છેલ્લા 10 વર્ષમાં રહેઠાણ-ખોરાક જેવી વિવિધ સમસ્યાથી ત્રસ્ત થઇને સ્ટ્રીટ ડોગ લુપ્ત થયા: આપણી શેરીની રખેવાળી  સાથે અજાણ્યા લોકોને આવતા આ સ્ટ્રીટ ડોગ જ રોકતા હતા. શેરી શ્વાનથી ચોર પણ ડરતા હતા 

વર્ષો પહેલા આપણા આંગણા, શેરી, મહોલ્લામાં ચકલી, કુતરા, ગાય, ભૂંડ, કાબર, બકરી, ભેંસ, કબૂતર, પોપટ, કાગડા જેવા અસંખ્ય પશુ પક્ષીઓ આવતા માનવજીવન પણ તેની સાથે જોડાયેલું હતું. ચબુતરા અને ઘરમાં ચકલીના માળા તેની ગવાહી છે, શેરીમાં કુતરાની બખોલ બનાવીને તેના બચ્ચાઓના જતન સાથે ગાય-કૂતરાને રોટલી નાંખવાની આપણી ધાર્મિક પરંપરા રહી છે. આજે ચકલીની જેમ શેરીના શ્ર્વાનો પણ લુપ્ત થવાની ડુગાર પર છે. કુદરતનું સંતુલન આ પશુ પંખીઓ પણ જાળવે છે જો તે નાશ પામશે તો માનવ જીવન પણ ખતરા રૂપ છે. શાસ્ત્રોના ઉલ્લેખ મુજબ માણસોના કુલ વજનથી જળ-જમીન પર હેતા પ્રાણીઓનું વજન 20 ગણું વધારે હોવું જોઇએ તો જ માનવજીવન સલામત યછે.

શ્વાન  આપણાં રોજીંદા જીવનમાં અને શેરીના આપણાં મિત્ર છે. હજી થોડા વર્ષો પહેલા શેરીમાં 8થી 10 શ્વાન  હતા જે આજે અદૃશ્ય થઇ ગયા છે. જે આપણી બદનશીબી સાથે નુકશાન કારક છે. અગાઉ કોઇ અજાણ્યુ માસણ કે ચોર આવતાં તો આસ્ટ્રીડ ડોગ ભસીને બધાને જગાડી દેતા અજાણ્યાને કૃતરા કરડી જવાનો બનાવો પણ બહુજ બનતા અમુક શેરીમાં ડાઘિયા કૂરતાની એટલી રાડ હતી કે કોઇએ તરફ જતાં પણ ડરતું હતું. ટૂંકમાં શેરીનો સાચો રખેવાળ હતો તો છોકરાઓનો તો પાકકો ભાઇબંધ હતો. બન્નેને એક બીજા વગર ચાલતું જ નહી. આજે તેની ગેરહાજરીમાં સિકયુરીટી રાખવા પડે છે.

કુદરતા ક્રમ મુજબ માનવજીવન સાથે પશુ, પંખીઓ જોડાયેલા છે જેમાં અગાઉ ખુલ્લી ગટર હતી ત્યારે ભૂંડ હતા જે તમામ કચરો સાફ કરીને આપણને રોગ ચાળાથી બચાવતા હતા. શેરીના કૂતરા ઉપર અત્યાચારો થવા લાગ્યા એને કારણે પણ લુપ્ત હતા. કોર્પોરેશનના ખસી કરણ કાર્યક્રમ અન્વયે તેની સંતતી અટકી ગઇ. કાયક્રમે આગામી વર્ષોમાં સાવ લુપ્ત થાય તો નવાઇ નહી પામતા પહેલા તો તેના ખોરાક અને પાણીની કુંડી હતી તો જીવતા રહ્યા આજે તેને બેસવા-છાંયો ખોરાક-પાણી તેને મળતા જ નહોવાથી નાશ પામતા જાય છે. રખડતા શ્વાન માટે ઘણી સંસ્થા જાગૃત થઇ છે. પણ તેના બચાવ કાર્ય માટે વિશાળ પાયા ઉપર કામ કરવું પડશે.

આજે ઘણા લોકો શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટડોગનું એડોપ્શનનું ઘણું સારૂ કાર્યકરે છે. ભારતના વડા પ્રધાન મોદીજીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ભારતીય ડોગની જાત વિકસાવવાની વાતોમાં પણ વિવિધ પ્રજાતિનો ઉલ્લેખ કર્યો હતો. હાઇવે ઉપર હેતા કે શહેરથી દૂર ખુલ્લી જગ્યાઓમાં રહેતા શ્ર્વાનોને ખોરાક પાણીની મુશ્કેલીમાં કોણ મદદ કરશે કે પછી તે પણ નાશ પામશે. આવા સ્ટ્રીટ ડોગને જો તાલિમ અપાય તો વિદેશી કૃતરાની જેમજ તેની સ્કીલ ડેવલપ કરી શકાય છે. હમણાં એક વાયરસ વિડિયામાં બેનનો ચેન ખેંચીને ભાગતા ચોરની પાછળ સ્ટ્રીટ ડોગ દોડે છે.

કુતરા સામાન્ય રીતે બટકા ભરતા નથી જો આપણે તેને હેરાન કરીએ તો તે બટકા ભરવા મજબૂર થઇ જાય છે. સ્ટ્રીટ ડોગની ખાસિયત છે કે જેના ઘર પાસે હેતું હોય ત્યાં કયારેય બગાડ કરતું નથી. પવર્તમાન 21મી સદીમાં કૃતરા ગાડી ઉપર બેસવાનું કારણ તેની નજર આખી શેરી માં રહે એટલું જ છે. પહેલા શેરી ખુલ્લી હતી તેથી તેને સમસ્યા ન હતી. શાસ્ત્રોમાં, હિમાલયે હાડગાળવા જતાં પાંડવો કે આપણી બોલીવુડની ફિલ્લોમાં શ્વાન નો ઉલ્લેખ જોવા મળે જ છે. દર વર્ષે કુરતા કરડવાના હજારો કિસ્સા શહેર ગામમાં બને છે. હડકવાની રસીના ઇન્જિેકશનનો માણસે લેવા પડે છે. જો કે હવે તો દર વર્ષે શેરીના શ્ર્વાનોને પણ રેબીશ વેકિસન અપાય છે.

સ્ટ્રીટ ડોગને આપણે મુકત શહરી કુતરા પણ કહી શકીએ છીએ. જો કે આવા શ્વાનનો વિસ્તાર નિયત કરેલો હોય છે. જો તેની હદ બહાર જાય તો  ત્યાંના શ્ર્વાનો તેની પાછળ દોડ મુકે છે. આવા દૃશ્યો પહેલા જોવા મળતા હતા. ઘણા લોકો ડોગ રાખે પછી તેને છોડી દયે ત્યારે તે સ્ટ્રીટ ડોગ બની જાય છે. મનુષ્ય સાથે સંઘર્ષથી બચીને હજી કયાંય આપણને જોવા મળે છે. કેટલાક દેશોમાં હડકવા એક સમસ્યા બની છે. આપણા ભારતમાં પણ દર વર્ષે 20 હજાર લોકો મૃત્યું પામે છે, દેશમાં 30 મિલિયન જેટલા રખડતા કુતરા છે.

કૃતરાનો ભસવાનો અવાજ સાથે તેનો ઝગડો અને જાહેરમાં સંવનત કિયા જેવી ઘણી બાબતોથી માનવી કંટાળી ગયો હતો. જો કે ગામ શહેરમાંથી સ્ટ્રીટ ડોગને ખોરાક પાણીની સમસ્યાને કારણે દુર ચાલ્યા ગયા કે નાશ પામ્યા છે. કુતરો બધા પ્રાણીઓમાં બૃધ્ધીશાળી ગણાય છે. તેથી તે ચોર પકડે કે તેના માલિકનું રક્ષણ કરે છે. હાઇવે ઉપર તો હજારો કુતરાઓ અકસ્માતનો ભોગ બને છે. સ્ટ્રીટડોગ શેરીમાં પડેલ કચરો સાફ કરે છે જેમાં મરેલ જીવ, જીતું, પક્ષી વિગેરે ને ખાયને શેરી ચોખ્ખી રાખે છે. કુતરો સર્વભક્ષી હોવાથી શાકાહારી અને માંસાહારી બન્ને ખાય લે છે કરૂણા જીવદયા સાથે કાર્યરત સંસ્થાઓએ આવા શ્ર્વાનોને બચાવવાનું બિડુ ઝડપ્યું છે ત્યારે આ લુપ્ત પ્રજાતિને બચવાના ચાન્સ દેખાય રહ્યા છે.

ભારતમાં ગિધોની આબાદીનું પવનનું કારણ જે પહેલા મૃત-પશુના શબોની મોટી માત્રામાં ઉપયોગ લઇને ખાદ્ય શ્રેણીના કેટલાક રોગોને નાશ કરતા હતા. આજે દેશમાં સ્ટ્રીટડોગની આબાદીમાં વિસ્ફોટ થઇ રહ્યો છે ત્યારે થોડો ખતરો પણ બન્યો હોવાથી તેની રોક થામ માટે વિવિધ પગલાને કારણે તેની આબાદીમાં કંટ્રોલ થયો છે. આજના વાતાવરણમાં સ્ટ્રીટ ડોગ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવવા રહ્યા છે. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં આવા શ્વાનની સંખ્યા મોટી છે. વાડી વિસ્તારમાં તેને નિભર્યતા સાથે ખોરાક-પાણી મળી રહેતા તેની આબાદી વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો તેની દરકાર કરે છે જયારે પવર્તમાન સમયમાં શહેરમાં હવે આવો કોઇને ટાઇમ જ નથી.

જીવદયા પ્રેમીઓ સ્ટ્રીટડોગ પર થતાં અત્યાચારો અને તેને પકડવાની કુરતાનો વિરોધ કરે છે. આજે તેની આબાદી ને શોકવા નાશ બંધ કરીને આબાદી કંટ્રોલ કરાય છે. કુતરાઓ ખાવાનું ઉંદરોથી શહેરને મુકત કરે છે. કૃતરા આજે સ્ટ્રીટ ડોગને એનીમલ હેલ્પલાઇનની સહાય મળે છે, ખસીકરણ-વેકિસનેશન, બિન, કૃત્રિ જેવી તમામ મેડીકલ ફેસી લીટી મળી રહી છે. દર વર્ષે વિશ્ર્વ ખસીકરણ દિવસ પણ ઉજવવામાં આવે છે. ઘણા બધા ફિલ્મ સ્ટારો આવા શ્ર્વાનોને મદદ રૂપ થવાનાં વિવિધ કાર્યક્રમોમાં જોડાયને સહયોગ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.