ગુજરાતમાં ભારે રસાકસી ભરેલી રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની ફેવરમાં મતદાન થતા ભાજપે પોતાના ધારાસભ્યોને મતદાન કરતા અટકાવ્યા છે. એનસીપીના નેતા જયંત પટેલ (બોસ્કી)એ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરતા તમામ સમીકરણો બદલાતા બીજેપીમાં સોંપો પડી ગયો છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીના નિકટતમ ગણાતા અહમદ પટેલનો પરાજય નિશ્ચિત હોવાના સંદેશા વચ્ચે કિંગમેકરની ભૂમિકા ભજવી રહેલા એનસીપીના બે ધારાસભ્યો પૈકી એક જયંત બોસ્કીએ કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસને આંશિક રાત મળી છે.