ધ્રોલ તાલુકાના જિલ્લા પંચાયતની બે સીટો આવેલી છે. જેમાં ખારવા, લતીપર , બેઠક આવેલ છે. ૨૦૧૧ ના આંકડા ની માહિતી અનુસાર ધ્રોલ તાલુકાની કુલ ૫૩૪૩૨ની વસ્તી ધરાવતો તાલુકો છે. તાલુકામાં કુલ ૪૧ ગામડાઓ નો સમાવેશ છે. જેમા ૧૬ બેઠક પર તાલુકા પંચાયત ચૂંટણી યોજાઈ છે. તાલુકા ની વસ્તી પુરુષો ૨૭૩૭૭, અને સ્ત્રીઓની વસ્તી ૨૬૦૫૫ તાલુકામાં કુલ ૭૫ % જેટલુ અભ્યાસ છે. જેમાપુરુષ ૮૦.૭૩ સ્ત્રીઓ ૬૫.૧૯ ટકા અભ્યાસ કરેલ છે.
તાલુકા મા સૌથી વધુ પટેલ સમાજ વસ્તી વધારે છે. તાલુકાના મુખ્ય સિંચાઈ પર ઉંડ – ૧ અને આજી ડેમ પર નિર્ભર છે. સિંચાઈ માટે ધણા વિસ્તાર મા નાના મોટા ડેમનો જરૂરિયાત છે તેવી લોકો ની માંગણી છે. ધ્રોલ ગામ્ય વિસ્તારના મોટા ભાગ રોડ રસ્તા ઓ ખરાબ છે. તાલુકો માત્ર ખેતી પર આધારીત છે. ત્યારે તાલુકા માં કઈ ધંધા રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર પાસે લોકો ની અપેક્ષા.. ગ્રામ્ય વિસ્તારમા નાના મોટા કામો ધણા ગામો વંચિત છે.
ધ્રોલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો કુલ ૧૬ માંથી ૧૪ પર કોંગ્રેસનો વિજય થયો અને બે સીટ પર ભાજપનો વિજય થયો અઢી વર્ષ જેટલો કોંગ્રેસે શાસન પર રહ્યું પરંતુ ૭૭ ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ ભાજપ મા જોડાત સત્તા પરિવર્તન આવ્યુ.
૭૭ ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપ નો કેસ ધારણ કરતાં ધ્રોલ તાલુકા પંચાયતના એકીસાથે ૯ સદસ્યો ભાજપમાં જોડાયા જેથી તાલુકા પંચાયત પર ભાજપ ની બહુમતી થી કબજો કર્યો અને છેલ્લા ૩ વર્ષ ભાજપે રાજ કર્યું જોવાનું એ રહ્યું કે ગત ચુંટણી મા કોંગ્રેસનો દબદબો રહ્યો હતો પરંતુ આવનાર ૨૦૨૧ મા તાલુકા પંચાયતમાં કમળ ખીલશે કે પછી ફરી પંજો બાજી મારશે તે તેતો આવનાર સમય બતાવશે.