૩૦૦ પૈકીની કવિતાઓમાંથી ૬૭ કવિતાઓનો સમાવેશ, તમામ બૂકસ્ટોર અને એમેઝોન ફ્લિપકાર્ટમાં પણ બૂક ઉપલબ્ધ
ખ્યાતનામ કવિયત્રી અલ્પાબેન મહેતાએ રચેલી શ્રેષ્ઠ ૬૭ હિન્દી કવિતાઓનું સંકલન ધરાવતા પુસ્તક ‘અલ્પા અહેસાસ’નું આજરોજ ‘અબતક’ના આંગણે અબતક મીડિયા અને મહેતા પરીવારના મોભી સતિષકુમાર મહેતા અને તેમના પુત્ર દેવાંશભાઈ મહેતાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક તમામ બુક સ્ટોલ અને એમેઝોન તથા ફલીપકાર્ટમાં વાંચકોને મળશે.
કવિયત્રી અલ્પાબેન મહેતાએ ૩૦૦ જેટલી કવિતાઓની રચના કરી છે. આ કવિતાઓ રચવા પાછળ તેમના પિતા સ્વ.મુકુન્દભાઈ મહેતાએ પ્રેરણા આપી હતી. અલ્પાબેન પોતાના જીવનના અનુભવો કાગળ ઉપર ઉતારતા હતા અને ધીમે-ધીમે કવિતાઓ બનતી ચાલી ગઈ. આજે પુસ્તકનાં વિમોચન પ્રસંગે શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પા અહેસાસ પુસ્તકનાં વિમોચન પ્રસંગે મહેમાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
તેમણે લખેલી રચનાઓમાં રાજનીતિ, ભાઈચારો, માતા-પિતાના સંબંધ, પ્રેમ, નાની ઉંમરમાં દિકરીઓના લગ્ન સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક તેમણે સ્વ.મુકુન્દભાઈ મહેતાને સમર્પિત કર્યું છે. જાણીતા કવિ અને સાહિત્યકાર ડો.સતીશચંદ્ર શર્મા (સુધાંશુ)એ અલ્પાબેન મહેતાએ લખેલી કાવ્યકૃતિના મન મુકીને વખાણ કર્યા છે. તેમણે રચનાઓમાં ટાંકવામાં આવેલી નારી જીવનની વ્યથા, હિંસા, બળાત્કાર અંગે જાગૃતી લાવવાના પ્રયાસને પણ વખાણ્યા છે.
પુસ્તકના અંતમાં અલ્પાબેન મહેતાએ જણાવ્યું છે કે, જીવન વિવિધતાઓનો સંગમ છે જે આપણને દરેક ક્ષણ, દરેક પળનો એક નવો અનુભવ અપાવે છે. સંબંધો, સગા-સંબંધીઓ, દુનિયા, રાજનીતિ સહિતના વિષયોથી વિભિન્ન અનુભવ મળે છે. આ અનુભવોનો અહેસાસ આખુ જીવન રહે છે.
સાચા અર્થમાં પિતાનું સપનું આજેેે સાકાર થયું: અલ્પાબેેેન મહેતા (કવિયત્રી)
ખ્યાતનામ કવિયત્રી અલ્પાબેન મહેતાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાનપણથી એક ધગશ હતી કે મારે કંઈક કરી બતાવવું છે, હું કંઈક લખી શકું છું .વર્ષ ૨૦૧૫ થી મેં કવિતાઓ લખવાની શરુ કરી અને આજે મારા સ્વ. પિતા મુકુન્દભાઇ મહેતા નું સ્વપ્ન સાકાર થયું. મારા પિતા પણ ખૂબ જ સારું લખતા પરંતુ સમયના અભાવે તે બુક ન લખી શક્યા, અને આજે જ્યારે મારી આ બુક લોન્ચ થઇ છે ,ત્યારે હું કહીશ કે મારા પિતા નું સ્વપ્ન આજે સાકાર થયું છે. મને જે કોઈ મારા જીવનના અનુભવો થતાં તેઓ એક કાગળમાં લખતી અને ધીમે ધીમે કવિતાઓ બનાવતી થઈ અને આજે ૩૦૦ કવિતા લખી છે જેમાંથી ૬૭ કવિતા જે સારી છે તેની બુક આજે લોન્ચ થઈ. મારા પિતાએ મને ખૂબ જ સાથ આપ્યો છે દરરોજ બે કલાક અમે સાથે બેસતા અને મારા પિતા એમના જીવનમાં જે અનુભવો હતા અને જે કાંઈ જીવનમાં બનતું તે તમામ વાતો મારી સાથે શેર કરતા. હું તમામ પોઇન્ટ્સ નોટ કરતી અને પિતાનું માર્ગદર્શન ખૂબ જ સારું રહ્યું છે. મેં લખેલી રચનાઓમાં રાજનીતિ પ્રેમ અને ભાઇચારાની રચના, માતા પિતાનો સંબંધ, નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન થાય છે એ વિશે પણ આવરી લેવામાં આવ્યો છે. તમામ રચનાઓ માંથી “હશરતે” નામની રચના મારી ફેવરીટ છે તમારી જિંદગીમાં જે ઉમ્મીદો પણ તમે જીવન જીવી રહ્યા હોય તેના પરની આ રચના છે જે મને ખુબ જ ગમે છે. હું સહકુટુંબ રહું છું મારા પરિવારના તમામ સભ્યો એ મને ખૂબ જ સાથ આપ્યો છે એ બદલ હું તમામનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું. અલ્પાબેને વધુમાં જણાવ્યું હતું કે અબતક મીડિયાના ઓનર અને મારા પતિ યોગેશ મહેતાના મોટાભાઈ એવા સતિષભાઈ મહેતાનો હું વિશેષ આભાર માનીશ કે મારા જીવનના દરેક પ્રસંગમાં સતિષભાઈએ ખૂબ જ સાથ આપ્યો, એક્ઝિબિશન કરતી તેમાં પણ તેેેમનો ખૂબ જ સાથ રહ્યો અને હજુ પણ મને તમામ રીતે સપોર્ટ કરી રહ્યા છે. આજના દિવસે મારા પપ્પા એ લખેલી એક કવિતા મને યાદ આવે છે અને કિસને હમારી યાદ મેં એ હસીન ફૂલ રખ દિયે, કરાર દિલ મે ઓર દામન મેં હજાર રંગ ભર દિયે. અમારા પિતાની પહેલી કવિતા છે જે હું મારી કોઈ પણ કવિતા પહેલા સૌથી આગળ એમની કવિતા જ રાખું છું.