ભારતીય મનિષોઓએ  મનુષ્યનાં સ્વાસ્થ્ય, સ્વસ્થતા અને એની સિધ્ધિ – સમૃધ્ધિની જેટલી સુક્ષ્મ દષ્ટિથી (ચિંતન , ચિંતા અને મનન કર્યું છે એની આછેરી ઝલક પણ જગતનાં કોઈ દેશ કે, રાષ્ટ્ર કરી નથી.  આપણાં આર્ષદ્રષ્ટા ઋષિ – મહર્ષિઓએ પોતાના અમાપ અનુભવનાં આધારે, નિજી જીવનમાં જે પક્ષ કંઈ 2હસ્ય જાણ્યું, પીંછાણ્યું, એ તમામ એમણે માનવ સેવામાં અર્પીત ક્યું. આવા અનુભુતિથી ઓપતા’ અર્કને આપણે પશ્ચિમી ભ્રામક, ભભકાદાર સભ્યતાથી અંજાયી, આપણા પુર્વજોએ સીંચેલ સંસ્કા2ને, એમણે પાડેલી પ્રભાવક પ્રથાને પુરાણી માની કોરાણે મુકી દીધી.

આવી જ એક અદભુત આધ્યાત્મિક , આરોગ્ય પદ પ્રથા હતી લલાટે તિકલ કરવાની કોઈ પણ શુભ – મંગલ કાર્ય કરતાં પહેલા તિકલ ક2વું અનિવાર્ય હતું. કપાળે શોભતા કંકુ, ચંદન, હલ્દીના શુકનવંતા ચાંલ્લાનાં ભારતીય સંસ્કૃતિ અને સૌભાગ્યની સ્ત્રીની શાન હતી. એ એની અલગ, અલાયદી, પવિત્ર પહેચાન હતી,

શાસ્ત્રોએ તિલકનો ખુબજ મહિમા અને મહતા વર્ણવી છે . તિલક વગ2 ની વ્યકિત યજ્ઞ વિગેરે શુભકાર્યોમાં ભાગ નોતી લઈ શકતી. રાજસિંહાને બેસાડતા પહેલા પ્રથમ તિલક કરવામાં આવતું જેને ” રાજ તિલક ” કહેવામાં આવતું 2ણસંગ્રામમાં જતા પતિદેવોને કુમકુમ તિલક કરી , પત્નિઓ વિજયની કામનાઓ વ્યકિત ક2તી, એવો તિલકમાં એમને આત્મ વિશ્ર્વાસ હતો, અને એ ફળીભૂત પણ થતો. આ તિલકની ભીતર કેવળ આધ્યાત્મિક જ નહીં અર્પીતું અદભુત વૈજ્ઞાનીક 2હસ્ય પણ છુપાયેલું છે.

યોગ શાસ્ત્ર કહે છે , આપણા શરીરમાં 72000 નાડીઓ છે. આમાની 108 મહત્વપુર્ણ નાડી હદય સાથે જોડાયેલી છે . માળાના 108 મણકા હદયની આ 108 નાડીઓ શુધ્ધ થાય એવી ઉમદા ભાવનાથી 2ખાય છે . એવું ઘણાં કહે છે આમા દસ નાડીઓ મહત્વની છે. આમાં પણ મનુષ્ય જીવનને સાર્થક કરતી એને એટલે કે , જીવન શિવ સાથે મિલાવતી અતિ મહત્વપુર્ણ સિધ્ધિદા ત્રણ નાડીઓ છે, ઈડા, પીંગલા , અને સુષુમ્ણા, આમાં પણ આધ્યાત્મિક માર્ગે આગળ ધપાવતી અદભુત આધારભુત નાડી સુષુમ્ણા છે . આ નાડી મુલાધાર (નીચેથી ) થી નીકળી સહસ્ત્રાધા2 જેને બ્રહમરંથ કહેવાય ત્યાં પહોંચે છે.

યોગીઓ માટે આ તીર્થ મુલ્ય છે. યોગીઓનો પ્રાણોેત્સર્ગ અહીંથી થાય છે . આ કુંડલીનીનું અંતિમ ચક્ર છે . આ સુપુષ્ણા નાડી લલાટના મધ્ય ભાગ માંથી નિકળે છે જેને આજ્ઞા ચક્ર કહેવાય , જે મોક્ષના દ્વાર ખોલે છે. જે ઉર્ધ્વ લોકોમાં પહોંચાડી અમૃતનું પાન ક2વે છે, અન્ય નવ નાડીઓ માનવીના કર્મ અનુસાર વિવિધ યોનીમાં જન્મ ધારણ કરાવે છે . ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર આ આશા ચક્ર ઉપ2 છે, જેને જ્ઞાન ચક્ર કહેવાય. જો જ્ઞાન જાગે તો, માયા ભાગે, આ ત્રીજા નેત્રથી શિવજીએ કામનું દહન કરેલું. જો કામનું દહન થાય તો રામનું મિલન થાય એટલે જ ધ્યાન ધરવાથી ઉત્કૃષ્ટ રીતે આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન ધરવાની છે.

આ સ્થાનની મર્યાદા મળવવા એને શાંત અને સ્વસ્થ રાખવા જ ચાલ્લો ક2વાનું વિધાન છે. ભસ્મથક્ષ રોમ છિદ્રો ખૂલ્લે છે. રોગ જન્ય કિટાણું, વિષાણુઓને નાશ થાય છે જઠ-રાગ્નિ પ્રદિપ્ત થાય છે. વિકારો ભાગે છે, આત્મા જાગે છે, આ છે. તિલક કરવા પાછળનું રહસ્ય અને એનો મોંઘેરો  મહિમા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.