હિન્દુ કેલેન્ડર પ્રમાણે સંક્રાંત બાદ કમુરતા પૂરા થાય છે અને લગ્નની મૌસમ પુરબહારથી ખીલે છે. તેવા સમયે નવ પરણિત યુગલો લગ્નબાદ તુરંત હનીમૂન માટે જવું કે નહીં તેની અસમંજસમાં રહેતા હોય છે. અનેકલ લોકોના ખ્યાલ મુજબ વાત કરીતે તો હનીમૂનને લઈને પહેલો વિચાર માત્ર શારીરિક સંબંધનો જ આવતો હોય છે. પરંતુ હનીમૂન એ માત્ર શરીરથી શરીર સાથેના સંબંધ માટે નથી, હનીમૂનમાં જવામાં આની કેટલાક મહત્વના ફાયદાઓ પણ રહેલા છે જેના વિષે આજે અહી વાત કરીશું.
લગ્ન એટ્લે એક જાતની ભીડ વાળો માહોલ જેમાં રીત રિવાજ અને સગા સંબંધીઓમાં નામવ પરણિત કપલને એકબીજાને જાણવાનો સમય નથી મળતો હોતો અને એટ્લે જ હનીમૂન એક એવો સમય છે જે માત્ર સેક્સ માટે જ નહીં પરંતુ એક નવા જીવનની શરૂઆતનો પ્રારંભકાળ છે. જ્યાં તેઓ એકબીજાને પૂરતો સમય આપી શકે છે અને એકબીજાથી વધુ નિકટ આવે છે.
લગ્ન એટ્લે એન્જોય કરવાનો પ્રસંગ પરંતુ લાગણીની વિધિ અને રિવાજથી જેના લગ્ન થતાં હોય તે તો સાવ થાકીને ચૂર થાય હોય છે તો તેના માટેનો આરામ કરવાનો સમય એટ્લે હનીમૂન.
જે વ્યક્તિની સાથે પૂરી લાઈફ રહેવાનુ છે તો તેને સંપૂર્ણ રીતે જાણવી અને સમજવી પણ જરૂરી છે. અને તેવું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તેની સાથે એકલા સમય વિતવો અને એ ગોલ્ડન પિરિયડ એટલે હનીમૂન.
આપણે જ્યાર વ્યાયામની શરૂઆત કરીએ છીએ ત્યારે એકસરસાઈઝની શરૂઆત કરતાં પહેલા વોર્મઅપ એકસરસાઈઝ કારકી છીએ જેનાથી શરીર કસરત માટે તૈયાર થાય છે. એવું જ કઈક હનીમૂનનું પણ છે, જેમાં એક નવી વ્યક્તિ સાથે નવું જીવન શરૂ કરવા જઇ રહ્યા વછો તો તેનો વોર્મ આપ ટાઈમ એટ્લે હનીમૂન.