ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવ્યા બાદ ભારતીય આઈટી નિષ્ણાંતો માટે એચ-૧બી વિઝા મેળવવા અઘરા બન્યાં: યુ.કે.માં પણ પરિસ્થિતિ મુશ્કેલ
અમેરિકાએ એચ-૧બી વીઝા મેળવવાની માટેની કામગીરી ખૂબજ કડક બનાવી દીધી છે. અમેરિકાની સાો સા વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ભારતીય ટેક નિષ્ણાંતોની રોજગારી ઉપર જોખમ ઉભુ થયું છે. વિકસીત દેશો ભારતીય કામદારો માટે દોઝખ સમાન બની રહ્યાં છે. અત્યાર સુધી અમેરિકા સહિતના વિકસીત દેશોમાં ભારતીય આઈટી કંપનીઓની બોલબાલા હતી પરંતુ ટ્રમ્પ પાસે સત્તા આવ્યા બાદ અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ભારતના કામદારોને ફટકો પડી રહ્યો છે.
ટ્રમ્પ સરકારના વિઝા રજૂ કરવાના નિયમોમાં આકરા પગલાની વચ્ચે અમેરિકન ઈમીગ્રેશન ઓફિસરે એચ-૧બી વિઝા માટે અરજી લેવાનું શરૂ કર્યું છે. આ અરજી વર્ષ ૨૦૧૯ માટેની છે. બીજી તરફ ટ્રમ્પ વહીવટી તંત્રએ એચ-૧બી વિઝા ધારકોના જીવનસાીના કામ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ વિઝા પ્રાપ્ત કરવા હવે ખૂબજ અઘરા છે. એચ-૧બી વિઝા ધારકોના જીવનસાીને એચ-૪ વિઝા અપાયા છે. આ વિઝા ધારક પોતાનો બિઝનેશ નહીં કરી શકે કે કામ પણ નહીં કરી શકે.
આજી એચ-૧બી વિઝા માટેની અરજી શરૂ થઈ ગઈ છે. જેમની અરજી મંજૂર થઈ જશે તેઓને ઓકટોમ્બર મહિનાી અમેરિકામાં આ વિઝા હેઠળ કામ કરવાની છૂટ મળશે. વિઝાની અવધી ૩ વર્ષની રહેશે. તાજેતરમાં વિઝાના નિયમો મુશ્કેલ બનતા વર્ષ દરમિયાન માત્ર ૬૫,૦૦૦ વિઝા જ ફાળવવામાં આવી રહ્યાં છે. ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝા મામલે નિયમો મુશ્કેલ બનાવ્યા છે.
ટ્રમ્પનું શાસન આવ્યા બાદ અમેરિકામાં વિઝાની પ્રોસેસ મુશ્કેલ બનાવાય છે. અમેરિકન નાગરિકોને વધુને વધુ રોજગારી મળે તેવો હેતુ ટ્રમ્પનો છે. જેના ભાગરૂપે ઈમીગ્રેટશ વિઝા આપવાના નિયમો અઘરા બનાવાયા છે. આગામી સમયમાં ભારતીય ટેકનોલોજી નિષ્ણાંતોને અમેરિકામાં કામ કરવું ખૂબજ મુશ્કેલ બની જશે. હાલ આવી હાલત માત્ર અમેરિકામાં છે. જો કે, અન્ય દેશોમાં પણ ભારતીય આઈટી નિષ્ણાંતોને કામ કરવામાં મુશ્કેલી પડે તેવી ભીતિ ઉભી થઈ છે.
યુ.કે. દ્વારા પણ ઈમીગ્રેશનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૦૧૬ના નવેમ્બર માસમાં યુ.કે. દ્વારા વિઝાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ૧૦૦૦ી વધુ તબીબો, એન્જીનીયરો અને આઈટી પ્રોફેશનલોએ કોઈ કારણો વગર અરજીઓ ફગાવાઈ દેવાતા વિરોધ નોંધાવ્યો હતો. યુ.કે.માં બ્રેકઝીટ યા બાદ આઈટી પ્રોફેશનલ સહિતનાઓ માટે વિઝા મેળવવા મુશ્કેલ બની ગયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,