- 188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને લઈને ભારે આ રાજકતાના માહોલે ભારત સહિત સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે અમદાવાદ ખાતે ગૃહ મંત્રી અમિત શાહે બાંગ્લાદેશની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે હિન્દુઓની સંખ્યા 27% હતી અને હવે માત્ર 9 ટકા છે શા માટે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી માં સતત ઘટાડો થયો છે બાંગ્લાદેશમાં સતત પણે ઘટતી જતી હિન્દુઓની વસ્તીને લઈને અમિત શાહે ચિંતા વ્યક્ત કરી હતી. ધર્માંતરણની સાથે સાથે વિસ્થાપનના કારણે લઘુમતી સમુદાય ની વસ્તી સતત ઘટતી રહી અમિત સાહેસવાલ કર્યો હતો કે બાંગ્લાદેશની સૌથી મોટી લઘુમતી હિન્દુ સમાજ માં “બાકી ક્યાં ગયા? તેઓને કાં તો બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું અથવા ભારતમાં આશરો લીધો તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું તેઓને તેમના ધર્મ પ્રમાણે જીવવાનો અધિકાર નથી? જો તેઓ પાડોશી દેશમાં સન્માન સાથે જીવી ન શકે અને આશ્રય મેળવી શકે. ભારત બાંગ્લાદેશની સ્થિતિ માં મૂંગો બેસી નહીં રહે મોદી સરકાર બાંગ્લાદેશના હિન્દુ લઘુમતિઓને અવશ્યપણે ન્યાય અપાવશે અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાનથી આવેલા 188 હિંદુ શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકતા (સુધારા) અધિનિયમ (ઈઅઅ)નો હેતુ શરણાર્થીઓને અધિકારો અને ન્યાય આપવાનો છે અને મુસ્લિમ સમુદાયને ખાતરી આપી હતી કે કાયદો કોઈની નાગરિકતા રદ કરતો નથી, પરંતુ તે તેને આપવાનું સરળ બનાવે છે.
શાહે કોંગ્રેસની આગેવાની હેઠળની ભૂતકાળની સરકારોની તુષ્ટિકરણની રાજનીતિને કારણે શરણાર્થીઓની નાગરિકતામાં વિલંબ કરવાનો આરોપ લગાવી શાહે કહ્યું, “જે લોકોએ ભારતમાં આશરો લીધો હતો તેઓને 1947 થી 2014 સુધી નાગરિકતા નકારી દેવામાં આવી હતી.” “તેઓ
(શરણાર્થીઓ) ને માત્ર હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ હોવાના કારણે પડોશી દેશોમાં જ ત્રાસ આપવામાં આવ્યો ન હતો, પરંતુ આપણા દેશમાં પણ લાખો અને કરોડો લોકો ત્રણ પેઢીઓથી ન્યાય માટે ઝંખતા રહ્યા હતા.”
તેમણે કહ્યું કે ભૂતકાળમાં ઘૂસણખોરોને ગેરકાયદેસર રીતે નાગરિક બનાવવામાં આવ્યા હતા, પરંતુ જે લોકોએ કાયદાનું પાલન કર્યું હતું અને નાગરિકતા માટે અરજી કરી હતી તેમને નકારવામાં આવ્યા હતા. “આ મંચ પરથી હું ભૂતકાળની સરકારો ચલાવનારાઓને પૂછવા માંગુ છું કે લોકોનો શું વાંક હતો, જેઓ પોતાની બહેનો અને દીકરીઓ અને તેમની સંપત્તિઓને બચાવવા અહીં આવ્યા હતા કે તેઓ આ દેશના નાગરિક ન બની શક્યા?”
તેનાથી વિપરીત, શાહે વચનો અને સુધારાઓ પર કામ કરવા માટે પીએમ મોદીની સરકારની પ્રશંસા કરી. તેમણે કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાકનો અંત અને નાગરિકતા કાયદામાં સુધારાને પીએમ મોદીના નેતૃત્વમાં મુખ્ય સિદ્ધિઓ ગણાવી હતી
” સી એ એ પસાર થયા પછી, પણ દરેકને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે આનાથી મુસ્લિમો સાથે અન્યાય થશે અને તેઓ તેમની નાગરિકતા ગુમાવશે. આજે, હું મુસ્લિમ સમુદાયને ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કાયદામાં લેવાની કોઈ જોગવાઈ નથી. કોઈપણની નાગરિકતા દૂર કરો આ કાયદો નાગરિકતા આપવાનું કામ કરે છે.
તેમણે ભારતભરના શરણાર્થીઓને ડર્યા વિના નાગરિકતા માટે અરજી કરવા વિનંતી કરી, તેમને ખાતરી આપી કે આ પ્રક્રિયા તેમની નોકરીઓ અથવા મિલકતોને અસર કરશે નહીં અને તેને પૂર્વવર્તી અસરથી આપવામાં આવશે. “કાયદામાં ફોજદારી કેસો માટે કોઈ જોગવાઈ નથી. દરેકને માફ કરવામાં આવે છે કારણ કે વિલંબ સરકારને કારણે હતો, તમારે નહીં,” અમિત શાહ હે કાયદાના સુધારામાં કોઈને અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી હતી અને બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં વસતા લઘુમતી સમુદાયના હક માટે સતત ચિંતા કરી રહ્યું છે
- સૌરાષ્ટ્ર-કચ્છના 65 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા
- સીએએનો કાયદો કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં નાગરિકતા આપવા માટેનો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ]
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર આપવામાં આવ્યા હતા. અમદાવાદના 90, મોરબીના 36, સુરેન્દ્રનગરના 20, પાટણના 18, મહેસાણાના 10, રાજકોટના 6, કચ્છના 3, વડોદરાના 3, આણંદના 2, એમ કુલ 188 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે અંતરનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, હવે આ તમામ લોકો ભારતના નાગરિક ગણાશે, ગર્વભેર જીવન જીવી શકશે. આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભૂતકાળમાં થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતા અમિતભાઈ શાહે જણાવ્યું કે, 1947થી 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પ્રતાડિત થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા. પરંતુ નરેન્દ્રભાઇએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ ધર્મના આધાર પર ભારતનું વિભાજન થયા બાદ પાડોશી દેશના લઘુમતી સમુદાયો પર અનેક પ્રકારના ઝૂલ્મ ગુજારવામાં આવ્યા. કેટલાકે પરિવાર ગુમાવ્યા તો કેટલાકે જીવનભરની મહેનતથી બનાવેલી સંપત્તિ ગુમાવી. પરંતુ તેમને ન્યાય ન મળ્યો. આખરે દાયકાઓથી અધૂરૂં રહેલું કાર્ય નરેન્દ્રભાઈએ પૂર્ણ કર્યું, એમ તેમણે ઉમેર્યું હતું.
અમિત શાહે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓના વિકાસને લક્ષ્ય બનાવી કેન્દ્ર સરકાર કામગીરી કરી છે. બીજી તરફ ભવ્ય રામમંદિર, કાશી વિશ્ર્વનાથ કોરિડોર અને શક્તિપીઠ પાવાગઢની કાયાપલટ કરી સરકારે વિરાસતની જાળવણી પણ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ ખાતે યોજાયેલા નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 188 જેટલા નિરાશ્રિતોને નાગરિકતા આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શક્ય બન્યું છે.
તેમણે ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, અમિતભાઈ શાહે આતંકવાદ અને નક્સલવાદનો મજબૂતીથી ખાત્મો કરી દેશને સુરક્ષિત કર્યો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિતભાઈ શાહે સીએએ તથા વર્ષો જૂના કાયદામાં બદલાવ લાવી વિકસિત ભારતની સંકલ્પનામાં ફાળો આપ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણો ભારત દેશની સનાતન હિંદુ સંસ્કૃતિ ભાઈચારો અને વસુધૈવ કુટુમ્બકમ માનનારો દેશ છે. અને જી -20 જેવાં આયોજનો તેની સાક્ષી પૂરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, દેશ 1947માં આઝાદ થયો તે પહેલા ધર્મ અને જાતિમાં વિભાજિત હતો. પણ જયારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે સ્વરાજ અપાવ્યું ત્યારે પૂજ્ય બાપુએ કહેલું કે, વિદેશમાં વસતા વિવિધ ધર્મના લોકોને ભારતમાં આવવું હોય તો સ્વાગત છે, દાયકાઓ બાદ આજે ગુજરાતના બે પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય બાપુના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કર્યો છે, તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવભેર ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્ર્વસનીય અને મજબૂત દેશ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થયો છે. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે ઓપરેશન ગંગા કે પછી ઓપરેશન અજય જેવા અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયા છે.