ભાજપમાં મંત્રી ફળદુ, હકુભા જાડેજા અને સાંસદ પુનમબેનની મહત્વની ભૂમિકા
એસસી, એસટી અને ઓબીસીની બેઠકો ફરતા કેટલાકની ટિકિટ કપાશે
શહેરમાં મહાપાલિકાની ચૂંટણીમાંય એસસી એસટી અને ઓબીસીની બેઠકામેં ફેરફાને કારણે કેટલાક કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે તેમ છે. ભાજપમાંથી જેની ટિકિટ કપાવાની છે તે પૈકી કેટલાકે તેમના કુટુંબી માટે લોબીંગ શ કરી દેવાયું છે.
વોર્ડ નં. દસમાંથી ચૂંટાયેલા અગ્રણી મેયર હસમુખ જેઠવાને ભાજપ રીપીટ કરશે, કારોબારી ચેરમેન સુભાષ જોશી વોર્ડ નં.૩માંથી જ ચૂંટણી લડશે. ડે. મેયર કરસન કરમુર તેમના વોર્ડ નં.૫માંથી ટિકિટ માંગશે. વોર્ડ નં.૧૪માંથી ચૂંટાતા અને અગાઉ પૂર્વ મેયર રહી ચૂકેલા પ્રતિભાબેન અને વોડ નં.૩માંથી દિનેશ પટેલ રીપીટ થાય તેવા સંજોગો છે.
મહાનગરપાલીકામાં પક્ષના નેતા અને કેબીનેટ મંત્રી ફળદુના નિકટ ગણાતા દિવ્યેશ અકબરી રિપીટ થશે. જામનગરનાં ધારાસભ્યો, સાંસદ સભ્યો સાથે કોર્પોરેટરોએ લોબીંગ શ કર્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાંથી આવેલ કોર્પોરેટરના નામ માટે પ્રદેશમાંથી મંજૂરી મેળવવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણીમાં જામનગરનાં ઉમેદવારો માટે ધારાસભ્યો સાંસદોનો મત પણ લેવાશે. મહાનગરપાલીકાની ચૂંટણીમા આરસી ફળદુ અને હકુભા જાડેજા અને સાંસદ પુનમ માડમની ભૂમિકા મહત્વની રહેશે. પૂર્વ મંત્રી વશુબેન ત્રિવેદીના સમર્થક ગણાતા કોર્પોરેટરોમાંથી ૫૦ટકા કોર્પોરેટરોની ટિકિટ કપાવાની શકયતા સેવાઈ રહી છે.
ભાજપના કયા કોર્પોરેટરો કપાશે ?
- વોર્ડ નં.૧માં હુશેનાબેન સંઘાર, ઉમર ચમડીંયા
- વોર્ડ નં.૨માં ચેતના પૂરોહિત
- વોર્ડ નં.૩માં ઉષાબેન કંટારીયા
- વોર્ડ નં.૪માં રચના નંદાણીય
- વોર્ડ નં.૫માં ધર્મરાજસિંહ જાડેજા
- વોર્ડ નં.૬માં રમાબેન ચાવડા, ઝંઝીબેન ડેર, આલા રબારી
- વોર્ડ નં.૭માં મિતલ ફળદુ
- વોર્ડ નં.૮માં મેઘના હરિયા અથવા પ્રફુલાબેન જાની, યોગેશ કણજારીયા
- વોર્ડ નં.૯માં રીટાબેન ઝીંઝુવાડીયા
- વોર્ડ નં.૧૦માં નટુભાઈ રાઠોડ
- વોર્ડ નં.૧૧માં ભનજી ખાણધર
- વોર્ડ નં.૧૩માં રેખાબેન ચૌહાણ
- વોર્ડ નં.૧૪માં મનિષ કટારીયા
ભાજપના કયા કોર્પોરેટરો રીપીટ થશે?
- વોર્ડ નં. ૨ કિશન માડમ, જયેન્દ્રસિંહ ઝાલા
- વોર્ડ નં.૩ અલકાબા જાડેજા, સુભાષ જોશી, (ગત ટર્મ સ્ટેન્ડીંગ ચેરમેન) દિનેશ પટેલ (પૂર્વ મેયર), રાજુભાઈ અનડકટ અથવા પરિવારના મહિલા
- વોર્ડ નં.૪માં કેશુભાઈ માડમ
- વોર્ડ નં.૫માં કરશન કરમૂર (ગત ટર્મ ડે.મેયર), પ્રવીણભાઈ માડમ, અશ્ર્વીનભાઈ જોષી, , બીનાબેન કોઠારી, ડીમ્પલબેન રાવલ અને એક પટેલ
- વોર્ડ નં.છ કમલાસિંગ રાજપૂત
- વોર્ડ નં. સાતમં અરવિંદ સભાયા મેરામણ કરમૂર,
- વોર્ડ નં.૮માં દિવ્યેશ અકબરી, મેઘના હરિયા અથવા પ્રફુલાબેન જાની,
- વોર્ડ નં.૯માં નિલેશ કગથરા અને રાજુભાઈ શેઠ, ભરતભાઈ મહેતા, કુસુમબેન પંડયા
- વોર્ડ નં.૧૦માં હસમુખ જેઠવા ગત ટર્મ મેયર હંસંબેન પીપડીયા
- વોર્ડ નં.૧૧માં પ્રફુલાબા જાડેજા (રાજયમંત્રી હકુભાના પત્ની), જયરાજ પરમાર્ર
- વોર્ડ નં.૧૩માં કેતન નાખવા, મનીષ કટારીયા
- વોર્ડ નં.૧૪માં દિનેશ ગજરા, પ્રતીભાબેન કનખરા
કોંગ્રેસના નક્કી ઉમેદવારો
- વોર્ડ નં.૧ ઝુબેદાબેન નોતીયાર કાસમ ખફી
- વોર્ડ નં.ચાર અનંદ ગોહિલ,
- વોર્ડ નં. ૧૧માં જેતુનબેન રાઠોડ,
- વોર્ડ નં.૧૨માં જેનબ ખફી, હમીદાબેન જુણેજા, અસલમ ખીલજી, અલ્તાફ ખફી
- વોર્ડ નં.૧૫માં મરીયમબેન ખફી,શીતલબેન વાઘેલા, દેવશી આહિર, આનંદ રાઠોડ
- વોર્ડ નં.૧૬માં નીતાબેન પરમાર, યુસુફ ખફી, સરલાબેન દોંગા