સામાન્ય બાબતમાં છરીથી ઇજા કરાઈ
માળીયા તાલુકાના બેંગ વાંઢ વિસ્તારમાં રોડની સાઈડમાં ઉભેલા બે છોકરાઓને એક ઇસમે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મીયાણાના અંજીયાસર ગામ જવાના રસ્તે, શહેનશાહવલી પીરની દરગાહના પાટીયા પાસે, બેંગ વાંઢ, નજીક સીદ્દીકભાઇ હબીબભાઇ જેડા ઉ.વ ૪૫ વાળાએ આરોપી અમીન હસણભાઇ મોવર રહે અંજીયાસર ભગડીયા વાંઢ વિસ્તાર તા. માળીયા વાળાએ તેમના છોકરા ઓ રોડ પર સાઇડ મા ઉભા હતા ત્યારે આરોપી એ કહેલ કે અહી કેમ ઉભા છો તેમ કહી આરોપી એ બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુ મારી છરી વતી બન્ને છોકરા ઓને વાસાના ભાગે તેમજ ફરીયાદી ને હાથમા ઇજા કરી હતી.
આ મામલે પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરવા મામલે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.