Abtak Media Google News

 

તમારા વિચારો બીજાને વિચારતા કરી દે તેવા હોવા જોઇએ:

 

જીવન ઉન્નતીમાં સકારાત્મક વિચારોનું મહત્વ વિશેષ: યુવાનીમાં સૌથી મહત્વપૂર્ણ અસર સંગત કરતું હોવાથી મિત્રોની પસંદગીમાં તકેદારી રાખવીઆજનો યુવાન આકર્ષણને જ પ્રેમ સમજી બેસે છે: મુગ્ધાવસ્થાના આવેગોને કંટ્રોલ કરી સ્વવિકાસ તરફ ઘ્યાન આપવું: આજના યુગમાં યુવા વર્ગે પોતાની આગવી ઓળખ ઉભી કરવી પડશે

આજના યુગમાં શારિરીક સાથે માનસિક અને સામાજીક વિકાસ યુવાનો થઇ રહ્યો છે ત્યારે તેમાં વિચારોનું અતિ મહત્વ છે. સકારાત્મક કૌશલ્યો હસ્તગત કરીને દેશનો આ ભાવી નાગરીક શ્રેષ્ઠ ઘડતર કરે એ જરૂરી છે. યુવાનોની તાકાત – ક્ષમતા અપરંપાર છે ત્યારે તેના જીવન બદલાવ સાથે વિચારોમાં બદલાવની પણ જરૂર છે. આપણાં વિચારો જ બીજાને વિચારતા કરી દે એવા હોવા જોઇએ. આજનો યુવાન ભલે ભણ્યો હોય પણ તેના કૌશલ્યોનો વિકાસ ન થતાં તે ઘણી બધી માનસિક વિટંબણામાં જીવી રહ્યો છે.

16 5

ફિલ્મો – ઇન્ટરનેટ સાથે જીજ્ઞાસા પ્રેરક વીડિયોને કારણે તે આકર્ષણને જ પ્રેમ સમજી બેસે છે. તરૂણાવસ્થાની વિવિધ સમસ્યાનો તેને કોઇ વૈજ્ઞાનિક અને સાચો જવબ ન મળતા તે તાણ અનુભવે છે. આવેગોને કંટ્રોલ કરતા શીખવું જ પડશે. સ્વ વિકાસ સૌથી અગત્યની વાત હોવાથી દરેક યુવાને પોતાની ક્ષમતા મુજબ વિકાસ કરવો જરુરી છે. આજે ઘણા યુવાનો બહુ જ સમજુ હોવાથી ભણતા – ભણતા જ પાર્ટ ટાઇમ જોબ કરીને મા-બાપને ઉપયોગી થાય છે. આજે યુવાનોએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હશે તો જ તે સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેશે.

1026413 memory

યુવાનીમાં સૌથી મહત્વ પૂર્ણ અસર સંગત કરતું હોવાથી મિત્રોની પસંદગીમાં તકેદારી રાખવી જરુરી છે. ખરાબ સંગતને કારણે ઘણીવાર તેના અને પરિવાર ઉપર આફત તૂટી પડતી હોય છે. સારા પુસ્તકોનું વાંચન કરવાથી વિચારોમાં બદલાવ આવે છે. સમજદારી સાથે સકારાત્મક વલણ હોવું જરુરી છે. આજનો યુવાન તો પોતાનું વ્યકિતત્વ ખોઇ બેઠો હોવાથી અન્યોની વાતને સાચી માની લે છે. થોડી સમજણ આવે કે તેના આદર્શ કે રોલ મોડલની આભામાં તે તેના જેવો બનવા માંગે છે. પણ જરુરી માગદર્શન ન મળતા નકારાત્મક વિચારો ને કારણે જીવન ધૂળ ઘાણી કરી નાખે છે.

13 2

દુનિયામાં જેમ પાંચ આંગળી કે ફિંગર પ્રીન્ટ સરખી નથી હોતી તેમ દરેક યુવાનમાં પડેલી વિવિધ ક્ષમતા પણ અલગ અલગ હોય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા યુવા વિકાસ માટે સ્વ.વિકાસ, નિર્ણયશકિત, સમસ્યા ઉકેલ જેવી 10 લાઇફ સ્કીલ આવી છે. જો આ કૌશલ્યો તે હસ્તગત કરી લે તેનો વિકાસ ઝડપી થાય છે. આજના યુવાનોની સૌથી મોટી સમસ્યા મહેનત વગર શોર્ટકટથી જલ્દી રૂપિયાવાળું થઇ જવું છે. દેખા દેખીને કારણે ઘણીવાર તે મા-બાપને પણ મુશ્કેલીમાં મુકી દે છે. આપણા દેશમાં 58 ટકાથી વધુ વસ્તી યુવા વર્ગની હોવાથી તેના શિક્ષણ – રોજગાર – માર્ગદર્શન જેવા ઘણા પ્રશ્ર્નો છે ત્યારે તેની સ્કીલ બેઇઝ પ્રગતિ માટે સંસ્થાઓ આગળ આવવું જરુરી છે.

આજે પ્રાથમિક બાળકને પૂછો તો તે પણ તેને જે બનવું છે તે જણાવશે ત્યરે સમજણો યુવાન મિત્રએ કોર્ષમાં ગયો એટલે મારે પણ જવું છે. તેવી આંધળી રીતે સમય બગાડી રહ્યો છે. આજે તો નેતા, અભિનેતા, ક્રિકેટરો જ યુવાનોના આદર્શો હોવાથી તેમને અપેક્ષા ખુબ જ વધતી જાય છે. આજનો યુવાન પોતાને જ ઓળખી નથી શકયો ત્યાં તેના વિકાસની વાત કેમ કરવી.

14 4

યુવા એટલે બોલેલું કે ધારેલું કરવાની જેનામાં શકિત પડેલ છે તે, પણ આજના યુવાનમાં આ કયાંય દેખાતી જ નથી. તેની પાસે કોઇ લક્ષ્ય કે વિશા જ નથી તેથી પાનના કે ચાના ગલ્લે ગપાટા મારતો વ્યસની યુવાન જ આપણને જોવા મળે છે. તેને તેના આસપાસના વાતાવરણની પણ પડી નથી. એને તો હુ 18 નો થયો ને ચૂંટણી કાર્ડ આવી ગયું બસ બાઇક ને નવા કપડામાં ખોટી રઝળપાટ જ ને તે જીંદગી સમજી બેઠો છે. વિદેશોમાં તેના યુવા વર્ગને ઘણો સારો ઉપયોગ કરવામાં આવે છે. યુવાની એવી વસ્તુ છે જેમાં યુવાને પોતાનું જીવન ઘડતર કરવાનું હોય છે, પણ આજે તો યુવાની એટલે જલ્સા એવો ખોટો ખર્ચ બધા કાઢી રહ્યા છે.

આજના યુવા ધને પુરૂષાર્થ, કર્મ, સહયોગ, કરૂણા, સમજદારી, પ્રમાણિકતા જેવા ઘણા ગુણો શિખવાની જરુર છે જો આ ગુણો નહી વિકસાવે તો જીવન ચલાવવું પણ કઠિન થઇ જશે. યુવા શકિત જાગીને આગળ આવીને સમાજ અને દેશની કોઇ નાની મોટી જવાબદારી ઉપાડે તેવા યુવાન હોવો જોઇએ. કોઇપણ દેશના વિકાસમાં યુવાનોના વિચાર ઇંધણ તરીકે કામ કરે છે. યુવાની એક એવી અવસ્થા છે જેમાં માણસના પગથી માથા સુધી તરવરાટ અનુભવે છે, ઉર્જાનો ઘોઘ હોવાની ફેશન ચાલતી હોવાથી પ0 વર્ષના નેતાને યુવા નેતા કહેવાય છે જેથી યુવાન હતોત્સાહિત થઇ જાય છે.

આજે તો યુવા શકિત વેડફાતી જોવા મળે છે. તેની ઉર્જાનું મિસ મેનેજમેન્ટ વિસ્ફોટ કરે છે. કોઇપણ દેશને આગળ વધારવો હોય તો ત્યાંના યુવાનોને બોલવા દો, તેના મુકત મને વિચારો વ્યકત કરવા દો, તમે સહમત હો કે ન હો પણ તેને સાંભળોએ જરુરી છે. યુવાનને મોટી વેઇટ કરવો જરુરી છે. માર્ક ઝુકર બર્ગ અને બિલ ગેટર્સ 18 વર્ષની નાની ઉંમરે જ મોટી કંપની સ્થાપી હતી. યુવાન ધારે તે કહી શકે પણ તે ધારતો નથી. કારણ કે તેને નિષ્ફળતાનો ડર લાગે છે, સાથે તેનો સંપૂર્ણ સહયોગ પણ મળતો નથી. આજનો યુવાન ઇન્ટરનેટને મફત શિક્ષણની ક્રાંતિ સમજે છે, તે માને છે કે તેના મદદથી ઘેર બેઠા મફતમાં શિક્ષણ મેળવી શકાય છે. મિસ ઇન્ફરમેશનનો ખતરો તેને ખબર જ નથી. યુવા ધનનો માનસિક વિકાસ સૌથી શ્રેષ્ઠ બાબત આજના યુગની ગણી શકાય. સોશિયલ મીડિયા ની સાથે મોબાઇલ કલ્ચર તેને આગળ વધતો રોકી દે છે. આજના યુવા વર્ગને મળતી સ્વતંત્રતાને કારણે તે સ્વછંદી બની ગયો છે.

15 3
જીજ્ઞાસા પ્રેરક વીડિયો માનસિક અસંતુલન પેદા કરે !

દેશનો ચારિત્ર્ય વાન યુવાન જ સકારાત્મક પ્રગતિની ભૂમિકા ભજવી શકશે. ઇન્ટરનેટ માઘ્યમ વડે જોવાતા જીજ્ઞાસા પ્રેરક વીડિયો માનસિક અસંતુલન પેદા કરે છે. આજનો યુવાન પોતાની સમસ્યાનો ઉકેલ શોધી શકતો નથી ત્યાં આપણે વિચારવાની વાત કયાં કરવી? સારા પુસ્તકોના વાંચનથી જ વિચારોમાં બદલાવ લાવે છે. સમજદારી સાથે સકારાત્મક વલણ હોવું જરૂરી. આજનો યુવા વર્ગ વ્યકિતત્વ ખોઇ બેઠો હોવાથી અન્યોની વાતને સાચી માની લે છે.

આજના યુવા વર્ગે કોઇપણ પગલું ભરતાં પહેલા પરિવારનો વિચાર કરવો

આજે સમાજમાં બનતી વિવિધ ઘટનાઓમાં છોકરાની સાથે છોકરીઓનો પણ એટલો જ વાંક ગણી શકાય. યુવા વર્ગે કોઇપણ પગલું ભરતા પહેલા પરિવારનો વિચાર કરવો જરૂરી. સારા વિચારો સારૂ જીવન આપી શકે માટે ખંડનાત્મકની જગ્યાઅ સર્જનાત્મક વિચાર સરણી રાખવી જોઇએ. પવર્તમાન સમયમાં છોકરીઓએ વિશેષ તકેદારી રાખવી જોઇએ, અને જે દેખાય છે તે સાચુ નથી અને જે નથી દેખાતું તે સત્ય છે તે વિશે સજાગ રહેવાની જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.