-
પૂ. રાકેશભાઇનું ‘સુખી જીવનના પાંચ મંત્રો- શિક્ષણનું અઘ્યાત્મ મંથન’વિષયે વકતવ્ય
-
સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન આયોજીત કાર્યક્રમ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ગુરુદેવ તથા હાસ્ય કલાકાર સાંઇરામ દવે સુખને ખોજતા લોકોને કરાવશે આનંદ: રજીસ્ટ્રેશન શ‚: સાંઇરામ દવે સાથે અગ્રણીઓ ‘અબતક’ના બન્યા મહેમાન
શું આપણફે ખરેખર સુખી છીએ? કે સુખ હોવાની ભ્રાંતિમાં છીએ…? સુખ અને આનંદ વચ્ચે શું ફર્ક છે…? શિક્ષણ અને કેળવણી વચ્ચે શું કર્ફ છે..? અઘ્યાત્મ વિનાનું શિક્ષણ અને કેળવણી વિનાનું જીવન આપણી આવનારી પેઢીને કઇ દિશામાં લઇ જઇ રહ્યું છે…? આવા અનેક પ્રશ્ર્નો દ્વારા આજના બાળકો યુવાનો અને વાલીઓના અઘ્યાત્મક મંથન માટે સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા રાજકોટ ખાતે સુખી જીવનના પાંચ મંત્રો-શિક્ષણનું અઘ્યાત્મ મંથન વિષય ઉપર પ.પૂ. ગુરુદેવ રાકેશાઇ, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર તથા સુપ્રસિઘ્ધ હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાંઇરામ દવે દ્વારા સચોટ અને ધારદાર વકતવ્ય રજુ કરવામાં આવશે. ૨૨ એપ્રિલના રોજ રાત્રે ૮ કલાકે બી.એ.પી.એસ. હોલ, અક્ષર મંદીર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનારા આ અવિસ્મરણીય ક્ષણના સમગ્ર પરિવાર સાથે સાક્ષી બનવા અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે.
રજીસ્ટ્રેશન માટે કલીક કરો www.sailamm ifoundation.com/gurudev
રજીસ્ટ્રેશન બાદ નચિકેતા સ્કુલીંગ, અંબીકા ટાઉનશીપ, રાજકોટ તથા ભણસાલી એન્ડ કું. એવરેસ્ટ બિલ્ડીંગ, ૭મો માળ, શાસ્ત્રી મેદાન સામે પરથી પાસ મેળવી શકાશે. રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવ્યા બાદ જ આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવી શકશો. પ્રવેશ નિ:શુલ્ક છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જ કેળવણીનો ક તથા છંદોત્સવ, માતૃભાષા ભાવિ, પરફુેકટ પેરેન્ટિગના અનોખો કાર્યક્રમો કર્યા છે. જેમાં જબરો પ્રતિસાદ સાંપડયો છે. ત્યારે ચેરમેન અમિત દવેએ સર્વે શહેરજનો કાર્યક્રમમાં ભાગ લેવા અનુરોધ કયો છે.વધુ માહીતી માટે મો.નં. ૭૬૦૦૬ ૪૬૪૬૪ અને ૯૩૨૭૫ ૬૬૭૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.
કાર્યક્રમની અવિસ્મરણીય બનાવવા સાંઇરામ દવે સાથે અગ્રણીઓ અબતકની મુલાકાતે પધાર્યા હતા.
શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરનું મહત્વનું કાર્ય
શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર એક વિશ્ર્વવ્યાપી અભિયાન છે, જે સાધકોના આઘ્યાત્મિક ઉત્થાન તેમજ સમાજકલ્યાણ અર્થે કાર્યરત છે. શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર એ મિશનનું આંતરરાષ્ટ્રીય મુખ્યમથક છે. તથા મિશનના ૧૦૮ સત્સંગ કેન્દ્રો, ૪૪ બુથ ગુ્રપ અને ર૪૪ ડિવાઇનટચ કેન્દ્રો છે. જેના દ્વારા બાળકોમાં જીવનમુલ્યોને સિંચન તથા તેમના સ્વવિકાસના વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેર એ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરનું એક સામાજીક અભિયાન છે કે મનુષ્યજાતિ, પ્રાણીજગત અને પર્યાવરણને શાતા અને સેવા પહોચાડવા પ્રયત્નશીલ છે. તેમની પ્રવૃત્તિઓમાં આરોગ્ય સેવા, શૈક્ષણીક સેવા, બાળ સેવા, મહિલા સેવા, આદિવાસી સેવા, સમાજ સેવા, માનવીય સેવા, સંકટસહાય સેવા, પ્રાણી સેવા તથા પર્યાવરણ સુરક્ષા સેવા જેદ દસ મુદાના કાર્યક્રમનો સમાવેશ થાય છે. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પોતાનું સત્ય સ્વરુપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કો. એ મિશન સ્ટેટમેન્ટને ચરિતાર્થ કરતા સાર્વભૌમિક ઉત્થાનમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે.