વિશ્વભરમાં ભારતીય લગ્ન પ્રથા શ્રેષ્ઠ છે. પુરૂષ સ્ત્રીના સહજીવનની શરૂઆતની વિધિને આપણી પરંપરા મુજબ લગ્ન નામ અપાયું છે. લગ્ન પ્રથા પ્રાચિનકાળથી ચાલી આવી છે. જ્ઞાતિ કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લવમેરેજ કે મા-બાપે નકકી કરેલા લગ્ન બધાજમાં એક વાત નકકી છે કે પતી-પત્ની બંનેના વિચારો મેળ-અભ્યાસ સમજદારી હુંફ લાગણી સાથે એક બીજાના પરિવાર પ્રત્યેની હમદર્દી જ લગ્ન જીવનને સફળ અને લાંબુ બનાવે છે. આજન યુગમાં તો છૂટાછેડાનો ક્રેઝ વધ્યો છે. કોઈને ભેગુ રહેવું ગમતું નથી ને જુદા રહેવા જાય ત્યારે પૂરૂ કરી શકાય તેવી તેવડ કે નોકરી -પગાર નથી, ત્યારે એકમેકના સહારે જીવન યાત્રા સુપેરે કેમ પાર પડે તે કપલે જ નકકી કરવું પડશે. લગ્ન એ સમાજનું અંગ છે. આધુનિક વિચારકો તો લગ્નને એક સંસ્થા તરીકે ગણાવે છે.
હિન્દુ ધર્મમાં લગ્નોનાં વિવિધ રિતિ રિવાજ છે. લોકો ધામધૂમકે સાદાઈથી લગ્નો કરે છે. આ બધા પાછળનો હેતુ સંબંધોની પવિત્રતા છે. જન્મોજન્માતર એક બીજાને સાથ આપવાનો કોલ છ. બે વ્યકિતનું મિલન સાથે લગ્ન બે દિલોને જોડે છે, એટલે જે પત્નીને ગૃહલક્ષ્મી કહેવાય છે. છતાં પણ આજે લગ્ન વિચ્છેદ થાય છે. તેમાં અન્ય કારણોની સાથે બંનેના લગ્નેતર સંબંધો મુખ્યત્વે કારણેમાં હોય છે. એક મિસકોલમાંથી સંબંધો બંધાય જાય ને બંને તમામ હદો વટાવી ચૂકે છે.
આ બંધન જીવનભર ટકાવવા બંનેના આત્મવિશ્વાસ સાથે સંબંધોની મિઠાસ જરૂરી છે. પહેલાતો પુરૂષો વિશ્ર્વાસઘાત કરે છે. તેવું જણાતું પણ હવે મહિલાઓ પણ તેના પાર્ટનર સાથે છેતરપિંડી કરતી જોવા મળી રહી છે. પતિ હોય તો પણ બીજો તેનો સહારો બની રહ્યો છે. જયારે કોઈ સ્ત્રી આવા સંબંધો શરૂ કરે ત્યારે તે એકલી જવાબદાર નથી તેમાં તેના પતિની પણ ભૂલો હોય છે. પતિ-પત્નીને ખુશ રાખવામાં અસમર્થ હોય ત્યારે જ આવા સંબંધો જન્મતા હોય છે.
મહિલાઓકે પુરૂષોનું આવું કરવા પાછળ ઘણા કારણો હોય છે. જેમાં પ્રેમ-હુંફ-લાગણી સૌથી પ્રથમ ક્રમે આવે છે. આવુ વસ્તુઓ ન મળવાથી માણસ જયાં આ વસ્તુ મળે ત્યાં ઢળે છે. આજે તો ગામ શહેરમાં ગમે ત્યાં આ સંબંધો બાંધવાનું મળી જ રહે છે.
કોઈ છોકરી લગ્ન પહેલા તેના માનસપટમાં ઘણા સપનાઓ જોતી હોય છે. પરંતુ લગ્ન બાદ આવું કાંઈ ન મળતા તે ખુશી છિનવાય જાય છે. લગ્ન પહેલા નો આનંદ બાદમાં વાસ્તવિક જીવનમાં ફેરફાર જોવા મળતા તે અન્ય છોકરામાં જીવન સાથી શોધે છે. પતિ માટે બધુ જ કર્યા પછી પણ તે તેના માટે સમય ન આપે કે તેની દરકાર ન કરે ત્યારે દુ:ખ પિડા થાય છે. આવી નાની વાતો પણ લગ્નેત્તર સંબંધોને ઉત્તેજન આપે છે. ઘણી સ્ત્રીઓને સારો પરિવાર મળે પણ જેની સાથે જીવન વિતાવવાનું છે તે તેને શારીરીક આનંદ આપવામાં સક્ષમ ન હોય ત્યારે તે ત્રસ્ત થઈ જાય છે. ને બીજે રસ્તે ફંટાય છે. આજે તો મોબાઈલ યુગમાં આવા સંબંધો બાંધવા કે નિભાવવા અતી સરળ થયા છે.
આખો દિવસ કાર્યરત પતિ પત્નીને સમય ન ફાળવે ને પત્ની આખો દિવસ ફ્રિ હોય ત્યારે કંટાળા ને દૂર કરવા અન્યોનો સહારો લેવા પ્રેરાય છે. આ ઉપરાંત સ્ત્રીઓ જેમ જેમ ઉંમરમાં મોટી થાય તેમ તેની શારીરીક ક્ષમતા વધતા પતિ તરફથી સુખ ન મળતા ઓછી ઉંમરના યુવકો સાથે ચકકર ચલાવી ને આનંદ માળવા તરફ પ્રેરિત થાય છે. ટીવી-ફિલ્મો પરથી પ્રેરિત થઈને પણ કેટલાક આવી ચુંગાલમાં ફસાય જાય છે.
અમુક પુરૂષો તો પત્નીને કાંઈ ગણતા જ ન હોય સ્ત્રી પણ તેને ખૂલ્લીને વાત ન કરી શકે તેવા ડર માહોલમાં તેની મુશ્કેલી કોઈ સમજી ન શકવાને કારણે લગ્નેતર સંબંધો બાંધે છે. પત્નીના દુ:ખને સાંભળનારો જ ન સાંભળે ત્યારે સ્ત્રી વ્યથિત થઈને આ પગલુ ભરવા મજબુર બને છે. આવી બધી સમસ્યાઓમાં કુંવારાની સાથે પરણેલા કપલ એમ ત્રણની જીંદગી બરબાદ થઈ જાય છે. એક બીજાને ઈમાનદારીથી, સમજદારીથી પોતાના સંતાનોના વિકાસ બાબતે ચિંતિત થઈ ને જીવન જીવવું જરૂરી છે. માત્ર સ્ત્રીઓ નહીં પુરૂષો પણ એટલા જ જવાબદાર છે. સુખી લગ્ન જીવનની ચાવી એટલે બંનેને પ્રેમ હુંફ લાગણી સતત મળતી રહે તે ખુબજ જરૂરી છે. એક બીજાની સમજ જ તંદુરસ્ત જીવન બક્ષી શકે છે.
છોકરી મોહી જાય છે છોકરાની આ વાત પર !!
પ્રવર્તમાન ૨૧મી સદી પ્રેમની સદી છે. કોલેજમાં ભણતા છોકરા-છોકરી કે એક બીજાને પહેલી મુલાકાતમાં થતો પ્રેમ નિરાળો હોય છે. છોકરી કે છોકરો પોતાના ગમતા પાત્રમાં કઈ ખુલી જોતા હોય છે. એ વિશે ઘણા સર્વેમાં અવનવા તારણો જોવા મળે છે. મોબાઈલ ઈન્ટરનેટ સોશ્યલ નેટવર્ક થકી દરરોજ નવા સંબંધો બંધાતા હોય છે.
મોટાભાગની સ્ત્રીઓ પુરૂષનાં દેખાવમા નહી પણ એવી ધણી બધી વાતોથી અંજાઈ જાય છે.ને દિલ દઈ બેસે છે. દરેક સ્ત્રી પોતાના જીવનસાથીમાં પરિપકવતા જોવે છે. સ્ત્રી લાગણીમાં નબળા હોય તેવા પુરૂષો પસંદ નથી આવતા તે પોતાના મિત્ર-ફેમીલી સાથે કેવું વર્તન કરે છે. સાથોસાથ મિત્રો માટે આદરભાવ પ્રેમ-હુંફ લાગણી પણ સ્ત્રીઓ ખુબજ બારીકાઈથી જોતી હોય છે.
જો કોઈ પુરૂષ સ્ત્રી સાથે વાત કરતી વખત આંખ ને બદલે શરીર પર નજર કરે તો આવા પુરૂષોને સ્ત્રી નકારે છે. પુરતા આત્મવિશ્વાસથી આંખમાં આંખ મિલાવીને વાત કરવા વાળો પુરૂષ સ્ત્રીને બહુજ ગમે છે. જીવનમાં લક્ષ્યને સાધવા ખૂબજ મહેનત કરતો પુરૂષ સ્ત્રીને વધુ આકર્ષિત કરી દે છે.
આ ઉપરાંત શારીરિક અને માનસિક તંદુરસ્ત હોય ને પોતાની સ્વાસ્થ્ય અંગે કાળજી લેતો પુરૂષ સ્ત્રીને ગમે છે વ્યસનોથી ઘેરાયેલો પુરૂષ સ્ત્રી ધિકકારે છે, તેનાથી તે દૂર રહેવાનં પસંદ કરે છે સૌથી અગત્યની બાબતમાં સ્ત્રી પોતા માટે એવો જીવન સાથી પસંદ કરે છે જે તેના સુખ-દુ:ખમાં હર હંમેશ સાથ આપે છે.જીવનની બધી વાતોમાં તે તેનો સાથી કે મિત્ર બંને ને તેનાથી કોઈ વાત ન છુપાવે તેવા પુરૂષોને સ્ત્રી પોતાનું દિલ આપી દે છે.
આવી વિવિધ બાબતો સ્ત્રી પોતાના જીવનસાથીમાં જોતી હોય છે, કારણ કે તેને જીવનમાં ઘણી પરિક્ષામાંથી પસાર થવાનું છે. ત્યારે પોતાનું સ્વાભિમાન સાચવે તેવા પુરૂષોની તલાસ કરે છે. મોટાભાગે સ્ત્રીઓ પુરૂષના દેખાવ નહી પણ સારા ગુણોને કારણે તેના પ્રેમમાં પડતી હોવાનું સર્વેના તારણોમાં જાણવા મળે છે.