શહેરના ધમધમતા વિસ્તાર ફુલછાબ ચોકથી રેસકોર્સ જતા મુખ્ય રસ્તા વચ્ચે તંત્રએ ખોડેલ ‘થાંભલો’ કયારેક કોઇ અજાણ્યા વાહન ચાલક માટે યમદૂત બનશે તેવી ભીની સેવાઇ રહી છે. અહીં કોઇએ વાહન પાર્ક કરવછા નહી તેવી સુચના આપતો આ થાંભલો વાહન ચાલકો માટે જ મોતનું કારણ બની શકશે.
કારણ કે આ થાંભલો ફુટપાથથી ચારેય ફુટ અને દિવાલથી સાતેક ફુટ રસ્તા ઉપર જ ખોડાયો છે. શું તંત્રને ખબર નહીં હોય કે આમ રસ્તા વચ્ચે થાંભલો ખોડી દેવાથી વાહન ચાલકો આ થાંભલા સાથે અથડાશે? અને કોઇ પરિવારની માનવ જીંદગી છીનવાશે? વાલ્વ ચેમ્બર પાસે વાહનો પાર્ક કરવા નહીંની સુચના થોડી દુર પણ કરી શકાય રસ્તા વચ્ચો વચ્ે થાંભલાથી અકસ્માતન ભીતી સેવાઇ રહી છે. તંત્ર જાગશે કે પછી કોઇની જીંદગી નંદવાશે પછી??