નિરવ મોદી આણી મંડળી (પત્ની-ભાઈ-મામા સાથે)તો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જ દેશમાંથી નવ દો ગ્યારા થઈ ગઈ હતી: બેંકની બેદરકારીમાં નવા નવા માલ્યાઓ ફૂટયા કરે છે
બેંકો શા માટે મોટા ડિફોલ્ટરોને ઓળખવામાં ‘થાપ’ ખાઈ જાય છે? દેશની ૧૩૩ વર્ષ જૂની સરકારી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલુ રૂ.૧૧૦૦૦ કરોડનું કૌભાંડ દેશનું સૌથી મોટું બેંકીંગ ડીસાસ્ટર કે વ્હાઈટવોશ છે. આનાથી વૈશ્ર્વિક સ્તરે પણ ભારતીય બેંકીંગ સીસ્ટમની છબી ખરડાઈ છે
સીબીઆઈની તપાસમાં જાણવા મળેલી વિગત મુજબ પીએનબીમાં કૌભાંડ આચરનાર ડાયમંડ જવેલરી વેપારી નિરવ મોદી આણી મંડળીતો ગત તા.૬ જાન્યુઆરીનાં રોજ જ દેશ છોડી ગઈ હતી તેની સાથે પત્ની અમિ, ભાઈ નિશાલ અને મામા મુકુલ ચોકસી પણ સામેલ છે.
છેલ્લે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વખતે નિરવ મોદી દાવોસ (સ્વિસ)માં હતો. અમિ અમેરીકન નાગરિક છે. એટલે તે અમેરીકામાં છે. નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. તેથી તે બ્રસેલ્સમાં હોવાની સંભાવના છે. ચોકસીની હજુ ભાળ મળી નથી.
જાણવા મળે છે કે પંજાબ નેશનલ બેંકમાં કેટલાક કૌભાંડ અધિકારીઓએ આર્થિક વ્યવહારો સીસ્ટમમાં ચડાવ્યા જ ન હતા અને આવું આજ કાલથી નહી પરંતુ ૨૦૧૧થી લોલંલોલ ચાલતુ હતુ તો શું બેંકો આવા અધિકારીઓ અને લોન ધારકોને ઓળખવામાં થાપ ખાઈ જાય છે?
૩૦ બેંકોએ એલસીયુના આધારે ધિરાણ આપ્યું હતુ પરંતુ વસુલી ન થતા હાલ ૧૧,૪૦૦ કરોડ રૂપિયાનો બોજો ઉભો થયો છે. નીરવ મોદી, માલ્યા સહિતના ધણા નામી, અનામી ચહેરાઓ બેંકને ધુંબા મારી પલાયન કરી રહ્યા છે. જેની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે.
બેંકોનાં એનપીએ રેશીયોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે બેંકીંગ પધ્ધતીની નબળાઈઓને રજૂ કરે છે. પીએનબીનાં ઈન્ટરનેશનલ બેંકીંગ ડીવીઝનના જીએને ૩૦ બેંકોનાં ચેરમેન, એમડીને પત્રો લખ્યા છે. આ પત્રોમાં અન્ય બેંકો પર બેદરકારી દાખવવાનો આરોપ મૂકાયો છે. નીરવ મોદીની ૫૧૦૦ કરોડની સંપતિ કબ્જે કરી ઈડીએ આગળની વધુ તપાસ તેજ કરી છે.
હાલ દેશનો સૌથી મોટો ૧૧,૪૦૦ કરોડ રૂપીયાનો બેંક કૌભાંડ કરી પ્રકાશમાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ ઈડીએ ગૂરૂવારે હીરા વેપારી નીરવ મોદીના ૨૩ ઠેકાણાઓ પર દરોડો પાડી ૫૧૦૦ કરોડ રૂપીયાની સંપતિ જપ્ત કરી હતી. જેમાં હીરા ઝવેરાત અને સોનું પણ સામેલ છે. આ પીએનબી કૌભાંડ દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ છે. આ પરથી પ્રશ્ર્નો મનમાં ઉઠે છે કે બેંકો શા માટે મોટા ડિફોલ્ટરોને ઓળખવામાં થાપ ખાય જાય છે?? શું આજની બેંકો ઉછીના નાણા રૂપે લોન આપતા પહેલા પૂરતી તપાસ કરવામાં કાચી છે?
૧૧૪૦૦ કરોડ રૂપીયાના પંજાબ નેશનલ બેંક પીએનબી કૌભાંડની હાલ તપાસ ચાલુ જ છે. જો કે, આટલી મોટી રકમની નુકશાની થતો અંતે પીએનબીને જ ભોગવવી પડે તેવી શકયતા છે. નીરવમોદીની કંપનીને ઓછામાં ઓછી અત્યારે નિરવ મોદી ચોકકસ કયા દેશમાં છે? કદાચ તે અમેરિકામાં છે કેમકે ત્યાં તેની પ્રોપર્ટી છે ઉપરાંત સાસરૂ પણ છે. પંજાબ નેશનલ બેંકે આ કૌભાંડને કેન્સર સમાન ગણાવ્યું અને કહ્યું કે તેની સર્જરી કર્યા વિના છૂટકો નથી. પરંતુ પૂર આવ્યા પહેલા જ પાળ બંધાય તો જ રક્ષણ મળે.