૫૫૦૦ જિલેટિન સ્ટિક અને ૨૩૦૦ ડિટોનેટર પકડાયા: હાઈવે પર વાહનોનુ ચેકિંગ કરાતા વિસ્ફોટકોનો જથ્થો મળ્યો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વણથંભી રાજકીય હિંસા વચ્ચે બીરભૂમ જિલ્લામાંથી વિસ્ફોટકો ભરેલી ટ્રક પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.
પોલીસને ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી ૫૫૦૦ જિલેટિન સ્ટિક અને ૨૩૦૦ ડિટોનેટર મળી આવ્યા હતા. પોલીસે હવે આટલા મોટા પાયે વિસ્ફોટકો ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરી છે. આ મામલામાં કોઈ કાવતરૂ રચાયુ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે બુધવારની રાતે પોલીસને આ અંગે મળેલી બાતમી બાદ હાઈવે પર વાહનોનુ ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ અને એક ટ્રકમાં પોલીસે જોયુ હતુ કે, વિસ્ફટકોથી ટ્રક ભરેલુ છે.બીજી તરફ ટ્રક ચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.
આ પહેલા પણ બીરભૂમ જિલ્લામાંથી ચૂંટણી પહેલા એક થી વધારે વખત વિસ્ફટકો પકડાયેલા છે. નોંધનીય બાબત છે કે, રાજ્યમાં ૩૦ ઓક્ટોબરથી ૪ ઓક્ટોબર વચ્ચે ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ થવાની છે. દરમિયાન આ વાતની જાણકારી મળ્યા બાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.
બંગાળ અગાઉથી જ ભૌગોલિક અને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. આ વાતને એક ઉદાહરણ થકી સમજવામાં આવે તો અંગ્રેજો જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બંગાળમાં જ કરી હતી. આ કંપની વેપાર માટે હતી અને જો કંપનીનો હેતુ ફક્ત વેપારનો હોય તો પછી કોઈ મોટા બંદર પાસે કંપનીની સ્થાપના કરવી જોઈએ જેથી સરળ પરિવહન મળી રહે પરંતુ અંગ્રેજોએ કંપનીની સ્થાપના બંગાળમાં કરી. તેની પાછળનું કારણ ક્યાંક એવું હતું કે, અંગ્રેજી પ્રજા સમજી ગઈ હતી કે, સમગ્ર ભારતને બાનમાં લેવું હોય તો બંગાળ તેનું એપિસેન્ટર છે.
બંગાળની પ્રજા બુદ્ધિશાળી પ્રજા તો છે જ પરંતુ એક રીતે જનુની પ્રજા છે જે ગમે તે કરી છૂટવા સક્ષમ છે જેથી આ પ્રજા પર કાબૂ મેળવી લઈએ તો સમગ્ર દેશને કાબૂમાં લેવું સરળ બની જશે તેવું વિચારીને અંગ્રેજોએ આ કંપનીની સ્થાપના બંગાળમાં કરી હતી.
બંગાળમાં વારંવાર હિંસાના અહેવાલો પ્રાપ્ત થતા હોય છે જેની પાછળ જવાબદાર પરિબળની જો ચર્ચા કરવામાં આવે તો અગાઉથી જ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં આગળ રહેનારું બંગાળ ભૌગોલિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૌગોલિક મહત્વની બીજી વાત કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મ્યાનમાર પર એર સ્ટ્રાઈકની ઘટના છે. મ્યાનમાર ભૌગોલિક રીતે બંગાળ સાથે જોડાયેલું છે.
ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નામાંકિત ભૂમિ પર ગેરકાયદેસર હથિયાર અને બૉમ્બ બનાવવાથી માંડી ગેરકાયદેસર માછલીઓની તસ્કરી સહિતના ગોરખધંધાનો સમાવેશ થાય છે. અગાઉ કોલસા, લાકડા અને ખનીજની તસ્કરી તેમજ સરકારી મુદ્દામાલની લૂંટ માટે પણ આ ભૂમિનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.
આટલી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરાતી હોય તેમજ ઘર આંગણે બૉમ્બ બનાવતાં હોવા છતાં આજદિન સુધી બંગાળમાં બૉમ્બ વિસ્ફોટ થયો હોય તેવું આપણા ધ્યાને આવતું નથી.
આ તમામ પ્રવૃત્તિઓને જો ધ્યાને લેવામાં આવે તો આટલી માત્રા જીલેટિન સ્ટીક અને ડિટોનેટર પકડાવા એ બંગાળના પરિપેક્ષમાં કોઈ મોટી વાત ગણાય નહીં.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું ગઢ બંગાળ!!!
ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નામાંકિત ભૂમિ પર ગેરકાયદેસર હથિયાર અને બૉમ્બ બનાવવાથી માંડી ગેરકાયદેસર માછલીઓની તસ્કરી સહિતના ગોરખધંધાનો સમાવેશ થાય છે. અગાઉ કોલસા, લાકડા અને ખનીજની તસ્કરી તેમજ સરકારી મુદ્દામાલની લૂંટ માટે પણ આ ભૂમિનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ભૌગોલિક રીતે એક તરફ બાંગ્લાદેશ અને બીજી બાજુ મ્યાનમાર સાથે અડીને આવેલું છે જેથી ઘૂસણખોરી માટે પણ બંગાળનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બંગાળમાં જ શા માટે ?
બંગાળ અગાઉથી જ ભૌગોલિક અને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. આ વાતને એક ઉદાહરણ થકી સમજવામાં આવે તો અંગ્રેજો જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બંગાળમાં જ કરી હતી. આ કંપની વેપાર માટે હતી અને જો કંપનીનો હેતુ ફક્ત વેપારનો હોય તો પછી કોઈ મોટા બંદર પાસે કંપનીની સ્થાપના કરવી જોઈએ જેથી સરળ પરિવહન મળી રહે પરંતુ અંગ્રેજોએ કંપનીની સ્થાપના બંગાળમાં કરી. તેની પાછળનું કારણ ક્યાંક એવું હતું કે, અંગ્રેજી પ્રજા સમજી ગઈ હતી કે, સમગ્ર ભારતને બાનમાં લેવું હોય તો બંગાળ તેનું એપિસેન્ટર છે.
વિસ્ફોટકનો જથ્થો બંગાળના પરિપેક્ષમાં ‘ચણા-મમરા’ સમાન!!
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વણથંભી રાજકીય હિંસા વચ્ચે બીરભૂમ જિલ્લામાંથી વિસ્ફોટકો ભરેલી ટ્રક પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.પોલીસને ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી ૫૫૦૦ જિલેટિન સ્ટિક અને ૨૩૦૦ ડિટોનેટર મળી આવ્યા હતા. પોલીસે હવે આટલા મોટા પાયે વિસ્ફોટકો ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરી છે. આ મામલામાં કોઈ કાવતરૂ રચાયુ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ જથ્થો અન્ય કોઈ રાજ્યમાંથી પકડાયો હોત તો ચોક્કસ મોટી ચિંતાનો વિષય બની ગયો હોય પરંતુ બંગાળમાં જો આ ઘટના બને તો તે ખૂબ જ સામાન્ય ગણી શકાય. બંગાળના પરિપેક્ષમાં આ જથ્થો ચણા-મમરા સમાન છે.