ખૂબ જ લાંબી સફર હોય અને વચમાં કોઈ રોકટોક ન હોય તો ખૂબ જ મજા આવે છે. ખાલી રસ્તા પર ઝડપી ગાડી દોડાવવાની મજા અલગ હોય છે. પરંતુ ઘણી વખત ગાડી દોડાવવાના ચક્કરમાં લોકો રસ્તો ભૂલી જતા હોય છે અને ભૂલથી ખોટા રસ્તા પર ચાલ્યા જતા હોય છે. આવું ન બને એટલા માટે હાઈવે પર અલગ અલગ જગ્યા પર માઈલ સ્ટોન પથ્થર લગાવવામાં આવેલા હોય છે. જેને જોઈને રસ્તામાં આવતી જગ્યા અને તેનું અંતર જાણી શકાય છે. તમે પણ હાઈવે પર આવા માઈલ સ્ટોન પથ્થર લગાવેલા જોયેલા હશે. તમને પણ ક્યારેક આ માઈલ સ્ટોન પત્થરો પરથી યોગ્ય રસ્તા વિષે જરૂરથી જાણકારી મળી હશે.
આવું દરેક વ્યક્તિની સાથે થાય છે. દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક રસ્તો ભૂલી જતો હોય છે. લોકો રસ્તો ભૂલી ન જાય એટલા માટે રસ્તામાં પથ પ્રદર્શકનાં રૂપમાં માઈલ સ્ટોન પથ્થર લગાવવામાં આવે છે. તમે પોતાના જીવનમાં ઘણા પથ્થર જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું છે કે રસ્તામાં માઈલ સ્ટોન પથ્થર માં અલગ અલગ કલર કરવામાં આવેલા હોય છે. જો તમે તેના પર ધ્યાન ન આપ્યું હોય તો હવે જરૂરથી ધ્યાન આપજો. જો તમે તે માઈલ સ્ટોન પર ધ્યાન આપ્યું હોય, પરંતુ તમને જાણ ન હોય કે તે અલગ અલગ કલરનાં શા માટે હોય છે?
પીળા રંગનો માઈલ સ્ટોન પથ્થર
તમે સડક પર યાત્રા કરી રહ્યા છો અને તમને પીળા રંગનો માઇલ સ્ટોન પથ્થર દેખાય છે તો તેનો મતલબ છે કે તમે કોઈ સામાન્ય સડક પર નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચાલી રહ્યા છો. જી હાં, પીળા રંગના માઈલ સ્ટોન વાળા પથ્થર ફક્ત રાષ્ટ્રીય રાજમાર્ગ પર જ લગાવવામાં આવે છે.
લીલા રંગનાં માઇલ સ્ટોન પથ્થર
જ્યારે સડક પર કોઈ લીલા રંગનો માઇલ સ્ટોન પથ્થર દેખાય તો તેને જોઈને હેરાન થવાને બદલે સમજી જવું કે તમે જે સડક પર યાત્રા કરી રહ્યા છો તે રાજ્ય માર્ગ છે. આવી સડકનું નિર્માણ રાજ્ય સરકારની યોજના અંતર્ગત કરવામાં આવે છે અને આવી સડક એક જ રાજ્યમાં હોય છે.
કાળા, વાદળી અને સફેદ રંગના માઇલ સ્ટોન પથ્થર
યાત્રા દરમિયાન તમને કોઈ સડક પર કાળા, વાદળી અથવા સફેદ રંગના પથ્થર લગાવેલા જોવા મળે તો સમજી જવું કે તમે કોઈ મોટા શહેર અથવા જિલ્લામાં આવી ગયા છો. આવા માઇલ સ્ટોન પથ્થર શહેરની અંદર લગાવવામાં આવે છે.
નારંગી રંગના માઇલ સ્ટોન પથ્થર
જો કોઈ સડક પર યાત્રા કરતા સમયે તમને નારંગી રંગના માઇલ સ્ટોન પથ્થર લગાવેલા જોવા મળી આવે તો તમે સરળતાથી સમજી શકો છો કે તમે કોઈ ગામડાની સડક પર ચાલી રહ્યા છો. જો કે તમારે કોઈ ગામડાની સડક વિશે જાણવા માટે કોઈ માઇલ સ્ટોન પથ્થરની જરૂરિયાત હોતી નથી. ગામડાની સડકની આસપાસનાં માહોલ પરથી જ જાણી શકાય છે.
હવે પછી તમને સડક પર યાત્રા કરતાં સમયે કોઈ માઇલ સ્ટોન પથ્થર જોવા મળે તો સરળતાથી જાણી શકશો કે તમે કઈ સડક પર યાત્રા કરી રહ્યા છો. હવે યાત્રા કરતાં સમયે પોતાની આ જાણકારીને અન્ય લોકોને પણ જણાવો કે અલગ-અલગ રંગના માઇલ સ્ટોન પથ્થરનો શું મતલબ હોય છે, જેથી તેઓ પણ સડકની ઓળખ સરળતાથી કરી શકે.