાઇનો છે. તેટલો જ ફેર તેની ગુણવત્તાનો પણ છે. તાળની લંબાઇ છતાં તે છાપો આપતું નથી અને આંબો ફળ પણ આપે છે. જેવું જ બન્યું ભાવનગરના ગણેશ બારીચા સાથે ડોકટર માટે એલીજીબલ પણ હાઇટમાં માર ખાઇ ગયેલા ગણેશના જ્ઞાનની ગુણવત્તાને આધારે આખરે તેણે જીત મેળવી છે.
ગણેશ એકદમ નાના બાળક જેવો દેખાય છે. માટે તેની વિરુઘ્ધ દાખલ કરાયેલી પીઆઇએલમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વ્યકિતનું કદ કરતા તેની ગુણવત્તાના માપદંડો વધુ પ્રભાવશાળી હોવાથી ગણેશ એલીજીબલ છે. ડોકટર બનવા માટે લંબાઇ નહી બુઘ્ધીમતાની ઉંચાઇ જરુરી છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને એમબીબીએસમાં બે વિઘાર્થીઓને હેન્ડીકેપ કવોટામાં સામેલ કરવાનું કહ્યું હતું આગામી શૈક્ષણિક સત્રમાં તેમને પ્રવેશ આપવામાં આવશે. ગત માસે સુપ્રીમ કોર્ટે વડોદરાની મુસ્કાન શેખ અને ભાવનગરના ગણેશ બારૈયાને એમબીબીએસમાં એડમીશન અપાવવાનું કહ્યું હતું.
મુસ્કાન શેખે તેનું મેડીકલ શિક્ષણ પૂર્ણ કર્યુ છે, પરંતુ સ્ટડી ટુર દરમ્યાન રોડ એકસીડેન્ટમાં તે પોતાનો ડાબો હાથ ગુમાવી બેસતા મુસ્કાન ૭૫ ટકા ડિસેબલની કેટેગરીમાં સામીલ થઇ ગઇ.
તો ગણેશ બારૈયાની હાઇટ ૧૦૭ સેન્ટીમીટર હોવાથી તેને ૭ર ટકા ડિસેબલ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય હેન્ડીકેપ વિઘાર્થીઓને પણ ડિસેબલ કવોટામાં એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
રાઇટ ઓફ પર્સન ડીસેબ્લીટી એકટ ૨૦૧૬ અંતર્ગત તેમને સધરો મળ્યો હતો જે લોકો ૮૦ થી ૮૦ ટકા ડિસેબલ હોય તેને મેડીકલ કોર્સમાં એડમીશન આપી શકાય છે. આ ત્રણેયની અરજીને હાઇકોર્ટે ફગાવતા સુપ્રીમ કોર્ટે ગુણવત્તાની તરફેણમાં નિર્ણય લીધો છે.