• વિકાસમાં આડખીલીરૂપ ફુગાવો  મહદઅંશે નથાયો!!!
  • RBIના પ્રયાસોને સફળતા સાંપડી: યુએસમાં ફુગાવો નિયંત્રિત કરવા ફેડરલ રિઝર્વ પણ આરબીઆઇ મોડેલ અપનાવે તેવી શકયતા

વિકાસમાં આડખીલીરૂપ ફુગાવો મહદ અંશે નથાયો છે. આરબીઆઇને આમા સફળતા સાંપડી રહી છે. જેના પરિણામે જથ્થાબંધ ભાવાંક ઘટ્યો છે. ફુગાવાને 7 ટકાની નીચે લઈ જવાનો આરબીઆઇનો લક્ષ્ય હવે એક વેંત જેટલો જ છેટો છે. બીજી તરફ આરબીઆઇએ લીધેલા પગલાં હવે ફેડરલ રિઝર્વ યુએસમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે લઈ શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને નિયંત્રણમાં લાવવામાં સતત પ્રયત્નશીલ છે.  તેમ છતાં, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં પોલિસી રેટ વધુ વધી શકે છે.  એસબીઆઈ રિસર્ચે એક રિપોર્ટમાં આ વાત કહી છે.  તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ’મોંઘવારી તેના ઉચ્ચ સ્તરે પહોંચી હોવાનું જણાય છે.’  એપ્રિલમાં છૂટક ફુગાવો 7.79 ટકાની લગભગ 8 વર્ષની ટોચે પહોંચ્યો હતો.  મે મહિનામાં તે થોડો નરમ પડ્યો હતો અને ઘટીને 7.04 ટકા પર આવ્યો હતો.

એસબીઆઈ રિસર્ચના રિપોર્ટ ’ ઇકોવ્રેપ’ અનુસાર, કોર ફુગાવો પણ એપ્રિલમાં 6.97 ટકાથી ઘટીને 6.09 ટકા થઈ ગયો છે.  રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ’અમે માનીએ છીએ કે આરબીઆઇ ફુગાવાને નિયંત્રિત કરવા માટે ખૂબ આગળ છે અને ફેડરલ રિઝર્વ યુએસમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક મોડલ અપનાવી શકે છે.

યુએસમાં ફુગાવો મે મહિનામાં 8.6 ટકાના ચાર દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.  આ રિપોર્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે લખ્યો છે.  રિપોર્ટ અનુસાર એવી શક્યતા છે કે આરબીઆઈ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી રિવ્યૂમાં પોલિસી રેટમાં વધારા પર વિચાર કરી શકે છે.  તેનું કારણ એ છે કે જૂનમાં ફુગાવો 7 ટકાથી ઉપર રહી શકે છે.

ઓક્ટોબરની નાણાકીય નીતિ સમીક્ષામાં આમાં વધારો થઈ શકે છે.  આ પોલિસી રેટને 5.5 ટકાના પ્રિ-એપિડેમિક લેવલથી ઉપર લઈ શકે છે.  નોંધનીય છે કે મોંઘવારી નિયંત્રણમાં લાવવા માટે આરબીઆઈએ મે મહિનામાં પોલિસી રેટ રેપોમાં 0.40 ટકા અને જૂનમાં 0.5 ટકાનો વધારો કર્યો છે.  આ સાથે રેપો રેટ 4.9 ટકા પર પહોંચી ગયો છે.  જેમાં 2022-23માં સરેરાશ મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વાર્ટરમાં ફુગાવાના આંકડા આરબીઆઈના અંદાજ કરતા અલગ છે.  “ફૂગાવો 7.8 ટકાની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હોવાનું જણાય છે.  આ થોડી રાહત છે.  આ મહિને નાણાકીય નીતિ સમીક્ષામાં, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અનુમાનને 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે.  આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 7.5 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.

રૂપિયો ગગડયો!: ડોલર સામે રૂ.78.28એ તળિયું બતાવ્યું!!!

RD

ભારતીય રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે.  અમેરિકી ડોલર સામે રૂપિયો 78ની સપાટીએ પહોંચી ગયો છે. આ પહેલીવાર છે જ્યારે રૂપિયો 78.28એ પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાને કારણે ડોલર મજબૂત થયો છે અને સ્થાનિક બજારમાંથી વિદેશી ફંડ સતત બહાર જઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક ચલણ પર ભારે દબાણ છે.  ગત સપ્તાહે રૂપિયો 21 પૈસા તૂટ્યો હતો.આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 36 પૈસા ઘટીને 78.28 પર પહોંચ્યો હતો.બીજી તરફ રૂપિયો ગગડવાથી નુકસાનની સાથે ફાયદો પણ છે. રૂપિયાનું ગગડવું નિકાસ માટે ફાયદાકારક છે. બીજા દેશોને મળતા ઓર્ડર રૂપિયાની ઓછી કિંમતને પગલે ભારતને મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.