ચાલુ વર્ષમાં સેન્સેકસે 50 હજારનો માર્ક પૂરો કરી એક 61 હજાર સુધી જોવા મળ્યું હતું
દેશની આર્થિક સ્થિતિ સુધારા પર આવતાની સાથે જ અને પ્રશ્નો હલ આવી રહ્યો છે એટલું જ નહીં અર્થ વ્યવસ્થામાં પણ ઘણાખરા અંશે સુધારો આવતા અર્થવ્યવસ્થા પાટા પર આવી છે ત્યારે વિદાય લેતા વર્ષ ૨૦૨૧ માં રોકાણકારોને આશરે ૭૨ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે જે આગામી વર્ષે યથાવત રહેશે તેવી સંભાવના પણ સેવાઇ રહી છે. એટલું જ નહીં ચાલુ વર્તમાન બીએસસી 50 હજાર ને પાળ જોવા મળ્યો હતો સામે ઓક્ટોબર માસમાં એજ ઇન્ડેક્સ 61 હજાર ઉપર જોવા મળતા એવા સ્પષ્ટ થઈ રહી છે કે આગામી સમયે શેરબજાર માટે ખૂબ જ હકારાત્મક નીવડશે.
કોરોના ના કપરા સમયમાં પણ શેરબજારે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને પરિણામે તેની હકારાત્મક અસર પણ સમગ્ર દેશમાં જોવા મળી હતી. રોકાણકારોને જે મુજબ ફાયદો થયો છે તેને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે સરકારની યોગ્ય પોલિસીની સાથોસાથ જે રીતે કોરોના ના કપરા સમયમાં રસી આપવાનું અભિયાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તે પણ વેગ પકડતાં અર્થવ્યવસ્થા અંતે સુધારો જોવા મળ્યો હતો અને શેરબજાર ઊંચું આવ્યું હતું. કોરોના ના કપરા સમયમાં પણ ૩૦ જેટલા શેરોએ તેના રોકાણકારોને ૨૦ ટકાથી પણ વધુનો વળતર ચૂકવાયું છે જે હકારાત્મક વાત કહી શકાય.
શેરબજારની સ્થિતિને સુધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ અનેક પ્રકારે કાર્ય હાથ ધર્યા હતા જેમાં ચાર ટકા સુધી પોલિસી રેટમાં ઘટાડો કર્યો હતો. એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન હેઠળ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની સાથે અને વિકાસ કાર્યો હાથ ધર્યા હતા . વર્ષ ૨૦૦૧માં રસીકરણ ઝુંબેશ તીવ્ર બનતાની સાથે જ જે રીતે અર્થવ્યવસ્થા બેઠી થવી જોઈએ તે સંપૂર્ણ રીતે શક્ય બન્યું હતું અને રોકાણકારોને પણ ઘણાખરા અંશે લાભ મળ્યો હતો.
વૈશ્વિક સ્તર પર લોકડાઉન જ્યારથી ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારબાદ જ દરેક અર્થવ્યવસ્થા ફરીથી બેઠી થવા લાગી હતી જેનું મુખ્ય કારણ એ છે કે ફરી ધંધા-રોજગાર યથાવત રીતે ચાલુ રહેતા ની સાથે જ પાર્થ વ્યવસ્થાને બુસ્ટરડોઝ મળ્યો હતો ત્યારે આવનારા વર્ષમાં પણ શેર બજાર ટના ટન રહેશે અને રોકાણકારોને વધુ ને વધુ લાભ થાય તે દિશામાં કાર્ય કરશે તે ઉપવાસ માનવામાં આવી રહ્યું છે.
ઊઘડતા સપ્તાહે શેરબજારમાં 800 પોઇન્ટની અફડાતફડી
ઉઘડતા સપ્તાહે ફરી શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું અને આઠસો પોઇન્ટની અફડાતફડી જોવા મળી હતી પરંતુ સમય જતાં શેરબજાર ફરી ગ્રીન ઝોનમાં આવી ચૂક્યું છે ત્યારે હાલની સ્થિતિ ખૂબ જ વોલેટાઇલ હોવાના કારણે 31 ડિસેમ્બર સુધી શેરબજારમાં આ સ્થિતિ રહેશે તો નવાઈ નહીં. નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરી શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે અને શેરોના ભાવમાં વધારો અથવા ઘટાડો પણ થઈ શકે છે.