અભિનેતામાંથી નેતા બનેલા શત્રુધ્ને ગુજરાતમાં બીજેપી માટે પ્રજામાં આક્રોશને પડકાર ગણાવ્યો!
બીજેપી અભિનેતા સાંસદ શત્રુધ્ન સિંહાએ આજે ગુજરાતની ચૂંટણીને ભાજપ માટે પડકાર‚પ ગણાવી કહ્યું હતું કે, ગુજરાતના લોકોમાં જીએસટી અને નોટબંધી મુદ્દે નારાજગી છે ત્યારે બીજેપી માટે ગુજરાતની ચૂંટણીએ ચૂંટણી નહીં પણ પડકાર છે તે પથ્થરની દીવાલ પર કોતરાયેલું સત્ય છે. આમ જણાઈ રહ્યું છે કે, શત્રુને કોણ કહેશે ‘ખામોશ’ ???!
તેમણે એક જાહેર કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું
કે, હું પક્ષને પડકારતો નથી પણ રાષ્ટ્રહિતમાં તેમને અરીસો બતાવી રહ્યો છું દીવાલ ઉપર કોતરાયેલા જેવું આ સત્ય છે કે ગુજરાતમાં જીએસટી, નોટબંધી અને બેકારીના કારણે લોકોની નારાજગી જોતા બીજેપીને કેટલી બેઠકો મળે તે નકકી નહીં પણ તેના માટે મોટો પડકાર તો છે જ જો કે બીજેપી ચુંટણીને ગંભીરતાથી લઈ વધુને વધુ બેઠકો અંકે કરવા કોશિશ કરી રહ્યો છે.
તેમણે કોંગ્રેસના મહાન નેતા સ્વ.ઈન્દિરા ગાંધી અંગે કહ્યું હતું કે, અગર ઈન્દિરા ગાંધી જીવિત હોત તો હું આજે કોંગ્રેસમાં હોત. બીજેપીમાં રહીને આવા નિવેદનો કરતા અભિનેતામાંથી નેતા બનેલા શત્રુધ્નસિંહાને ‘ખામોશ’ થવાનું કોણ કહેશે ?