દરેક ઘડિયાળમાં ૧૦.૧૦નો સમય શા માટે દર્શાવવામાં આવે છે.ઘડિયાળની જાહેરાત કે ઘડિયાળના શો રુમમાં બંદ પડેલી ઘડિયાળમા તમે હમેશા આજ સમય જોયો હશે. પરંતુ તમે ક્યારેય એવુ વિચાર્યુ નહીં હોય કે આવુ શા માટે હોય છે. તો ચાલો આપણે થોડા ભુતકાળમાં જઇએ તે તમને યાદ આવશે અને જો યાદ ન આવે તો કોઇપણ ઘડિયાળના શો રુમ પર જઇ શકો છો. નહી તો ગુગલ પર વોલ ક્લોકના ફોટોઝ સર્ચ કરી લો. તમારી સામે જ પણ ઘડિયાળ આવશે. તેમાં ૧૦.૧૦નો સમય જ હશે.

દુનિયામાં ઘડિયાળ બનાવનાર ઘણી કં૫નીઓ છે. આ ઘડિયાળમાં ફેક્ટરીથી જ ૧૦.૧૦નો સમય રાખેલો હોય છે. એવું શા માટે હોય છે? આ વાતને લઇને ઘણી વાર્તાઓ છે. ઘણા લોકોનું કહેવુ છે કે રાષ્ટ્રપતિ અબ્રાહ્મ લિંકનની મોત આ સમયે થઇ હતી. જ્યારે ઘણા લોકો કહે છે કે રિસ્ટ ઘડિયાળના જનક પટેલ ફિલિપની મોત આ સમયે થઇ હતી. તેથી ઘડિયાળ આ સમય પર ઉભેલી હોય છે. પરંતુ તેથી ઘડિયાળ આ સમય પર ઉભેલી હોય છે. પરંતુ આ બધી વાતોમાં તથ્ય નથી. ઘડિયાળના કાંટા ૧૦.૧૦ પર રાખવા પાછળ એક તર્ક એવુ પણ છે કે ૧૯૪૫માં બીજા વિશ્ર્વયુધ્ધ સમયે હિરોશિમા અને નાગાસાકીમાંથી કોઇ એક શહેર પર આ સમયે પરમાણુ બોંબ ફેંકવામાં આવ્યો હતો. એ વાત અલગ છે કે જે સમયે ૯ ઓગષ્ટ ૧૯૪૫માં નાગાસાકીમાં જે બોંબ ફેંકવામાં આવ્યો હતો. તે તેની ખૂબ નજીકનો સમય છે. લગભગ નાગાસાકી પર સવારે ૧૧.૦૨ વાગ્યે આ બોંબ ફેંકવામાં આવ્યો હતો. જ્યારે હિરોશિમાં પર ૬ ઓગષ્ટ ૧૯૪૫ની સવારે ૮.૧૫ વાગ્યે પરમાણે બોંબ ફેંકવામાં આવ્યો હતો.

જ્યારે ઘડિયાળના કાંટા ૧૦.૧૦ પર હોય છે ત્યારે તે અંગે્રજી અક્ષર Vનો આકાર બને છે. V ને વિક્ટરી એટલે કે જીત સાથે જોડવામાં આવે છે. એટલા માટે પણ દુનિયાભરની ઘડિયાળી બનાવનાર કં૫નીઓની ઘડિયાળના કાંટા આ સમય પર રાખેલા હોય છે. એક મશહુર ઘડિયાળ બનાવનાર કંપનીનું કહેવુ છે કે આ સવાલનો જવાબ ખૂબ જ સરળ છે. કંપની કહે છે કે જ્યારે ઘડિયાળના કાંટા ૧૦.૧૦ પર હોય છે. ત્યારે એક ‘સ્માઇલ’ની જેમ દેખાય છે. ઘડિયાળનુ ઉત્પાદન કરતી કં૫નીઓ ઇચ્છે છે કે તેનુ ઉત્પાદન ગ્રાહકો માટે હસતા ચહેરા જેવુ દેખાય. તેનો એક ફાયદો એ છે કે કં૫નીનો મોકો કે લોગો ઘડિયાળના ડાયલની ઉપરના ભાગમાં ૧૨ના આંકડાની નીચે સ્પષ્ટ દેખાય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.