હાસ્યથી એરોબીક, સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગમાં કસરત થાય છે
શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાનમાં (નાના મવા રોડ મારવાડી બિલ્ડીંગ પાછળ) તાજેતરમાં લાફીંગ કલબોના ક્ધવીરો પ્રતાપભાઇ જાની, મનીષભાઇ મહેતા, હરેશભાઇ વેકરીયા, તથા લાફીંગ કલબોના ભાઇઓ, બહેનોની ઉ૫સ્થિતિમાં રાજકોટની પંદરની લાફીંગ કલબ સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાન લાફીંગ કલબનો પ્રારંભ કરવામાં આવેલ.
કાર્યક્રમની શરુઆતમાં રાજકોટ ડીસ્ટ્રીકટ લાફીંગ કલબ કો. ઓડીનેશન કમીટીના જનરલ સેક્રેટરી અરવિંદ વોરાએ દિપ પ્રાગટય કરી નવી કલબનો પ્રારંભ કર્યો અને ત્યારબાદ તેમના પ્રાસંગીક પ્રવચનમાં લાફીંગ થેરાપીની વિગતવાર માહીતી આપતા જણાવ્યું કે હાસ્ય થેરાપીની કસરત વૈજ્ઞાનિક રીતે બેસ્ટ ગણાય છે. કારણ કે હાસ્ય પ્રાણાયામ અને હોલ બોડી કસરતમાં એરોબીક, સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગમાં કસરત થાય છે.
અમદાવાદના જાણીતા ફીટનેસ સ્પેશ્યાલીસ્ટ ડો. મુકુંદ મહેતા (એમડી) પેથોલોજીસ્ટ તેમના સ્વઅનુભવથી ૧૯૯૫માં પહેલી લાફીંગ કલબ અમદાવાદમાં શરુ કરેલ. હાલમાં અમદાવાદમાં ૧૬૧ લાફીંગ કલબો ચાલે છે. દુનિયામાં ૭૪૦૦, ગુજરાતમાં ૩૮૧ અને રાજકોટમાં ૧પ લાફીંગ કલબો ચાલે છે. લાફીંગની ૩૭પ વેબસાઇટ છે તેના ઉપર ૮૭ સંશોધન થાય છે. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સરદાર વલ્ભભાઇ પટેલ ઉદ્યાન લાફીંગ કલબના કન્વીનર અંબાલાલભાઇ રાદડીયાએ કરેલ.