ઉલટી ગંગા !!!
ખાદ્ય વસ્તુઓ, ઇંધણ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટયા
અર્થ વ્યવસ્થા ઝડપભેર વિકસિત બનતા ની સાથે જ થ્થાબંધ અને રિટેલ ભાવાંક માં ઘટાડો આવ્યો છે જે અર્થતંત્ર માટે એક સારા સમાચાર છે.મે માસમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાીવાનો દર ઘટીને માઇનસ 3.48 ટકા નોંધવામાં આવ્યો છે. જે સાડા સાત વર્ષની નીચલી સપાટી છે. ખાદ્ય વસ્તુઓ, ઇંધણ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જથ્થાબંધ ફુગાવામાં મોટા પાયે ઘટાડો નોંધાતા આરબીઆઇ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજ દરોમાં વધારો ન કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો માઇનસમાં રહ્યો છે. હાયર બેઝ અને ઇંધણ તથા મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટવાને કારણે સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો માઇનસમાં રહ્યો છે.તાજેતરમાં જ મે મહિનાના રીટેલ ફુગાવાના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. મે મહિનામાં રીટેલ ફુગાવો 4.25 ટકા નોંધવામાં આવ્યો હતો. જે છેલ્લા 25 મહિનાની નીચલી સપાટી છે.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર મે, 2023માં મિનરલ ઓઇલ, બેઝિક મેટલ, ફૂડ પ્રોડક્ટ, ટેક્સટાઇલ, નોન ફૂડ આર્ટિકલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. મે 2023માં નોંધાયેલ જથ્થાબંધ ફુગાવો નવેમ્બર, 2015 પછીનોે સૌૈથી ઓછો છે. નવેમ્બર, 2015માં જથ્થાબંધ ફુગાવો માઇનસ 3.70 ટકા હતો. મે, 2022માં જથ્થાબંધ ફુગાવો 16.63 ટકા હતો. જ્યારે ગયા મહિને એટલે કે એપ્રિલ, 2023માં જથ્થાબંધ ફુગાવો માઇનસ 0.92 ટકા હતો.