બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી ફિલ્મો કરતા તેના લુક માટે વધુ ફેમસ છે. ફરી એકવાર ડાયના લહેંગામાં તેની સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી જોવા મળી હતી. લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં ડાયના ઓફ વ્હાઇટ કલરના લહેંગા અને બ્લાઉઝ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીના લહેંગામાં જ્વેલરી સાથે ડાયનાનો સ્મોકી મેકઅપ તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો છે. ડાયના પેન્ટીની એક ઝલક મેળવવા ચાહકો હંમેસા આતુર રહે છે. ડાયના તેના એથનિક સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને દરરોજ હેડલાઈન્સમાં રહે છે.