તમે હવાઈ મુસાફરી દરમિયાન એર હોસ્ટેટ્સ, ફ્લાઈટ એટેન્ડન્ટ્સ કે કેબિન ક્રુ તરીકે હમેંશા યુવતીઓને જ જોઈ હશે. આ જોઈ ઘણા મુસાફરોને મગજમાં લાઈટ પણ જબુકી હશે કે શા માટે મહિલાઓ જ એર હોસ્ટેટ્સ, ફ્લાઈટ એટેન્ડન્ટ્સ કે કેબિન ક્રુ જોવા મળે છે. પુરુષો કેમ નહિ ?
તે એક સામાન્ય નિરીક્ષણ છે કે મોટાભાગની ફ્લાઇટ એટેન્ડન્ટ્સ, કેબીન ક્રૂ તરીકે મહિલાઓ જ હોય છે. હકીકતમાં, આ માટે એરલાઇન્સ દ્વારા જ મહિલા ઉમેદવારોને ફ્લાઇટ એટેન્ડન્ટસ તરીકે પસંદ કરવામાં આવે છે. વળી, કેટલીક એરલાઇન્સ પુરૂષ અરજદારોને ક્યારેય ન રાખવાના નિયમો છે. પરંતુ આવું શા માટે ? આમ જોઈએ તો આ નોકરીને લિંગ-ભેદભાવપૂર્ણ વાળી ગણી શકાય. આ પાછળના કારણોની ચર્ચા કરીએ તો ઘણાં પરિબળો જવાબદાર છે. જે નીચે મુજબ છે.
- અન્ય નોકરીઓની તુલનામાં, એર હોસ્ટેટ્સ, ફ્લાઈટ એટેન્ડન્ટ્સ કે કેબિન ક્રૂનો ભાગ બનવું એ વધુ આકર્ષક વ્યવસાય છે. જે મહિલાઓ તેમની શૈલી અને લાવણ્યને કારણે વધુ સારી રીતે નિભાવી શકે છે. (કારણ કે પુરુષોને ઓછા મોહક માનવામાં આવે છે).
- આ ક્ષેત્રે મહિલા અરજદારોને સમર્થન આપવાનું અન્ય કારણ એ છે કે એર હોસ્ટેટ્સ, ફ્લાઈટ એટેન્ડન્ટ્સ કે કેબીન ક્રુએ જે નોકરી કરવાની છે તે સૌમ્ય અને મહેમાનગતિ વિશે છે જેને સારામાં સારી રીતે સ્ત્રીઓ જ નિભાવી શકે છે.
- એવું માનવામાં આવે છે કે મુસાફરી કરતા લોકો પુરુષો કરતાં સ્ત્રીઓ પ્રત્યે વધુ ધ્યાન આપે છે અને તેમને વધુ સારી રીતે સાંભળે પણ છે. અને હવાઈ મુસાફરી દરમિયાન લોકોને જરૂરી સૂચનાઓ અને સલામતી દિશાનિર્દેશોનું પાલન કરાવવા માટે આ ઉપયોગી છે.
- મુસાફરોને અસરકારક રીતે સીધા અથવા આડકતરી રીતે સંચાલિત કરવા માટે ઉત્તમ મેનેજરિયલ કુશળતા હોવી જરૂરી છે. અને સ્ત્રીઓ સારી શ્રોતાઓ પણ હોવાથી, આ હેતુ માટે તેમને સરળતાથી તાલીમ આપી શકાય છે. આ હેતુસર મહિલાઓને વધુ તક આપવામાં આવે છે.
- આ એક કારણ જાણી કદાચ તમને વધુ નવાઈ લાગશે પણ તે હક્કીક્ત જ છે. સ્ત્રીઓ સામાન્ય રીતે પુરુષો કરતાં ઓછું વજન ધરાવે છે અને ઓછી વજનવાળા કેબિન ક્રૂ રાખવાથી વિમાનમાં ઉડાન દરમિયાન બળતણની બચત કરવામાં પણ મદદ મળે છે.
ઉપર મુજબના કારણોસર એર હોસ્ટેટ્સ, કેબીન ક્રૂ તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવે છે પરંતુ આ માટે અમુક પણ ઘણી ઓછી એવી પણ એરલાઈન છે જે પુરુષોને પણ આ માટે તક આપે છે.
- અપવાદો
ગ્રાઉન્ડ સ્ટાફ, રેમ્પ સેવા જેવી અન્ય એરલાઇન્સ સામાન્ય રીતે પુરુષ કર્મચારીઓને પણ આ ક્ષેત્રે રોજગારી આપે છે. આ એરલાઈન્સ જણાવે છે કે એર હોસ્ટેટ્સ, કેબીન ક્રૂની ફરજો માટે શારીરિક કસરતો પણ વધુ બની જતી હોય છે અને આ શારીરિક કામ કરવાની વધુ શક્તિ પુરુષોમાં હોય છે આથી અમે પુરુષોને પણ આ માટે તક આપીએ છીએ.