કોઈ પણ સાધના કરવામાં અત્યંત એકાંત વાસની જરૂર પડે છે. મેદાની વિસ્તારોમાં આવ્યવસ્થાન નથી હોતી.જયારે પહાડી વિસ્તારોમાં લોકોની સંખ્યા ખુબજ ઓછી હોય છે.એટલા માટે ભાગવાનની સાધના કરવા માટે અહીં સારી સુવિધા હોય છે.પહાડ પિરામિડ આકારના હોવાથી ઉર્જાનો પ્રવાહ વધુ જોવા મળે છે. એટલે અહિ સાધનામાં સરળતાથી સફળતા મળે છે. જે સ્થળે સાધના સિધ્ધ થાય છે. તેજ જગ્યાને મંદિરની જેમ પૂજવામાં આવે છે.
ઊંચા પહાડોમાં અનેક સિધ્ધીઓ વાસ કરે છે. જેનો સંબંધ એસ્થાનપર પડે છે. આમપણ કહેવાય છે કે જયાં ભકત હોય ત્યાં ભગવાન પણ વાસ કરે છે. જેમકે કેદારનાથ સર્ંપૂણ રીતે સિધ્ધ સ્થળ છે. જયાં નર-નારાયણે તપસ્યા કરી હતી અને તેજ સ્થળે મંદિરની સ્થાપના થઈ.પ્રકુતિની નજીક અને લોકોથી દુર હોવાને કારણે પહાડ પર કૃદરતી સફાઈ રહે છે.અને પ્રકુતિની નજીક રહી શકાય છે.
શરૂ આતથી જ પહાડોને દેવતાઓનું ભ્રમણ સ્થળ માનવામાં આવે છે. અને દેવતાઓનો પહાડોમા સુક્ષ્મવાસ પણ થાય છે.જેને કારણે ઘણી પર્વત શ્રુંખલાઓ વંદનીય છે.
પહાડો પર રહેતા લોકોનું સ્વાસ્થ્ય,મેદાની વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યથી વધારે મજબુત હોય છે.તેથી એજ કારણે આવા સ્થળોએ આધ્યાત્મિકતાનો વિકાસ ઝડપથી થાય છે.મેદાની વિસ્તારોમાં વાતાવરણ જલ્દી બદલાય છે, પરંતુ મોટાભાગના પહાડી વિસ્તારોમાં હવામાન એક સરખુ જોવા મળે છે.આપણે આપણા રાજયકે સૌરાષ્ટ્રમાં પાવાગઢ,ચોટીલા,ગીરનાર અંબાજી જેવા પહાડો ઉપર ભવ્ય મંદિરો આવેલા છે.