દેશમાં મેડિકલસેવાનો વ્યાપ વધે અને લોકો ડોકટરી સેવાનો વધુ લાભ મળે તે માટે દેશના તમામ રાજ્યોમાં એઈમ્સની સ્થાપના કરવા મોદી સરકારે કવાયત હાથ ધરી છે. દેશમાં સૌપ્રથમ એઈમ્સની સ્થાપના દિલ્હીમાં કરવામાં આવી હતી.

એઈમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ( AIIMS) જેની સ્થાપના
1956 માં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ અધિનિયમ હેઠળ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૫૬ થી ૨૦૧૧ સુધીમાં ફકત એક જ એઈમ્સની સ્થાપના દિલ્હીમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ઉતરોતર પ્રગતિ કરતા વર્ષ ૨૦૧૨થી લઈને વર્ષ ૨૦૧૯ સુધીમાં સંપૂર્ણ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ૧૪ એઈમ્સ્ સ્થાપવામાં આવી. આગામી સમયમાં હવે, રાજકોટ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, મદુરાઈ, વિજયપુર, અવંતીપોરા, બિલાસપુર, ચાંદસરી, રેવારી અને દરભંગામાં પણ એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ થશે. જેનું કામ ચાલુ છે.

એઈમ્સ હોસ્પિટલ બીજી હોસ્પિટલો કરતા અલગ પડે છે કારણ કે અહીં તમામ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સેવાઓ તદ્દન નજીવા દરે મળે છે. સ્વાસ્થ્ય ખર્ચ ઘણાં અંશે ઘટી જાય છે. જેમ કે અહીં કોઈ પણ ટેસ્ટ કરાવવા માટે રાહત ભાવે ચાર્જ વસૂલવામાં આવે છે. તો જાણીએ એઈમ્સ હોસ્પિટલમાં લોકો પાસેથી કેટલા ચાર્જ લેવાય છે.

*એઈમ્સ હોસ્પિટલમાં દર્દીઓ પાસે લેવામાં આવતા ચાર્જીસ*

૧.નવી નોંધણી ચાર્જ – ૧૦ રૂપિયા
૨.દર્દીને દાખલ કરવાનો ચાર્જ –
*(A) જનરલ વોર્ડ* :

( એડમિશન ચાર્જ) – ૨૫ રૂપિયા
(દાખલ કરવાનો ચાર્જ) – ૩૫ રૂપિયા

*(B)પ્રાઇવેટ વોર્ડ :*

(એડમિશન ચાર્જ) – ૨૦૦ રૂપિયા

(દાખલ કરવાનો ચાર્જ) –
A ક્લાસ -૧૧૦૦ રૂપિયા એક દિવસ
B ક્લાસ -૧૭૦૦ રૂપિયા એક દિવસ

૩. ચેસ્ટ એક્સરે : ૩૦ રૂપિયા
(પ્રાઇવેટ વોર્ડ) : ૫૦ રૂપિયા

૪.એન્ટીબાયોટિક સેનસિટીવિટી ટેસ્ટ : ૫૦ રૂપિયા
૫.એન્ટીબોડી ટેસ્ટ : ૨૫૦ રૂપિયા
૬.પ્લેન એમઆરઆઇ : ૩૦૦૦ રૂપિયા ( પ્રાઇવેટ
વોર્ડ)
૭.થાયરોઈડ એન્ટીબોડી ટેસ્ટ : ૩૦૦ રૂપિયા
૮.કોલેસ્ટ્રોલ ટેસ્ટ : ૨૨૫ રૂપિયા
૯.ઇન્સ્યુલીન ટેસ્ટ : ૨૨૫ રૂપિયા
૧૦.રૂટિન સિમન એનાલિસિસ : ૪૦ રૂપિયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.