નાક વીંધવાના ફાયદા

ભારતીય મહિલાઓ દ્વારા નાકમાં નથળી પહેરવાની પરંપરા ખૂબ જુની છે. પછી તે હિન્દુ હોય કે કોઇ અન્ય ધર્મની મહિલાઓ પોતાનું નાક વિંધાવે જ છે. પરંતુ આજકાલ નાકમાં નથળી પહેરવી એક ફેશન બની ગયુ છે.

નાકમાં પહેરવામાં આવતી નથળીનો શરીરના એવા ભાગો જેની સાથે તે સીધો સંબંધ ધરાવે છે. તો ચાલો જાણીએ નથળી પહેરવા પાછળનું સાચુ રહસ્ય….

પરિણિતા માટે સૌભાગ્યનું પ્રતિકનોસ

નાકની નથળી ભારતીય સમાજમાં કેટલી મહત્વની છે. તે બાબત મહિલાઓ જરૂરથી જાણતી હશે. પરંતુ રિવાજ અનુસાર નાકની નથળી પરિણિત મહિલાઓ માટે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

માસિક ધર્મ દરમિયાન ઓછો દુખાવો

– આયુર્વેદ અનુસાર જો નાકના મુખ્ય ભાગ પાસે કાણુ પાડવામાં આવે તો માસિક ધર્મ દરમિયાન મહિલાને ઓછો દુખાવો સહન કરવો પડે છે.

– વૈજ્ઞાનિકોના અનુસાર જાણવા મળ્યુ છે કે નાકની કેટલીક નસોનું સ્ત્રીના ગર્ભ સાથે જોડાયેલી હોવાનું બતાવ્યું છે.

પ્રસૃતીની પીડા ઓછી કરે છે

– જો છોકરીઓને ડાબી બાજુનું નાક વિંધાવામાં આવે તો તે જગ્યાની નસ યુવતીના પ્રજનન અંગો સાથે જોડાયેલી હોય છે. જેથી કાણુ પાડવાથી મહિલાને પ્રસુતિ દરમિયાન ઓછો દુખાવો સહન કરવો પડે છે.

16 વર્ષ પહેલા નાક વિંધાવુ જરૂરી

– નાકની નથ ધર્મના હિસાબે મહિલાને ૧૬ વર્ષની ઉંમર સુધીમાં પોતાનુ નાક જ‚રથી વિંધાવડાવી લેવુ જોઇએ. તેમજ કેટલીક સંસ્કૃતિઓમાં વિવાહિત હોવાનો પણ સંકેત આપે છે.

કાન વીંધવાના ફાયદાનોસે

પાચનતંત્ર સાથે છે સંબંધ- કાન વીંધવાથી માણસની પાચન તંત્ર સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. વાસ્તવમાં, જ્યાં કાન વીંધવામાં આવે છે તે બિંદુને હંગર પોઈન્ટ કહેવામાં આવે છે. અહીં વેધન કરાવવાથી સ્થૂળતાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

આંખોની રોશની થાય છે તેજ – કાન વીંધવાથી આંખોની રોશની પર પણ અસર થાય છે. વાસ્તવમાં, કાન વચ્ચેના કેન્દ્રીય બિંદુનો સીધો સંબંધ દૃષ્ટિ સાથે છે. જ્યારે કાન વીંધવા માટે દબાણ આવે છે, ત્યારે તે આંખોની રોશની પર પણ અસર કરે છે

પુરુષો માટે છે ફાયદાકારક – પુરુષોના કાન વીંધવા તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે પુરુષો કાન વીંધે છે, તેમને લકવાની ફરિયાદ બહુ ઓછી જોવા મળે છે. આ સિવાય તે પુરુષોમાં હર્નીયા અને હાઈડ્રોસેલ જેવી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે- વૈજ્ઞાનિકો અનુસાર કાન વીંધવાથી માનવ મગજમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. આ રીતે મનુષ્યનું મન તેજ બને છે.

પ્રજનનમાં મદદ કરે છે- પ્રજનન ક્ષમતાનો સીધો સંબંધ કાન વીંધવા સાથે પણ છે. આ સિવાય મહિલાઓના અનિયમિત પીરિયડ્સને ઠીક કરવામાં કાન વીંધવા પણ મોટી ભૂમિકા ભજવે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.