શહેરને લીલુછમ હરીયાળું બનાવુ છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે મહાનગર પાલિકા પાસે માળીની અછત છે વધુમાં આ વર્ષે લોકડાઉનને લઇ કોઇ વૃક્ષોના વાવેતરને લક્ષ્યાંક નકકી નહીં કર્યા હોવાનું મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના સુત્રોમાંથી જાણવા મળે છે. એટલુ જ નહી મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાને જ નાબુદ કરવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાનું મર્જર કરી દેવામાં આવી છે.

અનેક વિસ્તારમાં વૃક્ષોના આડેધડ નિકંદનથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ: 39 આઇલેન્ડ, 10 ગાર્ડન વચ્ચે બે માળી સહિત 24નો જ સ્ટાફ !

news image 74847 1624440304

જેથી ગાર્ડન શાખા હવે કંટ્રોલીંગ અધિકારી સીટી એન્જીનીયર હેઠળ કાર્યરત છે ત્યારે ગાર્ડન શાખાની કામગીરી અંગે ઇજનેર જણાવ્યું હતું કે,ખરેખર તો ગાર્ડન શાખા માટે આ વિભાગના નિષ્ણાંતને જવાબદારી સોપવી જોઇએ જેથી વૃક્ષોનો ઉછેર સહિતની પ્રક્રિયા સારી રીતે થઇ શકે. સિવિલ ઇજનેરને વૃક્ષોને ઉછેર કરવાનું કામ સોપાય તો કામ થાય ખરૂ પરંતુ જેટલું આ ખેતી વાડી વિભાગના જ્ઞાન ધરાવતા કરી શકે તે ન થઇ શકે. મહાનગર પાલિકા દ્વારા – 19-20 માં કુલ 12 હજાર વૃક્ષોનો રોપાનું વાવેતર કરેલ હતું. જો કે તેનાથી કેટલા વૃક્ષોનો ઉછેર થયો છે તે કેમ તેની કોઇ માહિતી નથી. વૃક્ષો રોપણ કરવાની સાથે સાથે તેના ઉછેરની જવાબદારી પણ તંત્ર દ્વારા લેવા માટે વ્યવસ્થા કરવાની જરૂર છે.

તો જ ખરા અર્થમાં વૃક્ષોનો ઉછેર થઇ શકે. હાલમાં તો મહાનગર પાલિકાની ગાર્ડન શાખા હસ્તકના જુદા-જુદા નવ ગાર્ડન આવેલ છે. જેમાં સંગમબાગ, આનંદબાગ, આંબેડકર ગાર્ડન, કમલાનહેરૂ પાર્ક, વિવેકાનંદ ગાર્ડન, રાણી જગદંબા ગાર્ડન, જુબેલી ગાર્ડન, જામ રણજીતસિંહ ઉદ્યાન, નેવીલ પાર્ક, હાપા ગાર્ડનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત શહેરમાં 39 આઇલેન્ડ પણ આવેલ છે.

ગાર્ડન શાખાના સ્ટાફ પાસેથી આટલા બધા આઇલેન્ડ, અને ગાર્ડનની જવાબદારી સંભાળી શકે તેટલો સ્ટાફ નથી. જયારે ગાર્ડન શાખા સ્ટાફ અંગે જોઇએ તો એક-ઇજેનર, 2 માળી, 22 મુલી-દાડીયા મળી કુલ 24નું મહેકમ છે. તેનાથી મોટાભાગના મુળી અને દાડીયાની ઉમર મુજબ કામ જે પ્રકારનું કરી શકે તેવી રીતે કરી શકે તેમ નથી. જેની સિધ્ધી અસર જામનગરના ગાર્ડન અને આઇલેન્ડ ઉપર પડે છે. સીવીલ શાખા હસ્તક ગાર્ડન શાખાએ કામગીરી કરવાની થાય છે જો કે, મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાના સ્ટાફની અછતને ધ્યાનમાં રાખી સ્વામી વિવેકાનંદ, જામ રણજીતસિંહ ઉધ્યાન, તળાવની પાળ, ઉપરના ગાર્ડનને પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તક મુકી દેવાયા છે. જેથી આ ગાર્ડન ઉપર આઉટ સોસીંગથી કામગીરી કરવામાં આવે છે.

જામનગરને હરીયાળુ અને લીલુછમ રાખવામાં વિઘ્નરૂપ પીજીવીસીએલ અને વૃક્ષનું ટ્રીમીંગ કરવાનું બન્યું છે. બીજી તરફ જે વૃક્ષો ઘટાદાર અને લીલાછમ શહેરની શોભા ધરાવતા ઉભા હોય છે. તેમાં ટ્રીમીંગના નામે આખા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યાનો સુર પણ ઉઠ્યો છે. મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો કાપવા માટે ખાસ નિયમ બનાવ્યો છે. તેમાં જો કે કોઇ ખાસ કિસ્સા સિવાય મજુરી લેવા કે પૈસા નિયમ મુજબ ભરવા ફરકતું નથી. જે રીતે મહાનગરપાલિકાના આધુનિક ટ્રીમીંગ મશીન દ્વારા વૃક્ષોમાં ટ્રીમીંગ કરવામાં આવે છે તેના પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કરવામાં તંત્રની ઢીલી નિતી રહે છે. ખરા અર્થમાં જામનગરમાં વૃક્ષોનો ઉછેર કરીને લીલુછમ બનાવુ હશે તો મહાનગરપાલિકા દ્વારા સિવિલ શાખાની જેમ ગાર્ડન શાખાને માટે પણ વિશેષ ગ્રાંટ ફાળવવી પડશે અને ગાર્ડન શાખામાં જરૂરી સ્ટાફની ભરતી કરવી પડશે અને આ સ્ટાફ દ્વારા પણ ખરા અર્થમાં વૃક્ષા રોપણની સાથે સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટે પણ યોગ્યદાન આપવુ પડશે તો જ હરીયાળું જામનગર બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.