ડિજિટલ માધ્યમોને વધુ સરળ અને મજબૂતબનાવવા સ્થાનિક ભાષાનો ઉપયોગ કરાશે

૨૧મી સદીના પહેલા દસકાથી જ મનુષ્યો કીઅને કોડ દ્વારા કોમ્પ્યુટર સાથે જોડાયેલા રહ્યાં હતા પરંતુ ટેકનોલોજી અને વાયરલેસનેટવર્ક આવતા ડિજીટલ યુગમાં સતત અપગ્રેશન આવતું રહ્યું છે. આજે ડિજીટલ આસીસ્ટન્ટએવું આવ્યું છે કે જે વોઈસ કમાન્ડ દ્વારા પણ તમારા કમાન્ડને ફોલોઅપ આપે છે.

પરંતુ વિશ્વભરમાં ડિજીટલ ડેટા માટેની અંગ્રેજી ભાષા જ કાર્યરત હતી. જેને હવે લોકલભાષામાં પણ ક્ધવર્ટ કરતા ડિજીટલ આસીસ્ટન્ટ તમને તમારી જ ગુજરાતી ભાષામાં કેમ છો એમકહી તમારી ખબર પુછશે.

ડિજીટલ યુગમાં સતત અપગ્રેશન અને નવી ટેકનોલોજીએ સ્થાન બનાવ્યું છે. જેમાં ભારતીય લોકો ડિજીટલ ડેટા માટે સૌથી વધુ કાર્યરત છે. ભારત ડિજીટલ ડેટા માટેનું સૌથી વિશાળ માર્કેટ ધરાવે છે. માટે વિશ્વભરના ડિજીટલ ડેટાની કંપનીઓ અંગ્રેજી ભાષાને ભારતીય ભાષામાં ક્ધવર્ટ કરીનેલોકોની સરળતા વધારવાની સાથે પોતાનો વેપાર બમણો કરવા માંગે છે.

હાલ જે ડિજીટલ યુગછે તેનું ભવિષ્ય અલગ રહેશે કારણ કે, યુરોપિયન રાષ્ટ્રોએ અત્યારથી જસીએલઈએફ જેવી એજન્સીઓ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેનેથી વેબમાં સર્ચપ્રોસેસ ઝડપી અને આધુનિક બનશે. ડિજીટલ વેબને ભારતીય ભાષાના જાણકાર બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ ચાલી રહી હતી. ત્યારે લોકોની માતૃભાષાને મશીન સમજી શકેતેના માટે નિષ્ણાંતો કાર્યરત છે.

નિષ્ણાંતોએ નોંધ્યું હતું કે, અંગ્રેજી ભાષામાં અપલોડ કરવામાં આવતું કન્ટેન્ટ ૫ ટકાની ઝડપથી વધી રહ્યું હતું પરંતુ જો તેને લોકોની સામાન્ય ભાષામાં ફેરવવામાં આવે તો તેની ગ્રોથરેટ ૧૩ ટકા રહીહતી માટે વેબ અને ડિજીટલ દુનિયાનું ભવિષ્ય ભાષા નિર્ધારીત થાય તેવી શકયતા છે.

ગુગલજેવી સોશ્યલ મીડિયા જાયન્ટ કંપનીઓએ ઈન્ટરનેટ અને નેટવર્ક માધ્યમો માટે ભારતીયભાષાઓને પ્રાધાન્યતા આપી છે માટે તેણે ગુગલ ટ્રાન્સલેટ જેવા વિકલ્પો બહાર પાડતાભારતમાં મોટા ભાગના સ્માર્ટફોન યુઝર્સ પોતાની સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટ વપરાશનો આનંદમાણે છે જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.