‘સો ગુનેગાર ભલે નિર્દોષ છુંટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ’ ભારતના ન્યાયના આ અભિગમ એજ સંવિધાન અને ન્યાય પ્રણાલીને વિશ્ર્વમાં આદર્શ ગરિમા અપાવી છે
વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતનું સંવિધાન કાયદા અને ન્યાયતંત્ર ને વૈશ્વિક ધોરણે સામાજિક અને ન્યાયની દ્રષ્ટિએ ખૂબ જ આદર્શ માનવામાં આવે છે,ભારતનું ન્યાયતંત્ર એક આગવા સિદ્ધાંત સાથે કાર્યરત છે જેમાં સ્પષ્ટ પડે એવી તકેદારી રાખવામાં આવી છે કે “સો દોષિત ભલે નિર્દોષ છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ”ભારતીય ન્યાય સંહિતાના આ માનવતાના અભિગમ થી કાનૂની કાર્યવાહી મા ધીમી ગતિ રહે છે સાથે સાથે કાયદા અંગે ના માનવતાના અભિગમ પર સામાજિક વિશ્વાસની એક એવી કહેવત પણ છે કે જેમાં કાયદાના હાથ લાંબા છે,, દેર છે પણ અંધેર નથી, જેવી કહેવતો આપણા ન્યાયતંત્ર ની વિશ્વસનીયતા આ અંગે સમાજને સતત જાગૃત કરતું રહે છે.
કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદો આપ્યો હતો જેમાં વાહન અકસ્માતમાં જમાઈ ની વળતરની રકમ સાસુને આપવાનું આદેશ કર્યો હતો આપણા કાયદાઓ નું નિર્માણ સજા માટે નહીં પરંતુ પરોપકાર માટે થયું છે, ભારતીય કાયદા અને દંડ સંહિતામાં સજાને બદલે નાગરિકોના મૂળભૂત અધિકારો અને સામાજિક સુરક્ષા નો વિશ્વાસ ભૂલ થાય તેવો અભિગમ રાખવામાં આવ્યું છે એકતા માનવતા નો સિદ્ધાંત કુદરતી ન્યાય અને દરેક વ્યક્તિના અધિકાર આપણા સવિધાન ના દરેક કાયદાઓ સારા માટે જ સર્જાયા છે કાયદાનો હેતુ સમાજમાં દંડનો ભય નહીં પરંતુ ન્યાય નો વિશ્વાસ હોવો જોઈએ અહીં ઘણા એવા પ્રશ્નો પણ થાય છે કે કાયદા શા માટે બને છે?
તેનાથી નાગરિકોને શું ફાયદો? નાગરિકોને ફાયદો જ કરે છે? તો તેનો જવાબ હંમેશા “હા’ માં જ આવશે પરંતુ આ જ પ્રશ્ન બીજી રીતે પૂછવામાં આવે તો કાયદો સજા માટે છે તો તેનો જવાબ ના માં જ આવશે? સંવિધાન અને દંડ સંહિતાની આજ એક લાક્ષણિકતા આદર્શ છે વર્ષો પહેલા નાની પાલખીવાલા એ શિં અંગે પોતાનો મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે કાયદા સજા માટે છે કે પરોપકાર માટે ખરેખર આપણા કાયદા માત્ર સજાના હથિયાર તરીકે નથી વાપરવાના પરંતુ આ કાયદા થી સમાજને અને ન્યાય મેળવવા ઇચ્છતા લોકોને ફાયદારૂપ થવું જોઈએ લોકતંત્રમાં કાયદા ને સજા આપવાના શસ્ત્ર તરીકે વાપરવા ના બદલે સામાજિક ભલાઈ માટે તેનો ઉપયોગ થવો જોઇએ કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને લોકતંત્ર અને મૂલ્યનિષ્ઠ બનાવવા માટે ન્યાય સંવિધાનના અભિગમમાં જે માનવતા અને પરોપકાર રહ્યું છે તેનાથી જ ભારતનું સંવિધાન અને કાયદો અત્યારે વિશ્વમાં સન્માનનીય બની રહ્યું છે.