મારી તમારી અને સૌની વાત
ગુજરાતી નવુ વર્ષ દિવાળી બાદ આવે છે તો અંગ્રેજી મહિના પ્રમાણે આજથી નવલા વર્ષનો પ્રારંભ થાય છે. ગત રાત્રી થર્ટી ફસ્ટની ઉજવણી વિશ્ર્વભરમાં થાય છે, રાત્રીનાં 12 ટકોરે 2023ને બાય બાય સાથે નવલા વર્ષે 2024ને વેલક્મની સાથે ડાન્સ પાર્ટીનો થનગનાટ યુવા વર્ગમાં અનેરો જોવા મળ્યો હતો. નવા વર્ષે બધુજ નવું જ હોય તે પ્રમાણે વસ્ત્રો સાથે ઘણા લોકો પોતાની કુટેવ સુધારવા કે કંઈક સારૂ કરવાનો સંકલ્પ કરતાં હોય છે. આ આપણી સંકલ્પ યાત્રાની મારી, તમારી અને સૌની વાત છે. સંકલ્પો પુરા થાય કે ન થાય પણ બધા લોકો કોઈ એક બે સંકલ્પ લેતા હોય છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીના મધ્યરાત્રીએ કે પ્રથમ સૂર્યોદયે જીવન બદલવા માટે સંકલ્પો લેવાય છે: કામ આવે કે ન આવે, પુરા થાય કે ન થાય, પણ સંકલ્પો લેવાની એક મજા છે
નવા વર્ષે નવા સંકલ્પોની એન્ટ્રીના દિવસે જ જુના સંકલ્પો ભુલી જવાની પણ એક મોજ છે: દરેકે પોતે લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે પોતે જ વચનબધ્ધ થાય છે
ગત 365 દિવસના વિતેલા વર્ષનાં અનુભવે માણસ ઘણુ શિષ્યો હોય,જ્ઞાન કે શિક્ષણ સમજમળી હોયસાથે લીધેલા સંકલ્પો તુટવાનો વસવસો પણ હોય છે, છતા નવલા વર્ષની પ્રભાતે ફરી પોતાની જાત સાથે વાત કરીને સૌ સંકલ્પ લેતા હોય છે. વ્યાસનો છોડવાનો સંકલ્પ સૌ વ્યસની માટે કોમન છે, તો કેટલાક વજન ઘટાડવા માટે દરરોજ વોકીંગ કરવાની વાત કરે છે. નવલા વર્ષનાં પ્રારંભના દિવસોને બાદ કરતાં ફરી એજ જીવન શૈલીમાં ફિટ થવાની સંકલ્પો મોટે ભાગે તુટી જતા જોવા મળે છે.પોતાની જાત પર પર મકકમ રહીને લીધેલા નિર્ણયો જ હંમેશાઅડગ રહેતા હોય છે.
વિદ્યાર્થીઓ પણ શિક્ષકની વાતોમાં આવીને મહેનત કે નિયમિત વાંચન કરવા કટિબધ્ધકે વચન બધ્ધ થતાં હોય પણ ફરી વોહી રફતાર વાળી શિક્ષણ યાત્રામાં નિયમિત જોડાતા પોતાની જીવન શૈલી મુજબ જુની ઘરેડમાં જ ચાલુ રહેતા હોય છે. નવલા વર્ષનાં પ્રથમ સૂર્યોદયે કરેલા સંકલ્પો એવરેજ ટકતા નથી, એ હકિકત છે.કામઆવે કે ન આવે, પુરા થાય કે ન થાય પણ,બધા સંકલ્પો તો લે છે, પણ મોટાભાગના તુટતા જોવામળે છે. બધાની સાથે કે મિત્ર સર્કલ સાથે લેવાયેલા સંકલ્પોની પણએક મોજ મજા છે. ગત વર્ષે લીધેલા સંકલ્પો નવલા વર્ષની પ્રારંભે જ લીધેલા સંકલ્પો ને કારણે તૂટતા જોવા મળે છે બધા પોતેથોડો સમય તેને પૂરાકરવા વચન બધ્ધજ હોય છે, પણ બાદમાં તે પોતે જ તોડી નાંખે છે.
મોટાભાગે લોકો નવું મેળવવા કરતા જુનુ જે સારી બાબત હતી, તે મેળવવા વધુપ્રેરિત થતા હોય છે. તંદુરસ્તી પાછી મેળવીકે ખરાબ આદત છોડવી તેમાં પ્રથમ ક્રમે હોય છે. એક વાતએ પણ છે કે સંકલ્પોની પણ બહુંકરતાંહોય છીએ સંકલ્પો નેપૂર્ણ કરવા ખુબજ મહેનતની જરૂર પડતી હોય છે. તમાકુ ધ્રુમપાનથી કેન્સર થાય છે, છતા લાખો લોકો તે પીવે છે. ગત વર્ષ કરતા જો નવલા વર્ષે થોડો બદલાવ લાવી શકો તો તે ઘણી સારી બાબત છે.ઘણા સંકલ્પોનું શ્રેષ્ઠ રીતે પાલન કરીને પ્રતિષ્ઠા વધે ત્યારે તમને પોતાને પણ એક સારૂ અચિવમેન્ટ મળતા આનંદનો અનુભવ થાય છે. તમે લીધેલા કોઈપણ સંકલ્પોની યાદ સતત તમારી જાતનેઆપવી પડે છે,કારણે બદલાવ કે સુધાર એ તમે જ કરી શકવાનો છો. કુટેવમાંથક્ષ સુટેવ તરફ જવાની યાત્રા જતમારી તાકાત કે મનોબળની મજબુતી છે. રૂટીંગ દિનચર્યામાં લીધેલા સંકલ્પોને કારણે બદલાવ આવવાથી પણ, ઘણી વાર મુશ્કેલી આવતી હોવાથી મન ડગી જતું હોય છે. જે પોતાની જાત સાથે વાત કરી શકતો હોય તે ગમેતેવો સંકલ્પો પૂર્ણ કરી શકે છે.
સંકલ્પો બીજું કંઈ નથી પણ તમારા જીવનનો ભવિષ્યનો એક શ્રેષ્ઠ પ્લાનનું પ્રથમ સ્ટેપ છે. કુટેવો કે વ્યસનામાં તમારૂ નબળું મનોબળ કે ઈચ્છા પૂર્તિ વધારે ભાગ ભજવે છે.કોઈકની પ્રેરણા લઈનેપણ ઘણા સંકલ્પબધ્ધ થતા હોય છે. આપણા જીવન માટે શું સારૂ ને શું ખરાબ તે સમજાય જાયતે જ મોટો સંકલ્પ છે. આજના યુવા વર્ગ દિશા ભટકી રહ્યો છે. ત્યારે તેને એક શ્રેષ્ઠ નાગરીક બનીને પરિવારનો આધાર બનીને જીવન જીવવા હવે કટિબધ્ધ કે સંકલ્પ બધ્ધ થવું જ પડશે. આજે મોટાભાગનાં લોકો મોડા સુવે ને મોડા ઉઠતા હોવાથી તેમની પ્રગતિ રૂંધાતી જોવા મળે છે. ગુણવતા સભર જીવન શૈલી જ એક આનંદમય જીવન આપે છે.
પ્રવર્તમાન સંજોગોમા હવા પાણી અને ખોરાકની સુધ્ધતા વધતા હવે નવલા વર્ષે રોગપ્રતિકારક શકિત વધારવા પોષ્ટિક આહાર લેવા બાબતે કાળજી લેવી જ પડે એ ફરજીયાત ગણી શકાય છે. કારણે નવા નવા રોગો, વાયરસો આવતા જ રહેવાના એમાં જેની ઈમ્યુનસીસ્ટમ પાવર ફૂલ હશે તેજ ટકી રહેવાના છે,માટેઆ વર્ષે આરોગ્ય ક્ષેત્રે સંકલ્પ લેવાની સૌને જરૂર છે. પોતાની જાતને મજબૂત બનાવો ને માનસિક રીતે સ્ટ્રોંગ હશોતો જ હવે તમે તંદુરસ્ત જીવન જીવી શકશો આજના યુગમાં શરીર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. પૃથ્વીપર વસતા તમામ લોકોએ હવે પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને કારણે થતા નુકશાન બાબતે કટીબધ્ધ થવુંજ પડશે.
ભૂતકાળને ભૂલીને હંમેશા ભવિષ્યનું વિચારો
નવલા વર્ષે બધા મોઢે પોતાના જીવન સુધાર માટે લીધેલા સંકલ્પોની વાત હોય છે, પણ નવું વર્ષ આપણને જીવનમાં હંમેશા આગળ વધતા રહેવાની વાત કરે છે, આપણે હંમેશા ભૂતકાળ ભૂલીને વર્તમાન સમયમાં સખત પરિશ્રમ કરીને કવોલીટીલાઈફ સુધારવું પડશે. જીવનમાં માન-સન્માનને પ્રતિષ્ઠા સાથે ભવિષ્યની બાબત પરપણવિચાર કરવોજ જોઈએ. નવલા વર્ષે આપણે બીજાને શુભેચ્છા પાઠવી છીએ પણ, આપણે ચિવટ કેટલી રાખીએ છીએ, આ સવાલ દરેકે પોતાની જાતને પ્રશ્ર્ન પૂછવો જ પડશે.
નવા વર્ષે આ પાંચ સંકલ્પો દરેકને માટે જરૂરી
- સ્વાસ્થય
- પરિવાર
- ધીરજ ધૈર્ય
- સંબંધ
- બચત