કાંટે કી ટક્કર
ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો કાલે છે ત્યારે કાંટે કી ટક્કર વાળી ગણાતી આ સીટ પર કોણ મેદાન મારશે? આ સીટ ઉપર ભાજપ, કોંગે્રસ અને આપની વચ્ચે મુખ્ય જંગ છે. કોંગ્રેસમાંથી કડવા પાટીદાર જ્ઞાતિ ઉમેદવાર સીટીગ ધારાસભ્ય ચિરાગ કાલરીયા મેદાનમાં હતા. જયારે ભાજપમાંથી પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરીયાને રીપીટ કરાયા છે. તેઓ પણ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરદાસભાઈ ખવાના પુત્ર તેમજ જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય હેમંત ખવા મેદાને હતા.
જેઓ આહીર સમાજમાંથી આવે છે અને ચૂંટણી ચોકઠાના માહિર છે. આ સીટ પર કડ્વા પાટીદાર લેઉઆ પાટીદાર તથા આહિર સમાજના મતોનું પ્રભુત્વ છે, બાકી અન્ય ઇતર સમાજના મતો પણ મહત્વના છે, જયારે કોંગ્રેસ ભાજપમાં બન્નેમાં કડવા પાટીદાર સમાજના ઉમેદવારો લડે છે. જો આ પાટીદાર સમાજના મતોનું વિભાજન થાય તો ન ધાર્યું પરિણામ પણ આવી શકે છે તેમજ ઈતર સમાજના મતો જે તરફ વધુ ઢળ્યા હશે તેમની જીત નક્કી થશે તેવુ લાગી રહ્યું છે. ત્યારે આ સીટ પર અણધાર્યુ પરીણામ આવે તો નવાઈ નહી તેવું રાજકીય પંડીતમાં ચર્ચાઈ રહ્યું છે.