ગોંડલની સિવિલ હોસ્પિટલમાં નોમઁલ દર્દીઓ ને જરુરીયાત મુજબ દાખલ કરાતાં નાં હોય મજબુર દર્દીઓ ને કાંતો ખાનગી હોસ્પિટલો માં મોંઘાદાટ ખર્ચા સાથે સારવાર લેવી પડે છે અથવાં રાજકોટ દોડવું પડે છે.સિવિલ હોસ્પિટલમાં માત્ર કોવીડ પેશન્ટોને જ દાખલ કરવાં નો કલેકટર નો આદેશ હોય અન્ય નોમઁલ બિમારી થી પિડાતા દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.
ભગવતપરા માં રહેતા અને મજુરી કામ કરતાં પ્રવિણભાઇ નાથાભાઇ ગેડીયા નાં પત્ની અંજનાબેન ને ગત રાતે ઝાડા ઉલ્ટી થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતાં.જયાં અંજનાબેન ને દવા અપાયા બાદ ઘરે પરત ફર્યા હતાં.પરંતું પરિસ્થિતિ જેમની તેમ રહેતાં સવારે નવ કલાકે ફરી હોસ્પિટલ લવાયાં હતાં.જ્યાં અંજનાબેન નાં પતિ પ્રવિણભાઇ એ હોસ્પિટલમાં દાખલ કરવાં વિનંતિ કરતાં ફરજ પર નાં તબીબે દાખલ કરવાં ઉપર થી મનાઇ હોવાનું જણાવ્યું હતું.ઘરે ચાર માસ ની દિકરી હોય રાજકોટ જવું પોસાય તેમ નાં હોય તથાં ગરીબ પરિસ્થિતિ ને કારણે પ્રાઇવેટ હોસ્પિટલ ની સારવાર મોંઘી પડતી હોય પ્રવિણભાઇ એ હોસ્પિટલમાં આજીજી કરી હતી પણ નિયમો ની જડતા ને કારણે અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
આ અંગે હોસ્પિટલ નાં અધિક્ષક ડો.વાણવી એ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર કોવીડ પેશન્ટોને જ દાખલ કરવાં નો કલેકટર નો આદેશ છે.હાલ માત્ર એક જ પેશન્ટ દાખલ હોવાં છતાં અમે નિયમો ને આધીન નોમઁલ પેશન્ટ દાખલ કરી શકતાં નથી. બીજી બાજું હાલ ગોંડલ માં કોરોના શાંત પડયો છે. સિવિલ હોસ્પિટલ સહીત ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલીખમ્મ છે.ત્યાંરે મધ્યમવર્ગીય અને ગરીબ લોકો માટે સિવિલ હોસ્પિટલ માં કલેકટર દ્વારા નિયમો માં ફેરફાર કરાય તેવી માંગ ઉઠવાં પામી છે.