આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જેમાં દિનપ્રતિદિન ફેશનમાં બદલાવ આવતો રહે છે. વાત જો છોકરીઓની કરીએ તો તેમની સાથે ફેશનમાં કોઇ ટક્કરના લઇ શકે. પછી તેમાં કોઇ અલગ દેખાનારો લૂક હોય કે પછી કોઇ ડ્રેસ ગર્લ્સ દરેક પ્રકારના એક્સપારમેન્ટ્સ કરતી રહે છે. પરંતુ એક એવી ફેશન છે કે પાછલા કેટલાક વર્ષોથી વધુ જોવા મળે છે. જે છે ફાટેલા જીન્સ પહેરવાનો ટ્રેન્ડ ફેશનમાં વધુ માનનારા યંગસ્ટર્સ પણ આ ટ્રેન્ડને વધુ ફોલો કરે છે.
– શોપિંગ મોલ હોય કે કોલેજમાં કે પછી પાર્ટીમાં તમે આવા જીન્સ પહેરેલા લોકોને તો જોયા જ હશે. સામાન્ય રીતે આ જીન્સ ઘૂટણ પાસેથી ફાટેલુ હોય છે. રસપ્રદ વાત એ છે કે આ જીન્સ સામાન્ય જીન્સ કરતા વધારે મોંઘુ હોય છે.
– જીન્સ જો વાત કરીએ તો સૌથી પહેલા જીન્સ ૧૯૭૦માં આવ્યા હતા. તેને એક જર્મન બિઝનમેન લોઇબ સ્ટ્રોસે ડિઝાઇન કર્યુ હતું. તેણે તેનું નામ ‘લેવી’ રાખ્યું હતુ અને સ્ટ્રોસે જે ડેનિમ બ્રાન્ડની શ‚આત કરી હતી. અને તેમણે રેશેદાર કોટનના કપડાને મીલાવીને એક ટ્રાઇઝર બનાવ્યું હતું.
– આ પછી જીન્સએ રિટડ (ફાટેલુ) જીન્સનો ટ્રેન્ડ શ‚ થયો જો કે તે સમયમાં તેનો ઘણો વિરોધ પણ થયો હતો અને લોકોએ તેની ઘણી મજાક પણ ઉડાવી હતી. પરંતુ આ પ્રકારની ફેશનને અસલી કિક ત્યારે મળી જ્યારે ડેનિમ એ આ પ્રકારનું ર્રિટડ જીન્સ મોટા પ્રમાણમાં બનાવવાનું શ‚ કર્યુ .
– વચ્ચેના સમયમાં આ ર્રિટડ જીન્સની ફેશન થોડી ઓછી થઇ ગઇ હતી. પરંતુ ૨૦૧૦માં ફરી એક વખત ર્રિટડ જીન્સનો ટ્રેન્ડ શ‚ થયો.
– ડેનિમ પોતાના જીન્સને બે રીતે રિપ કરે છે. એક લેઝરથી અને બીજી હાથથી. સામાન્ય રીતે સસ્તી બ્રાન્ડના જીન્સ હાથથી રિપ કરાવે છે. પરંતુ બ્રાન્ડેડ તેને પ્રોગ્રામિંગ સોફ્ટવેરથી લેઝરની મદદથી રિપ કરે છે.