Abtak Media Google News
  • વર્તમાન પ્રમુખ સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરાતા હવે એકાદ પખવાડીયામાં હાઈકમાન્ડ ગુજરાત માટે કરશે નવા અધ્યક્ષની નિમણુંક: ત્રણથી ચાર નામો ચર્ચામાં
  • શંકર ચૌધરી, મયંક નાયક, પ્રદિપસિંહ જાડેજા, જગદીશ વિશ્ર્વકર્મા સહિતના આગેવાનો પ્રબળ દાવેદારો

ગુજરાત પ્રદેશ ભાજપના સૌથી  સફળ અધ્યક્ષ એવા સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા હવે ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળે તે ફાઈનલ થઈ ગયું છે. આગામી એકાદ પખવાડિયામાં ભાજપ દ્વારા નવા પ્રમુખનું નામ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે હાલ ત્રણથી ચાર નામો ચર્ચામાં છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સતત ચોથી ટર્મ માટે નવસારીના સાંસદ તરીકે તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગઈકાલે ત્રીજીવાર તાજપોશી થઈ હતી.જેમાં સી.આર.પાટીલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે સાંજે મળનારી મોદી સરકારની  પ્રથમ કેબીનેટમાં તમામ મંત્રીઓને  ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે. જેમાં સી.આર. પાટીલને કાપડ મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના  ંહાલ જણાય રહી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલની ત્રણ વર્ષની ટર્મ ગત વર્ષ જ પુરી થઈ જવ પામી હતી. દરમિયાન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તેઓને પ્રમુખ પદે ચાલુ રાખવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક 156 બેઠકો જીતાડી નવોજ કિર્તીમાન હાંસલ કરનાર સી.આર. પાટીલ રાજયમાં સતત ત્રીજી  વખત લોકસભાની 26 બેઠકો ભાજપને જીતાડવામાં નિર્ણય રચ્યા હતા બનાસકાંઠા બેઠક ભાજપના હાથમાંથી   સરકી ગઈ હતી.

સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવતા હવે તેઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવે તે નિશ્ર્ચિત બની જવા પામી છે. તેઓનાં સ્થાને ગુજરાતનાં સંગઠનનો તાજ કોના શીરે મૂકવો ? તે અંગે ટુંક સમયમાં પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો  પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાના  કારણે તેઓના  સ્થાને પણ નવા અધ્યક્ષની  નિયુકતી કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો તાજ મેળવવા માટે હાલ ભાજપનાં ત્રણથી ચાર નેતાઓને દાવેદાર માનવામાં આવે છે. જેમાં ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું  નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજને આપવામા આવ્યું  હોય પ્રદેશ અધ્યક્ષ પર ઓબીસી સમાજને આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. શંકરભાઈ ચૌધરી ઉપરાંત  રાજયસભાના  સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયકનું  નામ પણ ચર્ચામાં છે રાજય સરકારના પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નામ   પણ ચર્ચાય રહ્યું છે.  સામાન્ય રીતે  જયારે મુખ્યમંત્રી ઉતર ગુજરાત કે દક્ષિણ ગુજરાતને   આપવામાં આવે ત્યારે  પ્રદેશ અધ્યક્ષ પદ  સૌરાષ્ટ્રને આપવામાં આવતુ હોય છે. પરંતુ છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી સૌરાષ્ટ્રને મુખ્યમંત્રી પદકે પ્રદેશ   ભાજપ અધ્યક્ષ  પદ મળ્યું નથી. આવામાં ભાજપ પ્રમુખ પદ સૌરાષ્ટ્રના કોઈ નેતાને ફાળવી શકે છે. જુલાઈ  માસના આરંભે જ  ગુજરાત ભાજપને  નવા અધ્યક્ષ મળી જશે તે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.