ભારતની અગ્રગણ્ય કયુમર ડ્યુરેબલ બ્રાન્ડ એલજી ઈલેક્ટ્રોનિકસે આજ એમની સૌથી નવા ક્ધઝયુમર કેમ્પઈન “ટુગેધર વી કેન મેક લાઈફ બેટર” ઘોષણા કરી. આના અંતર્ગત ગ્રાહકો માટે ખાસ ડિલ્સ અને 35000 રૂપિયા સુધીના નિશ્ચિત ઉપહારોની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. આ કેમ્પઈન દ્વારા ગ્રાહકો 31 જુલાઈ 2021 સુધી વિવિધ ફાયનાન્સ સ્કીમ, કેશબેક અને ઈએમઆઈના સરળ વિકલ્પો સાથે ઘેરબેઠા પસંદગીના એલજી ઉત્પાદનો પ્રિબુક કરી શકે છે અને ખરીદી શકે છે.
એલજીએ “ટુગેધર વી કેન મેક લાઈફ બેટર” પ્રિ બુક ઓફર કેમ્પઈનની કરી ઘોષણા
રોમાંચક ડિલ્સ અને 35000 રૂપિયા સુધીના ચોક્કસ ઉપહાર
સુરક્ષા અને સુવિધાને સૌથી મોખરે રાખીને એલજી ઈલેક્ટ્રોનિક્સ ગ્રાહકોના પસંદગીના ઉત્પાદનો ઘેર રહીને સુરક્ષિત રીતે પ્રિ બુક કરવામાં એમની મદદ કરવા માટે કેટલાક ઉપાયો કર્યા છે. ગ્રાહકો આ જ કામ માટે બનાવવામાં આવેલી વેબસાઈટ પર પોતાને એ ઉત્પાદન કે જેને એ ખરીદવા માગે છે તેની સાથે રજીસ્ટર કરી શકે છે, એલજી ઉત્પાદનોનો ઓનલાઈન ડેમો પણ આપશે જેથી ગ્રાહકોને પોતાની ખરીદી વિષે સાચી માહિતી રહે અને વિવિધ ઓનલાઈન પોર્ટલ પર કેશલેસ ચુકવણી પણ કરી શકે. ઓર્ડર આપ્યા પછી ગ્રાહકના ઘેર ઉત્પાદન પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ કોન્ટેકલેસ ઈન્સ્ટોલેશન કરવામાં આવશે.
“ટુગેધર વી કેન મેક લાઈફ બેટર” આવનારી ઓફર્સ અને ડિલ્સ એલજીના દરેક કયુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પર લાગુ રહેશે, એલજી 35000 રૂપિયા (ભારતીય) સુધીના સુનિશ્ચિત ઉપહાર અને 17.5% સુધીના કેશબેક આપશે. ગ્રાહકો માત્ર રૂ.(ભારતીય)ચૂકવીને એલજી હોમ એપ્લાયન્સિસ ઈઝી ઈએમઆઈ વિકલ્પો સાથે ઘેર લઈ જઈ શકે છે. આના સિવાય અપગ્રેડ કરવાની ઈચ્છા ધરાવનાર ગ્રાહકો ” “upgraderesponsibly” કેમ્પઈનનો લાભ લઈ શકે છે અને પોતાના જુના ટીવીના બદલે નવા ટીવીની ખરીદી પર રૂ.10000 સુધીનું વળતર મેળવી શકે છે.
આ પહેલ બાબતે એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના એમ.ડી. યંગ લાક કિમ એ જણાવ્યું કે “ગ્રાહક કેન્દ્રિત” બ્રાન્ડ હોવાને કારણે એલજીએ હંમેશા ગ્રાહકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. લોકડાઉનના કારણે પોતાના ઘરને નવીનતમ ટેક્નોલોજીથી અપગ્રેડ અને સુસજ્જિત કરવાની ગ્રાહકોની માંગ વધી છે. આ માંગને પુરી કરવા સાથે અમારી નવી પ્રિ-બુકીંગ ઓફર્સ ગ્રાહકોને એમના ઘેર સુરક્ષા અને સુવિધા સાથે એમની પ્રિય એલજી પ્રોડક્ટની ખરીદીમાં સક્ષમ બનાવશે. અમને ખાત્રી છે કે અમારી વિવિધતાસભર ઉત્પાદન શ્રેણી માટે આ નવી ઓફર્સ ગ્રાહકોને અપગ્રેડ કરવા અને એમનું જીવન સમૃદ્ધ કરવાનું બળ આપશે. એલજીના પ્રીમિયમ 55 યુએચડી નેનો સેલ અને ઓએલઇડી ટીવી ખરીદવાની ઈચ્છા ધરાવનાર ગ્રાહક સ્પેશ્યલ ક્ધઝયુમર ફાયનાન્સ ઓફર્સનો લાભ લઈ શકે છે જેમાં ગ્રાહક મૂળ કિંમતની 24% રકમ ચૂકવી બાકીની રકમ 24 સરળ હપ્તામાં ચૂકવી શકે છે. આ ઓફર પસંદગીના ઉત્પાદનો માટે છે.
એલજી ઈલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એલજી ઈલેક્ટ્રોનિક્સ એલજી ઈલેક્ટ્રોનિક્સ સાઉથ કોરિયાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે. ભારતમાં આની સ્થાપના જાન્યુઆરી 1997માં કરવામાં આવી હતી. આ ઉપભોક્તા ઈલેક્ટ્રોનિક સામગ્રીઓ, ગૃહઉપયોગી ઉપકરણો, આઈટી હાર્ડવેર અને મોબાઈલ સંચાર ક્ષેત્રમાં સૌથી અગ્રગણ્ય બ્રાસમાંની એક છે. ભારતમાં એક એલજીએ એક ઉત્કૃષ્ટ બ્રાન્ડનું સ્થાન મેળવ્યું છે અને ઉદ્યોગ માટે પથદર્શક માનવામાં આવે છે. ગ્રેટર નોઈડા સ્થિત એલેંજીઈઆઈએલનું ઉત્પાદન એકમ વિશ્વના બધાજ એલજી ઉત્પાદન એકમોની સરખામ ણીમાં સૌથી વધુ પર્યાવરણલક્ષી એકમોમાંનું એક છે. બીજું ગ્રીન ફિલ્ડ કારખાનું રંજનગાંવપુરા ખાતે આવેલું છે જ્યાં એલઇડી ટીવી, એર કંડીશનર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને મોનિટરનું ઉત્પાદન થાય છે.