કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લાા બે વર્ષ દરમ્યાન પસાર કરવામાં આવેલ કાયદા મુજબ ગ્રાહકને જે ગુણવતાના દાગીના છે તેની ગુણવતા દર્શાવતા હોલમાર્કવાળા જ દાગીના જવેલર્સ દ્વારા વેચાણ થઇ શકે તે પ્રકારનો કાયદો લાગુ પાડવામાં આવેલ છે. આ કાયદો 1પ જુન, 2021થી સમગ્ર રાષ્ટ્રમાં અમલમાં આવનાર છે. ત્યારે આ કાયદા હેઠળ માત્ર 18, 20 અને રર કેરેટના જ સોનાના દાગીના બજારમાં વેચાણ કરી શકાશે.
હવે ગ્રાહકને કદાચ ઓછી ગુણવતાના સોનાના દાગીના વ્યાજબી ભાવે ખરીદવાના હોય તો પણ તેવા દાગીના બનાવીને બજારમાં જવેલર્સ મારફત વેચાણ થતુ ન હોવાથી ગ્રાહકને મળી શકશે નહી. જે ગ્રાહકને પોતાની પસંદગીના દાગીના ખરીદવાના બંધારણીય અધિકાર પર આ કાયદા દ્વારા તરાપ લાગવાથી અન્યાય થશે. અને જવેલર્સ જ્યારે દાગીના બનાવતા હોય ત્યારે તેની મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં કયાંક પણ જરા પણ ભુલ રહે તો ઓછા વતા કેરેટના દાગીના બને તો તેને હોલમાર્ક યોજના હેઠળ હોલમાર્ક લાગી શકે નહી અને તેવા દાગીનાને ફરી ઓગાળવાની પ્રક્રિયા કરી સુધારણા કરવાની રહે.
તેથી આવી ફરી કરવાની પ્રક્રિયાને કારણે દાગીનાની કિંમતમાં (ઘડામણની મજુરીમાં) વધારો થાય તેથી બજારમાં તેવા દાગીના પણ મોંઘા પડે. તેથી ખરીદનારની પસંદગી પૂર્ણ થાય નહી. તેવી સ્થિતિ આ કાયદાથી ઉપસ્થિત થનાર છે. ત્યારે ક્ધઝ્યુમર પ્રોટેકશનના ઉદ્દેશથી ક્ધઝ્યુમર પ્રોકટેશન વિભાગ દ્વારા આ પ્રકારનો કાયદો અમલમાં મુકવો વ્યાજબી નથી. આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાયદાને તાત્કાલીક અમલથી લાગુ ન પાડવા અને આ કાયદામાં જરૂરી સંશોધન કરવા સુચન કરતા જણાવેલ છે કે, જવેલરી ઉત્પાદક દ્વારા ઉત્પાદીત કરવામાં આવેલ દાગીના પર પરીક્ષણ કરી હોલમાર્ક સેન્ટર દ્વારા દાગીનાની શુધ્ધતા જે ગુણાંકની હોય તે ગુણાંક દાગીના પર માર્કીગ કરી સોનાની શુધ્ધતા દર્શાવવામાં આવે તો ગ્રાહક છેતરાશે નહી કે ઉત્પાદક ગ્રાહકોને છેતરી શકશે નહી. અને ગ્રાહકને પસંદગીની શુધ્ધતાના દાગીના બજારમાં મળી રહેશે. આમ આ કાયદામાં સુધારો કરવામાં આવે તો કાયદાનો મુળભુત હેતુ પણ જળવાશે અને ઉત્પાદકોને પણ ઉત્પાદન કરવામાં સરળતા રહેશે. તેમજ મેકીંગ ચાર્જમાં પણ વધારો થશે નહી. તેમજ ગ્રાહકનો બંધારણીય અધિકાર પણ જાળવી શકાશે. આમ કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા મંત્રી પીયુષ ગોયલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.
આ કાયદાને લાગુ પાડવાની સમય મર્યાદા વધારી હાલમાં 15 જુનની તારીખ આપેલ છે એટલે કે, માત્ર 15 દિવસનો વધારો કરવામાં આવેલ છે. જયારે આ કાયદા અંતર્ગત દાગીનાનું ટેસ્ટીંગ તથા હોલમાર્કીગ કરવા માટે સમગ્ર રાષ્ટ્રમાં માત્ર 783 સેન્ટારો આવેલા છે. જયારે રાષ્ટ્રમાં જવેલરી મેન્યુફેક્ચરીંગ કરતા જવેલર્સની કુલ સંખ્યા અંદાજીત 85 થી 90 હજારની રહેલ છે. તેમજ આ મેન્યુફેકચરર્સ દ્વારા અંદાજીત 600 ટન ગોલ્ડના દાગીના દર વર્ષે બનાવવામાં આવે છે. ત્યારે આ મર્યાદીત હોલમાર્ક સેન્ટર આ દાગીના પર શુધ્ધીતા ચકાસણી કરી હોલમાર્ક લગાડી શકે તેવી ખુબ ઓછી શકયતા રહેલી છે.
હાલમાં પણ હોલમાર્ક સેન્ટરો પાસે હોલમાર્ક લગાવવા ઘણા જ દાગીનાઓ પડતર પડેલ છે. તેથી આ કાયદાનો સંપૂર્ણપણે અમલ થતા મેન્યુફેકચરીંગ કરેલ દાગીનાઓને સરકાર કે સરકાર દ્વારા નિયુક્ત કરેલ હોલમાર્ક સેન્ટરો દાગીનાની શુધ્ધતા તપાસી હોલમાર્ક લગાવી શકે તેવી શકયતાઓ ઓછી હોવાને કારણે મેન્યુફેકચરર્સ, ડિલર અને ગ્રાહકને મુશ્કેલીમાં વધારો થશે. જે કાયદાના મુળભુત ઉદ્દેશથી વિરૂધ્ધની પ્રક્રિયા થશે જેથી ગ્રાહક, ડિલર તથા મેન્યુલફેકચર્સ મુશ્કેલીમાં મુકાશે જેને કારણે આ વેપારના અર્થતંત્રને ઘણી જ નકારત્મક અસર થશે. તેથી સરકારે આ કાયદાના અમલ અંગે ઉતાવળ ન કરતા લાગતા-વળગતા સર્વે સાથે મિટીંગ કરી સરળતાપૂર્વક આ કાયદાનો અમલ થાય તેવા સંશોધનો કરવા ગ્રેટર ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.